ETV Bharat / state

30 મી એપ્રિલે પાકિસ્તાનની જેલ માંથી મુક્ત થનારા 36 ભારતીય માછીમારોની મુક્તિ પાછળ ઠેલાઈ - indian fisherman in pakistan jail - INDIAN FISHERMAN IN PAKISTAN JAIL

ગત 30મી એપ્રિલે થનારી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના 36 માછીમારોની મુક્તિ કોઈ કારણોસર પાછી ઠેલાઈ છે, પાકિસ્તાન સરકાર દ્વારા ભારતના મુક્ત કરવામાં આવેલા માછીમારોને લઈને હવે નવી તારીખ જાહેર કરાશે ત્યાર બાદ પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોની મુક્તિ માટેના દરવાજા ખુલશે.

પાકિસ્તાનની જેલ માંથી મુક્ત થનારા 36 ભારતીય માછીમારોની મુક્તિ પાછળ ઠેલાઈ
પાકિસ્તાનની જેલ માંથી મુક્ત થનારા 36 ભારતીય માછીમારોની મુક્તિ પાછળ ઠેલાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 4, 2024, 10:54 PM IST

જુનાગઢ: પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ ભારતના 189 પૈકી 36 માછીમારોની મુક્તિ 30 મી એપ્રિલના દિવસે થવાની હતી. મુક્ત થયેલા ભારતીય માછીમારો વાઘા બોર્ડર થી ભારતના અધિકારીઓને સુપ્રત કર્યા બાદ તમામને ત્રીજી તારીખે વેરાવળ બંદર પર લાવવામાં આવનાર હતા પરંતુ કોઈ અગમ્ય કારણોસર પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થનારા 36 ભારતીય માછીમારોની મુક્તિ આજે વિલંબમાં પડી છે પાકિસ્તાન સરકાર દ્વારા ભારતના મુક્ત કરવામાં આવતા માછીમારોને લઈને હવે નવેસરથી કોઈ જાહેરાત કરશે ત્યાં સુધી તમામ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ જોવા મળશે

મુક્તિની જાહેરાત કરાયેલા માછીમારો: પાકિસ્તાન સરકાર દ્વારા જે 36 માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરાઈ હતી તે વર્ષ 2022/ 23 માં પકડાયા હતા. આ સિવાયના 153 માછીમારો કે જે વર્ષ 2020 કે તેથી પૂર્વે પકડાયેલા હતા અને આજે પણ પાકિસ્તાનની જેલમાં બંધ છે ત્યારે પહેલા પકડાયેલા માછીમારોને પહેલા મુક્ત કરવાના હોય આ નિયમ અનુસાર જે 36 માછીમારોને મુક્ત કરવામાં આવનાર હતા તેમાં વિલંબ થઈ શક્યો હશે એક શક્યતા અનુસાર આગામી દિવસોમાં પાકિસ્તાન ભારતના તમામ 189 માછીમારોને મુક્ત કરે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી

માછીમાર વિભાગનાપૂર્વ ડિરેક્ટરે આપી વિગતો: પાછલા ઘણા સમયથી માછીમારી સમાજના ઉત્કર્ષ માટે કામ કરતાં અને ફીસરીઝ વિભાગના પૂર્વ ડિરેક્ટર વેલજીભાઈ મસાણીએ આ વિગતો આપી છે તેઓએ ટેલીફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે જે 36 માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરાઈ હતી તેની મુક્તિ વિલંબમાં પડી છે તેની પાછળ અન્ય માછીમારોને મુક્ત કરવાનું કારણ પણ જવાબદાર હોઈ શકે છે આગામી દિવસોમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના તમામ 189 માછીમારોને પાકિસ્તાન એક સાથે મુક્ત કરશે તેવી તમામ સંભાવનાઓ છે જેને કારણે 30 મી એપ્રિલે મુક્ત થનારા 36 માછીમારોની મુક્તિ વિલંબમાં પડી હશે

માછીમારીની બોટ ચિંતાનો વિષય: મધ દરિયે માછીમારી વખતે જે માછીમારોને બોટ સાથે પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવે છે આ તમામ માછીમારોને બોટ સાથે પાકિસ્તાન લઈ જવાય છે કેટલાક વર્ષો બાદ માછીમારોને જેલમાંથી મુક્ત કરીને ભારત મોકલી દેવામાં આવે છે પરંતુ લાખો રૂપિયાની કિંમતી માછીમારીની બોટ ભારતને પરત આપવામાં આવતી નથી જેને લઈને પણ માછીમાર સમાજ માં ભારે ચિંતા છે વર્ષ 2013માં પાકિસ્તાને માછીમારો સાથે પકડી પાડેલી 56 બોટ ભારતને પરત સોંપી હતી 2013 બાદ આજ દિન સુધી એક પણ બોટ પાકિસ્તાન સરકારે ભારતને સુપ્રત કરી નથી એક અંદાજ મુજબ અત્યારે 1100 કરતાં વધુ માછીમારીની ભારતીય બોટ પાકિસ્તાન સુરક્ષા એજન્સીના કબજામાં હોવાની પણ વિગતો મળી રહી છે.

  1. Tamil Nadu: શ્રીલંકન નેવી દ્વારા 23 ભારતીય માછીમારોની ધરપકડ, સીમા પર માછીમારી કરવાનો આરોપ
  2. લોકસભા ચૂંટણી અગાઉ પાકિસ્તાન જેલમાં કેદ 35 ભારતીય માછીમારોને મુક્તિ અપાશે - 35 Indian Fishermen

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.