ETV Bharat / state

રાજકોટ: સિટી બસના ડ્રાઈવરને ચાલુ બસે એટેક આવતા અકસ્માત સર્જાયો, એકનું મોત - RAJKOT NEWS

રાજકોટના રેલનગર વિસ્તારમાં સીટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

સિટી બસના ડ્રાઈવરને ચાલુ બસે એટેક આવતા અકસ્માત સર્જાયો
સિટી બસના ડ્રાઈવરને ચાલુ બસે એટેક આવતા અકસ્માત સર્જાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2024, 7:29 AM IST

રાજકોટ: રાજકોટના રેલનગરમાં સિટીબસના ચાલકને ચાલુ બસ દરમિયાન એટેક આવતા ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનામાં ત્રણ વાહનોની અથડામણ થઈ હતી. જેમાં બસચાલકનું હાર્ટ એટેક આવવાથી અકસ્માત દરમિયાન એક મહિલાનું મોત થયું છે. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર ઘટના: મળતી વિગત મુજબ રેલનગર મેઈન રોડ પર હમીરસિંહજી ચોકથી આસ્થા ચોક વચ્ચે સિટીબસ નંબર 40 રેલનગરથી બસ ડેપો તરફ જઈ રહી હતી, ત્યારે બસના ચાલક પરષોત્તમભાઈ બારૈયા નામના વૃદ્ધને એટેક આવતા બસ બેકાબૂ બની અને એક રિક્ષા તેમજ બેથી વધુ વાહન સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. આ ઘટનામાં 3 થી વધુ લોકોને ઈજા થતા સંગીતાબેન ગંગારામ માકડીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે મંડોડ મુકેશ અને મનીષાબેન વર્માને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સિટી બસના ડ્રાઈવરને ચાલુ બસે એટેક આવતા અકસ્માત સર્જાયો (Etv Bharat Gujarat)

વધુમાં મળતી વિગત મુજબ રાજકોટ સિટી બસ રૂટ નંબર 40 કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી સંતોષીનગર વાયા પોપટપરાથી ત્રિકોણબાગ રૂટ પર ચાલી રહી છે. બસના કંડકટર રમેશભાઈ બોળાએ જણાવ્યું હતું કે, બસ રેલનગર રોડ પર શિવાલય ચોકથી ડેપો સ્ટેશન ખાતે જઈ રહી હતી. બસમાં ચાર મુસાફર સવાર હતા. અચાનક બસના ડ્રાઈવરને એટેક આવતા તેઓ ઢળી ગયા હતા. બસમાં બ્રેક મારવાની કોશિશ કરી હતી. જો કે આ પહેલા અકસ્માત સર્જાઈ ગયો હતો. આ અંગે એ ડીવીઝન પી.આઈ. ભાર્ગવ જનકાત જણાવ્યું હતું કે આ અંગે નોધ કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. સુરત ભાજપ મહિલા મોરચા આપઘાત કેસ: કોર્પોરેટર ચિરાગ ત્રિવેદી શંકાના દાયરામાં !
  2. અપહરણ અને લૂંટ કેસના આરોપીઓની જાહેરમાં સરભરા, સુરત પોલીસે કાઢ્યું સરઘસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.