રાજકોટ: મોરબી રોડ પરના ચામડિયાવાસમાં રહેતા અબ્દુલ બાબુ કારેઠાને ભરણપોષણ કેસમાં કોર્ટે જેલ હવાલે કર્યો હતો. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા અબ્દુલ કારેઠાને ગત 25 તારીખે યુરિનની તકલીફ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં ફરજ પરના તબીબે આરોપી અબ્દુલને ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. કેદી પર ઇમરજન્સી વોર્ડમાં એક જમાદાર અને એક કોન્સ્ટેબલનો પહેરો ગોઠવવામાં આવ્યો હતો.
આરોપી અબ્દુલ પોલીસ જાપ્તાની નજર ચૂકવી વોર્ડની બહાર નીકળી ગયો હતો. લાંબો સમય વિતવા છતાં આરોપી અબ્દુલ પોતાના બેડ પર પરત નહી આવતાં જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓ મુજવણમાં મુકાયા હતા. અને હોસ્પિટલ કેમ્પસમાં તેની શોધખોળ શરુ કરી હતી. જોકે અબ્દુલનો પત્તો નહી લાગતાં અંતે કેદી ભાગી ગયાની પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે.
તો આજે સવારે કેદી અબ્દુલનો મૃતદેહ લાલપરી તળાવ પાસેથી મળી આવ્યો હતો. અબ્દુલે આપઘાત કર્યો છે કે અકસ્માતે પડી ગયો હતો. તે જાણવા મળ્યું નથી. તેથી આગળની કાર્યવાહી બી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.