ETV Bharat / state

વાપીને સ્વચ્છ ભારતની યાદીમાં પ્રથમ લાવવા નગરપાલિકાનો અનોખો પ્રયોગ, ડાન્સ સાથે વાપીને સ્વચ્છ રાખવા કરી અપીલ - Happy Street program in vapi - HAPPY STREET PROGRAM IN VAPI

વાપી નગરપાલિકા દ્વારા શનિવારે હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝુંબા ડાન્સ, ગરબા રમવા તેમજ ઉપસ્થિત લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી આગામી સ્વચ્છ ભારત અભિયાનમાં વાપીને પ્રથમ નંબરે લાવવા શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી., Happy Street program to bring Vapi first in the Swachh Bharat list

વાપીને સ્વચ્છ ભારતની યાદીમાં પ્રથમ લાવવા નગરપાલિકાનો અનોખો પ્રયોગ
વાપીને સ્વચ્છ ભારતની યાદીમાં પ્રથમ લાવવા નગરપાલિકાનો અનોખો પ્રયોગ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 6:25 PM IST

વાપીને સ્વચ્છ ભારતની યાદીમાં પ્રથમ લાવવા નગરપાલિકાનો અનોખો પ્રયોગ (ETV Bharat Gujarat)

વાપી: વાપીને સ્વચ્છ ભારતની યાદીમાં પ્રથમ નંબરે લાવવા નગરપાલિકાએ અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હેપ્પી સ્ટ્રીટ નામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો તેમના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ યુવાનોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેઓએ ઝુંબા ડાન્સ, ઓપન ગરબા રમવા સાથે અન્ય રમતોનો આનંદ ઉઠાવી ભરપૂર મનોરંજન મેળવ્યું હતું.

નગરજનોએ ઝુંબા ડાન્સ કર્યો
નગરજનોએ ઝુંબા ડાન્સ કર્યો (ETV Bharat Gujarat)

વાપી નગરપાલિકાએ આ કાર્યક્રમ વાપીને સ્વચ્છ રાખવાની લોકોમાં જાગૃતિ આવે તે માટે રાખ્યો હતો. જેમાં ઉપસ્થિત લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી આગામી સ્વચ્છ ભારત અભિયાનમાં વાપીને પ્રથમ નંબરે લાવવા શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી.

કનુભાઈ દેસાઈએ હાજરી આપી: નગરપાલિકાના આ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ પાલિકાના આ કાર્યક્રમની સરાહના કરી હતી. અને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે. ત્યારે સ્વચ્છ ભારતના આ મિશનમાં સહભાગી થવા વાપી નગરપાલિકાએ પણ બીડુ ઝડપ્યું છે.

નગરજનોએ રમતોનો આનંદ ઉઠાવી ભરપૂર મનોરંજન મેળવ્યું
નગરજનોએ રમતોનો આનંદ ઉઠાવી ભરપૂર મનોરંજન મેળવ્યું (ETV Bharat Gujarat)

વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ અને ચીફ ઓફિસર સહિત વોર્ડના સભ્યોએ સુંદર આયોજન કર્યું છે. લોકોને સ્વચ્છતા જાળવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમ દરેક વોર્ડમાં કરવામાં આવશે. જેના થકી લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય અને વાપીને દેશમાં પ્રથમ સ્વચ્છ શહેર બનાવવાનો હતુ પૂરો પાડી શકાય.

નગરજનોએ કાર્યક્રમમાં મોજ કરી
નગરજનોએ કાર્યક્રમમાં મોજ કરી (ETV Bharat Gujarat)

સુંદર આયોજન કરાયું: સ્વચ્છતાના સંદેશ સાથેના આ આયોજનમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ સહિત અનેક વાલીઓ તેમના બાળકો સાથે આવ્યા હતાં. જેઓએ ઝુંબા ડાન્સ અને ગરબા રમી મનોરંજન મેળવ્યું હતું. અને વાપીને સ્વચ્છ રાખી પાલિકાના અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી હતી. ઉપસ્થિત નગરજનો, વાલીઓ અને બાળકોએ આ અનોખા કાર્યક્રમને વધાવી જણાવ્યું હતું કે, સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવું આયોજન દર સપ્તાહે કે મહિનામાં એક વાર અવશ્ય કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, શનિવારે વાપીના RGAS સ્કૂલથી છરવાડા તરફના માર્ગ પર કરેલા આયોજનમાં નાના-મોટા સૌ કોઈએ ડાન્સ, મસ્તી, ધમાલની મોજ કરી હેપ્પી સ્ટ્રીટના સૂત્રને સાર્થક કર્યું હતું. તેમજ વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિના સંદેશને ગ્રહણ કરી સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા ઉત્સાહ બતાવ્યો હતો.

  1. ગણપતિની મૂર્તિ બનાવનાર સ્થાનિક કલાકારો મોંઘવારીથી ત્રસ્ત, જાણો આ વર્ષે ગણેશજીની પ્રતિમાના ભાવમાં કેટલો થશે વધારો.. - Ganapati idols come to Junagadh
  2. પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજમાતા નાયિકાદેવી ગૌરવદિનની ઉજવણી કરાઇ, મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત - Queen Nayikadevi Gauravdin Ceremony

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.