ETV Bharat / state

ભાજપના સાંસદે દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિધાનસભા મળે તેની કરી માંગ, જાણો અંગે લોકોના શું છે મંતવ્ય - Demand for UTs to get legislature

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 5:26 PM IST

હાલમાં ચાલી રહેલા લોકસભા સત્રમાં દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને હવેલી તેમજ દમણ દીવને વિધાનસભા મળે, સ્થાનિક સ્વરાજ્યની જે સત્તાઓ છીનવાઈ છે તે મળે એ અંગે સંસદમાં રજુઆત કરી છે. જે અંગે આ પ્રદેશના લોકોનું શું મંતવ્ય છે તેની ETV ભારતે પ્રતિક્રિયા મેળવી છે. જુઓ આ અહેવાલમાં

ભાજપના સાંસદે દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિધાનસભા મળે તેની માંગ કરી
ભાજપના સાંસદે દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિધાનસભા મળે તેની માંગ કરી (Etv Bharat gujarat)
ભાજપના સાંસદે દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિધાનસભા મળે તેની માંગ કરી (( credit: sansad tv) etv bharat gujarat)

દમણ: વર્ષ 2020માં બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ એવા દાદરા નગર અને હવેલી તેમજ દમણ- દીવને એક કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેના દાદરા નગર હવેલી સંસદીય ક્ષેત્રના ભાજપના સાંસદ કલાબેન ડેલકરે આ એક સંઘપ્રદેશ બનેલા સંઘરાજ્યને વિધાનસભા આપવામાં આવે એવી માંગ કરી છે. જે હાલ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બંન્ને પ્રદેશોને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો: વર્ષ 2020માં બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ એવા દાદરા નગર હવેલી તેમજ દમણ- દીવને એક કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેમાં હાલ દાદરા નગર હવેલી અને દમણ-દીવ એમ બે સંસદીય ક્ષેત્ર છે. જે પૈકીના દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને હવેલી તેમજ દમણ- દીવને વિધાનસભા મળે તેવી રજુઆત હાલ ચાલી રહેલ લોકસભા સત્રમાં કરી છે. સ્થાનિક સ્વરાજ્યની જે સત્તાઓ છીનવાઈ છે તે મળે એ માટે કરેલી વિધાનસભા ની માંગ કેટલી ઉચિત છે. તે અંગે આ પ્રદેશના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ઉદ્યોગકારો અને પત્રકારોના મંતવ્યો જાણી ETV ભારતે તેઓની પ્રતિક્રિયા મેળવી હતી.

બંન્ને પ્રદેશોને સંસદીય બેઠક મળી: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિધાનસભા મળે તે અંગેની સંસદમાં કરેલી રજુઆત અંગે વરિષ્ઠ પત્રકાર દિપક પરમારે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીને વર્ષ 1967માં અને દમણ-દીવને 1987માં સંસદીય બેઠક મળી હતી. જે બાદ વિધાનસભા મળે તેવી માંગ અનેક વાર સંસદમાં રજૂ કરવામાં આવી છે. હાલમાં દાદરા નગર હવેલીના ભાજપના સાંસદ કલાબેન ડેલકરે આ રજૂઆત કરી છે. એ પહેલા દમણના કોંગ્રેસી સાંસદ સ્વર્ગીય ડાહ્યાભાઈ પટેલને પણ કરી હતી. એ બાદ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ સ્વર્ગીય મોહનભાઈ ડેલકરે પણ કરી હતી. પરંતુ જેમ આ પહેલા સંસદમાં બંને પૂર્વ સાંસદોએ પ્રાઇવેટ બિલ લાવવા પ્રયાસ કર્યા હતા. તેમ આ વધુ એક પ્રયાસ છે. જે કદાચ માત્ર એક ઓપચારિકતા હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાઇવેટ બિલ અત્યાર સુધીમાં 0.1 % મંજૂર થયા: હાલમાં મુદ્દો વધુ ગરમાયો છે. દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર ભાજપના જ સભ્ય છે. એ પહેલા તેઓ શિવસેનામાંથી ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. હવે તે ભાજપમાં જ છે અને કેન્દ્રમાં ભાજપની જ સરકાર છે તો તેમણે આ અંગે ભાજપ પાર્ટી ને સમજાવવું હતું. સરકારમાં આ વાત નાખવાની જરૂર હતી અને આ બિલ લાવવું જોઈએ. પ્રાઇવેટ બિલમાં અત્યાર સુધીના ઇતિહાસમાં માત્ર 0.1% જ મંજૂર થયા છે. એટલે આ તમામ વાતો માત્ર પ્રદેશની જનતાને ખુશ કરવાની છે. વરિષ્ઠ પત્રકાર દિપક પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ખરેખર તો પ્રજાની જે માંગ છે. તે સ્વરાજ્ય સંસ્થાને સત્તા આપવાની જે માંગ છે. તે અંગે જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રજૂઆતો કરવા આગળ આવવું જોઈએ. પરંતુ તે આગળ આવતા નથી. આ અંગે કોઈ જન આંદોલન ઊભું કરતા નથી અને વિધાનસભાની માંગ પ્રદેશના સાંસદ દ્વારા કરાઇ છે. જે ખરેખર તો દિલ્હીની દયનીય સ્થિતિ જોયા બાદ પડતી મૂકવી જોઈએ.

દમણ-દીવને 1987માં સંસદીય બેઠક મળી
દમણ-દીવને 1987માં સંસદીય બેઠક મળી (Etv Bharat gujarat)

પ્રતિનિધિઓએ માંગ સરકાર સુધી પહોંચાડવી જોઇએ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને એ સિવાયના વિકલ્પ અંગે વિચારવું જોઈએ. હાલમાં દાદરા નગર હવેલીના ભાજપના સાંસદ કલાબેન ડેલકરે કરેલી માંગ માત્ર મન બહેલાવવાની વાત છે. બીજી તરફ દમણ-દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ છે. દાદરા નગર હવેલીના ભાજપના સાંસદ કલાબેન ડેલકર છે. બંને એકબીજાને આ મામલે ટેકો આપે છે તે સારી બાબત છે. પરંતુ બિલ લાવવા માટે હકીકતે કલાબેન ડેલકર ભાજપ પાર્ટીને વાત કરી બિલ લાવે તો એ ગંભીરતા ગણાય. હાલ સંસદમાં બોલવું એ માત્ર ચર્ચાનો વિષય બનવા પૂરતું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે સ્વાયત્તા નથી તો એ રાજ્ય કે વિધાનસભા તરીકેનો વિકલ્પ નથી. એ માટે રજૂઆત અને આંદોલન કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એ માંગ સરકાર સુધી પહોંચાડવી જોઈએ.

સાંસદોએ બન્ને પ્રદેશોને પોતાના ફાયદા માટે એક કર્યા: દાદરા નગર હવેલીના કોંગ્રેસી યુવા નેતા પ્રભુ ટોકિયાએ જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી એક બાહુલ આદિવાસી વિસ્તાર છે. જેને ભાજપ સરકારે અને આ પ્રદેશના પ્રશાસક, બંને પ્રદેશના સાંસદોએ પોતાના ફાયદા માટે દમણ દિવસ સાથે એકીકરણ કરી નાખ્યું છે. 2020માં કરેલા આ એકીકરણ દરમ્યાન દાદરા નગર હવેલીની જનતાને ક્યાંય પૂછવામાં આવ્યું નથી. દાદરા નગર હવેલી અને દમણ-દીવને ભેગી કરવામાં આવી છે. પરંતુ, બંને પ્રદેશની સંસ્કૃતિ રહેણીકરણી અલગ છે. પહેલા બંને પ્રદેશ માટે પૂર્ણ સમયના પ્રશાસક હતાં. દરેક કામ સ્થાનિક લેવલે આસાનીથી થતું હતું. હવે પરિસ્થિતિ બદલાઈ છે. એવામાં દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર દાદરા નગર હવેલી અને દમણ દીવના આ એક બનેલા સંઘ પ્રદેશને વિધાનસભા આપવાની માંગ કરે છે. પરંતુ સવાલ એ છે કે, તેઓ પોતે જ કહે છે કે, જિલ્લા પંચાયત અને નગરપાલિકા પાસે સત્તા નથી. તો એ સત્તા જયારે છીનવાઈ ગઈ ત્યારે પણ તેઓ શિવસેના સાંસદ હતા. આજે ભાજપના સાંસદ છે. ત્યારે એ માંગ કરે છે તો ભાજપે એ અંગે કેમ અત્યાર સુધી કેમ કંઈ ના કર્યું તે માટે કેમ ક્યારેય આંદોલનો રજૂઆતો ઘેરાવ કરવામાં આવ્યા નહીં. માત્ર સંસદના પટલ પર બે મિનિટ બોલવાથી એ કંઇ જ થવાનું નથી.

જૂના વહીવટી તંત્ર પ્રમાણે વહીવટ ચલાવવામાં આવે: યુવા નેતા પ્રભુ ટોકીયા માને છે કે, દાદરા નગર હવેલીની જનતાને વિધાનસભાની કોઈ જરૂર નથી. દાદરા નગર હવેલીને દમણ-દીવથી અલગ કરવામાં આવે. અલગ વહીવટીતંત્ર આપવામાં આવે અને જૂની જે વ્યવસ્થા પ્રમાણે જે સત્તાઓ હતી તે આપવામાં આવે. જેથી આજે જે પણ સમસ્યાનો સામનો દાદરા નગર હવેલીની જનતા કરી રહી છે. તેમાંથી તેમને મુક્તિ મળે. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને ઉદ્યોગકાર સત્યેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, વિધાનસભાની માંગ ઘણા સમયથી ચાલે છે. આ પહેલા જે પણ સાંસદો હતા તેઓએ પણ આ માંગ સંસદમાં કરી છે. પરંતુ આ એક પોલિટિકલ એજન્ડા છે. એટલે એમાં જવાને બદલે દાદરા નગર હવેલી દમણ દીવમાં જે ઉદ્યોગો છે એના મુદ્દાને પકડીને આગળ વિચારીએ તો ઉદ્યોગોને જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ હાલમાં છે. અને કોઈ પણ સ્ટેટ હોય એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના સપોર્ટ વગર આગળ વધી શકાય નહીં. એની પ્રતીતિ હાલના બજેટમાં ચોક્કસ જોવા મળી છે.

બંન્ને ક્ષેત્રોને વિધાનસભા મળવી જોઇએ: બજેટમાં સૌથી વધુ ફંડ માત્ર બે રાજ્યોને મળ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકારનો સહકાર મહત્વનો છે. દમણ પણ કેન્દ્ર સરકારના સપોર્ટથી જ વિકસિત થયું છે. એટલે એ કહેવું ઉચિત નથી કે એસેમ્બલી મળવાથી જ આ પ્રદેશનો વિકાસ થાય. આજે એસેમ્બલી વગર પણ દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. આ પોલિટિકલ એજન્ડા છે અને સાંસદો એ ડિમાન્ડ કરે છે. જે કદાચ તેઓને જરૂરી લાગતી હશે. દાદરા નગર હવેલીના ઉદ્યોગકાર અને સામાજિક કાર્યકર એવા પિંકી ખીમનાનીએ જણાવ્યું હતું કે, તેમના વિચારો મુજબ દાદરા નગર હવેલી અને દમણ- દીવને વિધાનસભા મળવી જોઈએ. આ સંઘપ્રદેશનો જે વિકાસ થયો છે. પ્રધાનમંત્રીની જે યોજનાઓ છે. તેનો વ્યાપ વધારવા વિધાનસભા હોવી જોઈએ. વિધાનસભા મળશે તો પ્રદેશનું વધુ ભલું થશે.

બંન્ને પ્રદેશો પર પોર્ટુગીઝ શાસન: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઈતિહાસની વાત કરીએ તો, વાસ્કો દી ગામાના ભારત આગમનના 12 વર્ષ બાદ પોર્ટુગીઝોએ 1510માં ગોવા પર સૌપ્રથમ શાસન સ્થાપ્યું હતું. 1535માં દીવ પર અને 1558માં દમણ પર પોર્ટુગીઝ શાસનનો આરંભ થયો હતો. એ જ અરસામાં દાદરાનગર હવેલી પર પોર્ટુગીઝોએ શાસન સ્થપાયું હતું. દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954 ના પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયું હતું. 11 ઓગસ્ટ 1961 સુધી અહીં સ્થાનિક લોકોનું શાસન રહ્યું હતું. તે વખતે દિલ્હી સરકારને મળી સ્થાનિક લોકોએ 15મી ઓગસ્ટ 1961 થી દાદરા નગર હવેલીને ભારત સરકારમાં ભેળવ્યું હતું. આ પ્રદેશને પછાત વિસ્તાર જાહેર કરી રિઝર્વ કોટા હેઠળ લોકસભાની એક સીટ ફાળવવામાં આવી હતી.

સનજીભાઈ ડેલકર પ્રથમ નામાંકિત સભ્ય: સંઘ પ્રદેશના દરજ્જા સાથે દાદરા નગર હવેલીમાં સૌ પ્રથમ સનજીભાઈ ડેલકરને નામાંકિત સભ્ય તરીકે નિમ્યા હતા અને 1967માં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.એ જ રીતે 19મી ડિસેમ્બર 1961નો દિવસ દમણ-દીવ અને ગોવા માટે ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાયો હતો. આ ત્રણેય વિસ્તારોને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્તિ મળી અને તેને ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જા સાથે સામેલ કરવામાં આવ્યાં હતાં. વર્ષ 1987ના રોજ ગોવાને એક રાજ્ય બનાવી દમણ-દીવને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયાં હતાં. તેની રાજધાની દમણ બની હતી. ફરી એક વાર વર્ષ 2020માં 26મી જાન્યુઆરીના ઇતિહાસે કરવટ બદલી હતી. હાલ દમણ-દિવ અને દાદરા નગર હવેલી સાથે એકીકરણ કરી એક કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો છે.

  1. વડોદરા જિલ્લાના હાંસાપુરા ગામે પ્રેમસંબંધના કારણે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી - Vadodara News
  2. ચાર દિવસ બાદ મળ્યો 21 વર્ષીય યુવકનો મૃતદેહ, સુરતના ગોડાદરા વિસ્તારની ઘટના - Young man dies in Surat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.