ETV Bharat / state

બૉલીવુડની પ્રખ્યાત ફિલ્મ મધર ઇન્ડિયાના નામ પરથી આ ડેમનું નામ, જુઓ ડેમના નયનરરમ્ય દ્રશ્યો... - The Mother India Dam - THE MOTHER INDIA DAM

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામમાંથી પસાર થતી નદી પર બનેલ મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ડેમ ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. THE MOTHER INDIA DAM

બૉલીવુડની પ્રખ્યાત ફિલ્મ મધર ઇન્ડિયાના નામ પરથી આ ડેમનું નામ
બૉલીવુડની પ્રખ્યાત ફિલ્મ મધર ઇન્ડિયાના નામ પરથી આ ડેમનું નામ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 17, 2024, 5:57 PM IST

બૉલીવુડની પ્રખ્યાત ફિલ્મ મધર ઇન્ડિયાના નામ પરથી આ ડેમનું નામ (ETV Bharat Gujarat)

સુરત: બારડોલીમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે. નદીની જળસપાટી વધતા જ ઉમરા ગામે બનેલો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.

લોકો નજારો જોવા ઉમટ્યા: ડેમ ઓવરફ્લો થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં ડેમનો નજારો જોવા ઉમટી પડયા હતા. નદીનું પાણી ડેમની ઉપરથી વહેતુ હોય લોકોએ આ નયનરમ્ય દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધા હતા હતા. ખેડૂતોમાં પણ ડેમ ઓવરફ્લો થવાથી આનંદ છવાયો હતો.

જુઓ મધર ઈન્ડિયા ડેમના નયનરરમ્ય દ્રશ્યો
જુઓ મધર ઈન્ડિયા ડેમના નયનરરમ્ય દ્રશ્યો (ETV Bharat Gujarat)

મધર ઇન્ડિયા ફિલ્મ પરથી ડેમનું નામ પડ્યું: 1957માં આવેલી બૉલીવુડની પ્રખ્યાત ફિલ્મ મધર ઇન્ડિયાના નામ પરથી આ ડેમનું નામ મધર ઇન્ડિયા પડ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ અંબિકા નદીના કિનારે ઉમરા ગામે થયું હતું. ત્યારથી ઉમરા ગામ અને મધર ઇન્ડિયા ડેમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત બન્યા છે.

  1. ટૂંકા વિરામ બાદ પોરબંદરમાં મેઘરાજની ફરી એન્ટ્રી, મિયાણી ગામે એક વ્યક્તિ પર વીજળી પડી - Porbandar Weather Update
  2. ઉમરપાડાના દીવતન ગામે વરસેલા વરસાદને લીધે દેવઘાટ ધોધમાં નવા નીરની આવક - NEW WATER FLOWS INTO DEVGHAT FALLS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.