ભાવનગર: જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ આવેલા છે. ચોમાસાના વરસાદમાં અનેક રસ્તાઓ તૂટી જતા રીપેર કરવાની કામગીરી શરુ કરાઇ છે. તેમાં માર્ગ અને મકાન વિભાગે કરોડોનો ખર્ચ કર્યો છે. ત્યારે જિલ્લા પંચાયતે હજુ પોતાનો ખર્ચ દર્શાવ્યો નથી. પરંતુ રસ્તાઓ કેટલા તૂટ્યા તે સંપૂર્ણ વિગત સામે આવી છે. ભાવનગર-રાજકોટ હાઇવેની જવાબદારીને પગલે સ્થાનિક અધિકારીઓએ હાથ ઉંચા કરી દીધા છે. ચાલો જાણીએ.
જિલ્લા પંચાયતના રસ્તાઓની સ્થિતિ: ભાવનગર જિલ્લામાં મોટાભાગના રસ્તાઓ જિલ્લા પંચાયત હસ્તક આવતા હોય છે. ત્યારે જિલ્લા પંચાયતના રોડ વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ કુલ 1069 જેટલા રસ્તા છે. જે રોડ વિભાગ અંતર્ગત છે. ત્યારે હાલમાં ચોમાસામાં 255 જેટલા રોડ તૂટ્યા હોવાનું રોડ વિભાગે જણાવ્યું હતું. જેમાંથી 207 જેટલા રિપેર કરવામાં આવ્યા છે અને અન્યની કામગીરી હાલ ચાલી રહી છે.
માર્ગ મકાન વિભાગે ખાડા રિપેરીંગમાં કરોડો ખર્ચ્યા: ભાવનગર માર્ગ અને મકાન વિભાગના અધિકારી આર.યુ. પટેલે જણાવ્યું કે, અત્રેના વિભાગ હેઠળ 92 રસ્તા આવેલા છે. એની લંબાઈ 1053 કિલોમીટર છે. DLP રોડ 25 જેટલા છે અને તેની લંબાઈ 266 km છે. જ્યારે NON DLP રસ્તાઓ 57 જેટલા છે અને તેની કુલ લંબાઈ 715 કિલોમીટર છે. જેમાં ટ્રાઇપેડ ગામગીરી કરવામાં આવનાર છે તેમજ મેટલ કામગીરી કરવામાં આવી રહી છે. ડીપીના પેચ, ડામરના પેચની કામગીરી શરૂ કરાય છે અને કુલ ખર્ચ 3.98 કરોડ થાય છે. પેચ કરવાના રસ્તામાં કામ 10 થી 12 થવા જાય છે. ખાડા પડ્યા હોય તેવા કુલ 57 જેટલા રોડ છે.
હાઇવે ભાવનગરમાં જવાબદાર રાજકોટમાં: ભાવનગરથી રાજકોટ હાઇવેની હાલત ભાવનગર શહેરથી લઈને ખોડીયાર મંદિર સુધી અતિ જર્જરીત જોવા મળે છે. જો કે હાલમાં તંત્ર દ્વારા ખાડાઓ પૂરવામાં આવ્યા છે. પરંતુ આ ખાડાઓ ફરી સર્જાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ભાવનગર નેશનલ ઓથોરિટીના અધિકારી હેમંત યાદવ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, ભાવનગર-રાજકોટ હાઇવે રાજકોટ માર્ગ અને મકાન વિભાગમાં આવે છે તેમાં અમારી જવાબદારી રહેતી નથી.
આ પણ જાણો: