ETV Bharat / state

સોનગઢના મલંગદેવ ખાતે પત્ની પર શંકા કરી પતિએ તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા - TAPI SONGHADH MURDER

તાપી જિલ્લામાં પંદર દિવસમાં ફરી એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે, આ સમયે ફરી સંબંધોની બાબતે હત્યાનો મામલો સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, પોલીસે આ સમગ્ર હત્યા પ્રકરણ ઉઘાડુ પાડી આરોપીને જેલ હવાલે કરી દીધો છે.

tapi crime
tapi crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 1, 2024, 7:31 PM IST

સોનગઢના મલંગદેવ ખાતે પત્ની પર શંકા કરી પતિએ તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા

તાપી: જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડે એક મલંગદેવ ગામ આવેલુ છેે. આ ગામમાં અંજલી ગામીત નામની એક પરણિત મહીલા રહેતી હતી. ગત તારીખ 29 મી માર્ચના રોજ આ 46 વર્ષીય પરણિત મહિલાનો મૃતદેહ તેનાજ ઘરના ઓટલા પરથી મળી આવ્યો હતો. મહિલાને ગળાના ભાગે કોઈએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી, આ ઘટનાને પગલે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ: પોલિસ અધિક્ષકની સૂચનાથી એલસીબી, એસઓજી,પેરોલ સવોકડ, સોનગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરવામાં આવી. તપાસમાં એક ચોંકાવનોરો ખુલાસો થયો છે કે હત્યારો બીજો કોઈ નહી પરંતુ મૃતક અંજલીબેનનો પતિ ગુલાબ ગામીત જ છે. જેણે પત્ની અંજલીબેનના ચરિત્ર પર શંકા રાખી હત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગુલાબ ગામીત વિરુદ્ધ અગાઉ પણ તાપી અને ડાંગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયા છે. પોલીસે હાલ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ગુલાબ ગામીત રીઢો ગુનેગાર: ઉલ્લેખનીય છે કે આરોપી ગુલાબ ગામીતે બે લગ્ન કર્યા હતા જેમાં મૃતક મહિલા તેના પ્રથમ પત્ની હતા. આરોપી પતિ અવાર નવાર મૃતક અંજલિબેન સાથે લડાઈ ઝઘડો અને મારા મારી કરવા આવતો હતો. ગુલાબ ગામીતના અગાઉ સોનગઢ, ડાંગ અને વ્યારા પોલીસ મથકે પણ ગુના નોંધાય ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

જાણો શું કહ્યુ પોલીસે: તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે સમગ્ર ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, તારીખ 29 માર્ચના રોજ એક ચકચારી બનાવ બનવા પામેલ હતો જેમાં અંજલીબેન એમના ઘરના ઓટલાના ભાગે સૂતેલા હતા તે દરમિયાન રાત્રે કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી હત્યા કરી દીધી હતી. તાપી પોલિસ અધિક્ષકની સૂચનાથી એલસીબી, એસઓજી,પેરોલ સવોકડ, સોનગઢ પોલીસના માણસોના સંયુક્ત પ્રયાસોથી હ્યુમન રીસોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. મૃતકના પતિ ગુલાબ ગામીતે તેની પત્નીના ચરિત્ર પર શક અને વહેમ રાખી આવેશમાં આવી જઈ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરી હતી, જેમાં આરોપીની ધરપકડ કરી આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  1. જ્યાં સુધી સરહદ પર તણાવ છે ત્યાં સુધી પાકિસ્તાન સાથે ટ્રેડ સંભવ નથી : એસ જયશંકર - ડોક્ટર એસ જયશંકર
  2. એમએસ યુનિવર્સિટીની બીબીએ કોલેજમાં આતંકી હુમલો, ચેતક કમાન્ડોએ યોજી મોકડ્રિલ - Mock Drill

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.