ETV Bharat / state

મહુવામાં પત્નીના મોત બાદ પતિએ જીવન ટૂંકાવ્યું, ડોક્ટર પર ગ્રામજનોએ કર્યો ગંભીર આક્ષેપ - bhavnagar incident

ભાવનગર જિલ્લાના મહુવાના નૈપ ગામની મહિલાનું કળસારમાં આવેલી પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત નેતા કહેવાતા કનુભાઈ કળસરીયાની સદભાવના હોસ્પિટલમાં અકારણસર મૃત્યુ થયું હતું. જે બાદ ડોકટરો સામે ગંભીર આક્ષેપો થયા છે. જો કે ટૂંકા દિવસમાં પતિએ પણ જીવન ટૂંકાવતા મામલો ગરમાયો છે. જાણો વિગતે અહેવાલ..., The husband cut his life after his wife's untimely death

પત્નીના મોત બાદ પતિએ જીવન ટૂંકાવ્યું
પત્નીના મોત બાદ પતિએ જીવન ટૂંકાવ્યું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2024, 9:57 AM IST

મહુવામાં હોસ્પિટલ સારવારમાં અકાણસર પત્નીનું મોત (ETV Bharat Gujarat)

ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસાર ખાતે આવેલી સદભાવના હોસ્પિટલમાં એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જો કે થોડા દિવસોમાં જ પત્નીના વીરહમાં પતિએ પણ ગળાફાંસો ખાઈ લીધો હોવાની ઘટના સામે આવી છે. પરિવારનો આક્ષેપ છે કે મહિલાનું મૃત્યુને લઈને તેના પતિએ જીવન ટૂંકાવવી દીધું છે, પત્નીના મૃત્યુમાં હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારી હોવાથી ન્યાયની રાહમાં પતિએ જીવન ટુકાવ્યું છે.

હોસ્પિટલમાં અકારણસર મહિલાનું મોત
હોસ્પિટલમાં અકારણસર મહિલાનું મોત (ETV Bharat Gujarat)

મહુવાના કળસારની સદભાવના હોસ્પિટલની ઘટના: મહુવા પંથકના નૈપ ગામમાં રહેતા નીતેશભાઈ બારૈયા પોતાની પત્ની કાજલબેનને લઈને કળસાર ગામે આવેલી સદભાવના હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. ત્યારે 16 તારીખના રોજ સારવાર દરમિયાન કાજલબેનનું મૃત્યુ નીપજ્યું હતું. કાજલબેનના મૃત્યુને પગલે પતિ નિતેશભાઈ બારૈયા દ્વારા હોસ્પિટલના ડોક્ટર સામે બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા હતા. જો કે તેને પગલે ફરિયાદ પણ કરાઈ હતી.

પતિએ ટૂંકા દિવસોમાં જીવન ટૂંકાવ્યું: મહુવા પંથકમાં રહેતા હિતેશભાઈ બારૈયાના પત્ની કાજલબેન 16 તારીખે મૃત્યુ થયા બાદ ડોક્ટર સામે કરેલી ફરિયાદને પગલે ન્યાયની રાહમાં અંતે કંટાળીને પતિ હિતેશભાઈ બારૈયા દ્વારા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. નિતેશ ભાઈના નાનાભાઈએ જણાવ્યું હતું કે તેના ભાભીના મૃત્યુ બાદ તેના ભાઈ ન્યાય મળશે કે કેમ તેવા પ્રશ્નો વારંવાર કરતા હતા, ત્યારે આજે કંટાળીને એમને જીવન ટૂંકાવી લીધું છે. જો કે નેપ ગામના આગેવાનોએ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જઈને અધિકારીને રજૂઆત પણ કરી હતી કે ડોક્ટરની બેદરકારીના કારણે દીકરો ગુમાવવાનો સમય આવ્યો છે, જો કે થોડા સમયમાં જ તેના પતિને આપઘાત બાદ મામલો ફરી ગરમાયો છે.

પોલીસે એડી દાખલ કરી તપાસ આદરી: મહુવાના કાજલબેન હિતેશભાઈ બારૈયાના મૃત્યુના પગલે અને નિતેશભાઇ બારૈયાના આપઘાતને પગલે એએસપી અંશુલ જૈને જણાવ્યું હતું કે મહુવા પંથકની કળસાર ગામે આવેલી સદભાવના હોસ્પિટલમાં કાજલબેન નિતેશભાઇ બારૈયાનું અકારણસર મૃત્યુ નીપજ્યું હતું, જેની એડી દાખલ કરવામાં આવી હતી. હાલમાં હિતેશભાઈ બારૈયા એ પણ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તેમાં પણ એડી દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે. મેડિકલ નેગ્લિજન્સનક કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે સરકારના પરિપત્ર મુજબ ડોકટરોની કમિટી નીમ્યા બાદ તેની તપાસ પછી FIR ની કાર્યવાહી થઈ શકે છે.

  1. ગુજરાતી સિંગર વિજય સુવાળા પર થઈ FIR: જાણો શું છે મામલો - FIR on Vijay Suvada
  2. રાજકોટમાં બેંક સાથે છેતરપિંડી, ATMમાં ચેડા કરનાર ભેજાબાજ એન્જિનિયરને પોલીસે દબોચ્યો - Bank fraud in Rajkot

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.