ETV Bharat / state

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે, ગુજરાતમાંથી 6 નેતાઓને મળશે મોટી જવાબદારી - Narendra Modi sworn in as Prime Minister

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. રવિવારે સાંજે દિલ્હી ખાતે ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે. નરેન્દ્ર મોદીએ સવારે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી અને વોર મેમોરિયલ પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. Narendra Modi sworn in as Prime Minister

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે
નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 9, 2024, 3:42 PM IST

ગાંધીનગર: નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. રવિવારે સાંજે દિલ્હી ખાતે ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે. નરેન્દ્ર મોદીએ સવારે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી અને વોર મેમોરિયલ પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન એનડીએના ઘણા સાંસદોને મંત્રી તરીકે શપથ લેવા માટે બોલાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી ચૂંટાયેલા મોટાભાગના સિનિયર સાંસદોનું મંત્રી બનવાનું સ્વપ્ન છે. દિલ્હીમાં મોદી સરકાર મંત્રીમંડળ શપથ અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શપથવિધિ સમારોહ પહેલા એનડીએના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનવા અંગે ફોન આવવા લાગ્યા છે.

ગુજરાતમાંથી 6 નેતાઓને મોટી જવાબદારી: સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પણ મંત્રી બનવા કોલ આવ્યો છે. બીજું નામ મનસુખ વસાવાનું છે. તેમનું પણ ફરીવાર મંત્રી બનવું લગભગ નક્કી મનાય છે. ગુજરાતમાંથી આપણા વિદેશમંત્રી એસ.જયશંકર ફરી મંત્રી બને તેવી શક્યતા વધુ છે. જ્યારે આ વખતે રૂપાલાનું કેબિનેટમાંથી પત્તું કપાય તેવી શક્યતા છે. પરશોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન નડી શકે છે. આ સાથે અમિત શાહને પણ મંત્રી પદ મળશે તે નક્કી દેખાય છે. જશુ રાઠવા કે ધવલ પટેલમાંથી કોઈ એકને પણ મંત્રી બનાવાઈ શકે છે. ગુજરાતમાંથી 6 નેતાઓને મોટી જવાબદારી અપાય તેવી શક્યતા છે. ગુજરાતની મહિલા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળી શકે છે. આ સાથે નિમુબેન બાંભણિયાને પણ મંત્રી પદ માટે કોલ આવ્યાની ચર્ચા છે.

સી. આર. પાટીલને મોટી જવાબદારી મળી શકે: અમિત શાહને ફરી મોટી જવાબદારી મળી શકે છે. તો મનસુખ માંડવિયાને ફરી મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત સી. આર. પાટીલને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જોકે, આ વચ્ચે સી.આર. પાટીલ અને મનસુખ માંડવિયાને ફોન આવ્યો હોવાની ચર્ચા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને દિલ્હીથી ફોન આવ્યો છે. ગુજરાત ભાજપ સંગઠન બાદ હવે કેન્દ્રની સરકારમાં સી. આર. પાટીલને મોટી જવાબદારી મળી શકે છે. પાટીલ નવસારીથી સાડા સાત લાખ કરતા વધારે મતથી જીત્યા છે. તેઓ નવસારીથી ચોથીવાર સાંસદ બન્યા છે. હાલ પાટીલ પીએમ આવાસ પર પહોંચ્યા છે.

મનસુખ માંડવીયા કેંદ્રમાં મંત્રી બને તેવી શક્યતા: પોરબંદરના સાંસદ ડૉ.મનસુખ માંડવીયા ફરીથી કેન્દ્રમાં મંત્રી બને તેવી શક્યતા છે. ડો.મનસુખ માંડવીયાને ફોન કરી જાણ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી તરીકે લેવામાં આવતા શુભેચ્છાઓ આપવા આગેવાનો પહોંચ્યા છે. દિલ્હી ખાતે પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહીત આગેવાનોએ દિલ્હી ખાતે મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળની વાત કરવામાં આવે તો 2014 થી 2019 સુધી રાજ્યસભા સાંસદ અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલય કેબિનેટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે લોકસભા સાંસદ મોહન કુંડારીયા, જશવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી અને મનસુખ વસાવાને પણ ગાડી અને બંગલો મળ્યા હતા. 2019 થી 2024 સુધી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં એસ.જયશંકર, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા.

ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી: નરેન્દ્ર મોદી સરકાર ત્રીજીવાર કેન્દ્રની સત્તા મેળવવામાં સફળ થઈ છે. 2024 લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. સ્પષ્ટ બહુમતી ન હોવાને કારણે ભાજપને ટેકાની જરૂર પડી છે. ભાજપને 240 બેઠક મળતા તેમને અન્ય પક્ષોનો ટેકો લેવો પડશે. એનડીએની પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવા માટે ભાજપે સાથી પક્ષોને સાધી રાખવા પડશે. ભાજપને 240 સીટ ઉપરાંત આંધ્ર પ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીની સોળ, બિહારની જનતા દળ યુનાઇટેડને 12, શિવસેના સિંઘે જૂથની સાત, એનસીપી અજીત પાવર જુથને એક, એલજેપીને પાંચ, જીડીએસને બે સીટ મળી છે. ભાજપે સાથી પક્ષોનો ટેકો મેળવવો પડશે.

  1. દાહોદના રળિયાતી ગામે નદીમાંથી મળેલા યુવકની લાશનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ - Youth killed in Dahod
  2. જામકંડોરણા પંથકમાં અચાનક વરસાદ તૂટી પડ્યો, આકરી ગરમી બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક - unseasonal rain

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.