બનાસકાંઠા: ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના 3 તાલુકામાં ચોમાસું સિઝનના વરસાદની અછત રહેતા ખેડૂતોની કફોડી હાલત થઈ છે. જોકે બનાસકાંઠાના વાવ થરાદ અને કાંકરેજ એમ 3 તાલુકામાં જિલ્લાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જો કે ખેડૂતોને આશા હતી કે, વધુ વરસાદ આવશે. જેને લઈને ખેડૂતો દ્વારા ચોમાસુ ખેતી કરી હતી. પરંતુ વરસાદ ઓછો થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે અને ખેડૂતોએ જોયેલા સપના પર પાણી ફરી વળ્યાં છે.
3 તાલુકામાં સૌથી ઓછો વરસાદ: બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકમાં જિલ્લાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જો કે ખેડૂતોને આશા હતી કે, આ વખતે ચોમાસું સિઝનમાં સારો એવો પાક લઈશું. તેને લઈને ખેડૂતો દ્વારા બાજરી, મગ, મઠ, તલ, મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ પંથકમાં સામાન્ય વરસાદ થતા ખેડૂતોનો પાક મુરજાઇ રહ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ ખેડ ખાતર કરી વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ નહિવત થતા ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે. જોકે વરસાદ ઓછો થતાં ખેડૂતોમાં પણ ભારે ચિંતા જોવા મળી છે.
ઓછો વરસાદ અને ખાલી કેનાલથી ખેડૂતો પરેશાન: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જમીનના પેટાળમાં પાણીની અછત હોવાથી કેનાલો મારફતે સિંચાઈનું પાણી ખેડૂતોને મળે છે. જોકે દર ચોમાસે ખેડૂતોને સારા વરસાદની આશા હોય છે. પરંતુ આ વખતે ઓછો વરસાદ અને બીજી તરફ ખાલીખમ કેનાલોએ ખેડૂતોને રડતા કર્યા છે. મોંઘવારીના સમયમાં મોંઘાભાવના બિયારણ લાવી પાકતો વાવ્યો પરંતુ વરસાદ ન આવતા તે પાક ખેડૂતો બચાવી શક્યા નથી. જેથી હવે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે, સરકાર પાક નુકસાનીનો સર્વે કરે અને ખેડૂતોને આર્થિક મદદ કરે જેથી ખેડૂતો ફરી પગભર થાય અને પરિવારનું ગુજરાન કરી શકે.
ઘાસચારાના અભાવે પશુપાલકો પરેશાન: નહીવત વરસાદની અસર પશુપાલકો પર ભારે જોવા મળી હતી. કેમ કે ચોમાસુ સિઝનમાં ખેડૂતો વધુ પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર કરે છે. જેમાં જુવાર અને બાજરીનો સમાવેશ થાય છે. પરંતુ નહિવત વરસાદના કારણે જુવાર અને બાજરીના પાક સુકાવા લાગતા પશુપાલકોને જે ઘાસચારાની જરૂર હતી. તેટલા પ્રમાણમાં ન થઈ શકે તેમ હોવાથી પશુપાલકો પણ ભારે મૂંઝવણમાં મુકાયા છે. જે જોતા આ વર્ષે ઘાસચારો મોંઘો થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. બીજી તરફ ચોમાસુ બાજરીનો પાક વધુ પ્રમાણમાં ન હોવાથી પશુપાલકો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
સરકાર પાસે 3 તાલુકાનો સર્વે કરી સહાયની માંગ: વાવ તાલુકાના માવસરી ગામના યુવાન અગ્રણી કુરાભાઈ હેમજીભાઈ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વાવ, સુઈગામ અને કાંકરેજ તાલુકામાં થતા ખેડૂતો પશુપાલકોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જોકે આ મામલે સરકાર દ્વારા 3 તાલુકાનું સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.
આ પણ જાણો: