ETV Bharat / state

ભાવનગરમાં ધસમસતા પાણીમાં બસ તણાઈ, લોકોના જીવ તાળવે ચોંટ્યા - Bhavnagar Heavy rain - BHAVNAGAR HEAVY RAIN

ભાવનગર શહેર અને જિલ્લામાં સીઝનના બાકી રહી જતો વરસાદ 24 કલાકમાં સાંબેલાધાર વરસ્યો છે. નદી નાળાઓ છલકાઈ ગયા છે. વીજળી પડવાથી બળદના મોત, મુસાફરોની બસ તણાવી અને બાળકી તણાવા જેવા કિસ્સાઓ બનવા પામ્યા છે. જાણો વિગતથી - Bhavnagar Heavy rain Update

ભાવનગરમાં ધસમસતા પાણીમાં બસ તણાઈ
ભાવનગરમાં ધસમસતા પાણીમાં બસ તણાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2024, 10:56 PM IST

ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં ગત રાત્રીથી શરૂ થયેલી મેઘરાજાની ભારે બેટિંગ બીજા દિવસે પણ રાત્રી દરમિયાન સુધી યથાવત રહી છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસવાથી નદી, નાળાઓ છલકાઈ ગયા છે. 10 તાલુકામાં વરસાદ નોંધાવા પામ્યો છે, ત્યારે બસ તણાવી તેમજ અન્ય એક ઘટનામાં બાળકી તણાવી તથા અન્ય ઘટનામાં વીજળી પડવાથી બળદના મોત થવા જેવા કિસ્સાઓ પણ ઘટવા પામ્યા છે.

ભાવનગરમાં ભારે વરસાદ (Etv Bharat Gujarat)

શહેર જિલ્લામાં વરસાદ સાંબેલાધાર વરસ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં ગત રાત્રે 6 જેટલા તાલુકામાં મેઘવર્ષા થઈ હતી. પરંતુ આજ સવારથી ધીમેધાર બાદ વરસાદ થવાને કારણે જિલ્લાના 10 તાલુકાઓમાં ઘણો વરસાદ નોંધાવવા પામ્યો છે, ત્યારે જોઈએ તો આજ સવારના છ વાગ્યાથી રાત્રીના આઠ કલાક સુધીમાં કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગે વરસાદના આંકડા આ પ્રમાણે દર્શાવ્યા હતા. વલભીપુર 101 એમએમ, ઉમરાળા 49 એમએમ, ભાવનગર 86 એમએમ, ઘોઘા 115 એમએમ, સિહોર 80 એમએમ, ગારીયાધાર 31 એમએમ, પાલીતાણા 92 એમ એમ, તળાજા 39 એમએમ, મહુવા 52 એમએમ અને જેસર 47 એમએમ વરસાદ નોંધાયો છે. જિલ્લાના 10 તાલુકામક સર્વત્ર વરસાદ નોંધાવા પામ્યો છે.

ભાવનગરમાં ભારે વરસાદ

ગત રાત્રે તળાજાના બોડકી ગામે વીજળી પડી

ભાવનગર શહેરાના જિલ્લામાં ગત રાત્રે આવેલા ધોધમાર વરસાદને પગલે તળાજા પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જો કે ગત રાત્રે ગાજવીજ સાથે થયેલા વરસાદમાં તળાજા તાલુકાના બોડકી ગામે પણ વાડી વિસ્તારમાં વીજળી ખાબકી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોડકી ગામના સીમ વિસ્તારમાં રહેતા ગીગાભાઈની વાડીમાં વીજળી પડી હતી. વાડીમાં બળદ રાખવાના બનાવેલા ઢાળિયા ઉપર વીજળી પડતા, ઢાળિયામાં બાંધેલા બે બળદના મૃત્યુ નીપજ્યા હતા. ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાથીગઢ થી લઈને સાણોદર ગામ વચ્ચેના રોડ ઉપર આવેલા નાળામાં બે વ્યક્તિઓ તણાયા હોવાના સમાચાર મળી રહ્યા છે, બનાવને પગલે મામલતદારને જાણ કરતા બચાવ માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ બન્ને લોકો નાથીગઢ ગામના રહેવાસી છે.

બાળકી તણાયાની ચર્ચા અને બસ તણાઈ

ભાવનગર શહેર અને જિલ્લામાં 26 તારીખના રોજ સવારથી શરૂ થયેલા સાંબેલાધાર વરસાદને પગલે નદી, નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘોઘા તાલુકાના સારવદર ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની છૂટીને ઘરે જતી વખતે નાળામાં વહેતા પાણીમાં તણાઈ હોવાથી ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે તેની સત્તાવાર વિગતો મેળવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. તો બીજી તરફ ઘોઘાના કોળિયાક ગામથી નિષ્કલંક મહાદેવના માર્ગ ઉપર કોઝવેમાં ભારે વરસાદને પગલે વહેતા પાણીમાં બસ તણાઈ હતી. જો કે આ બસમાં યાત્રાળુ હોય જેને પગલે સ્થાનિક લોકો દ્વારા બચાવ રાહત કામગીરી હાથ ધરાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘોઘા પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર તેમાં 25થી વધારે મુસાફરો સવાર હતા. જોકે વિગતો એવી પણ મળી રહી છે કે આ ઘટનામાં અન્ય લોકો પણ હોઈ શકે છે અને તમામનો બચાવ થયો છે. જોકે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સહુના જીવ તાળવે ચોંટ્યા હતા.

  1. રાજકોટમાં 756 પશુઓના મોત મામલે આપનો વિરાધ, કહ્યું- 'ગાયોના મોત થયા હોવા છતાં આ ગૌરક્ષકો કેમ જાગતા નથી?' - Aam Aadmi Party protest in rajkot
  2. દાહોદમાં બાળકીની હત્યા મામલે નેતાઓના મૌન વચ્ચેઃ રાહુલ ગાંધીના અનામત નિવેદન પર ગુજરાતભરમાં ભાજપ કરશે વિરોધ પ્રદર્શન - BJP protest in Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.