નવસારી: નવસારીમાં પૂર્ણા નદીએ ગતરોજ તેનો રુદ્ર રૂપ બતાવ્યો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પૂર્ણાની જળ સપાટી વધી હતી. અને આક્રમક બનેલી પૂર્ણતા પ્રવાહમાં નવસારી બારડોલી માર્ગ પર સુપા ગામ નજીક પૂર્ણા નદી પર બનેલ પૂલની રેલીંગ તૂટી ગઈ હતી. પૂર્ણાનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા હતા જે પુલની રેલિંગ પર અથડાયા હતા જેથી ઘણી જગ્યાએ પુલની રેલિંગ તૂટી ગઈ હતી.
બ્રિજ તૂટતા વાહન વ્યવહાર બંધ: નદીમાં વમળ ઉઠતા ડામર રોડની સરફેસ પણ ઉખડીને પાણીમાં વહી ગઈ હતી. જોકે પૂર્ણાની રોદ્રતા બાદ પણ પુલને મોટું નુકસાન થયું નથી પુલ સક્ષમ છે અને જે રેલિંગ તૂટી છે અને રોડની સરફેસ ઉખડી છે તેનું સમારકામ આજ સાંજ સુધીમાં કરી આવતીકાલથી વાહન વ્યવહાર માટે પુલ શરૂ કરી દેવામાં આવશે. જોકે આ જ પૂરતું સુપા ગામથી ડાઈવરજન આપવામાં આવ્યું છે જે વાહનો બારડોલીથી આવશે. એ સુપાથી પેરા થઈ ધોળા પીપળા નીકળી શકશે. અને નવસારીથી બારડોલી જવા માટે પણ ધોળા પીપળાથી સુપા ગામ તરફનો રસ્તો લેવો પડશે.