મહેસાણા: આજના સમયમાં હવે દરેક ક્ષેત્રમાં છોકરીઓ આગળ આવી રહી છે. અને દરેક ક્ષેત્રે નામ રોષન કરી રહી છે. ત્યારે મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મહેસાણાની પોલીસ કર્મચારીની પુત્રી તસનીમ મીરે ફ્રાન્સમાં સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં મહેસાણાની તસનીમ મીરે મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. જેની નોંધ સી.એમ ભુપેન્દ્રભાઈ પટેલે લીધી હતી અને તેમણે ટ્વિટ કરી તસમીન મીરને અભિનંદન પાઠવ્યા હતા.
મહેસાણાની બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરની સિદ્ધિ મામલે સી.એમએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા. સી.એમે ટ્વીટ કરી તસનીમને મેળવેલી સિદ્ધિને વખાણી હતી. તસનીમ મીરને સી.એમે ગુજરાતની દીકરીને ગુજરાતના ગૌરવ સમાન ગણાવી હતી. મહેસાણાના એક પોલીસ કર્મીની દીકરીની સિદ્ધિએ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. તસનીમ મીર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચુકી છે. તસનીમ મીર ગુજરાતની દીકરીએ પ્રતિભા સંપન્ન કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.