ETV Bharat / state

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે એક જાહેરનામા દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તળાવો, નહેર, દરિયાકિનારાના પાણીમાં પ્રજાજનો-સહેલાણીઓને જવા પર પ્રતિબંધ ફરમાવ્યો. - The Additional District Magistrate

તાજેતરમાં રાજયમાં વિવિધ જળાશયોમાં ન્હાવા પડેલા વ્યક્તિઓના ડૂબી જવાની ઘટનાને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ નાગરિકોની સુરક્ષા હેતુથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક જાહેરનામા દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તાર(પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેરની હકુમત સિવાય)માં આવેલા નદી, તળાવો, નહેરો તથા દરિયાકિનારાઓના સ્થળોએ પ્રજાજનો-સહેલાણીઓએ પાણીમાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Etv Bharatસુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તળાવો, નહેર, દરિયાકિનારાના પાણીમાં પ્રજાજનો-સહેલાણીઓને જવા પર પ્રતિબંધ ફરમાવ્યો.
સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તળાવો, નહેર, દરિયાકિનારાના પાણીમાં પ્રજાજનો-સહેલાણીઓને જવા પર પ્રતિબંધ ફરમાવ્યો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 9:51 PM IST

સુરત: જાહેરનામા અનુસાર સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ૭૮ જેટલા તળાવો, નહેર, દરિયાકિનારા વિસ્તારો જેમાં કામરેજ તાલુકાના ધોરણ પારડી, ટીંબા ગામ, ડુંગરા, કામરેજ ગામ, ઉંભેળ, ઓરણા, સેગવા સહિતનો ગામો ખાતે આવેલા ઓવારા-તળાવો તેમજ પલસાણા તાલુકાના ઈંટાળવા ગામ, વાંકાનેડા ગામ, બગુમરા કેનાલ, બારડોલી તાલુકાના બારડોલી રીવરફન્ટ, હરીપુરા ખાતે હરીપુરા કોઝ વે અને વાઘેચા ગામ, ઉવા ગામ, તેન ગામની નહેર, અલ્લુ ગામ, તરભોણ ગામે સહિતના ગામોમાં નહેર, તળાવનો સમાવેશ થાય છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે એક જાહેરનામા દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તળાવો, નહેર, દરિયાકિનારાના પાણીમાં પ્રજાજનો-સહેલાણીઓને જવા પર પ્રતિબંધ ફરમાવ્યો. (Etv Bharat Gujarat)

મહુવા તાલુકાના કુંભકોતર ગામ ખાતે જોરાવરપીર અંબિકા નદી પાસેનો કિનારો, અનાવલ ગામે અનાવલ શુકલેશ્વર મહાદેવ પાસે કાવેરી નદીનો કિનારો, ઉમરા ગામ ખાતે બામણીયા ભુત પાસે અંબિકા નદીનો કિનારો, ફુલવાડી તળાવ, ઉમરા ગામે ઉમરા મધર ઈન્ડિયા ડેમ, મહુવા શંકર તલાવડી, અનાવલ, ગુણસવેલ, ધોળીકુઈ ગામોના તળાવો તેમજ ઓલપાડ તાલુકાના ડભારી દરિયાઈ બીચ, મોર, ભગવા, દાંડી દરિયાઈ વિસ્તાર અને ઉમરપાડા તાલુકાના દેવઘાટનો સમાવેશ થાય છે. આ સાથે માંડવી તાલુકાના માંડવી, વરેઠી, તડકેશ્વર, નૌગામા, વડોદ, અરેઠ સહિતના ગામોમાં આવેલ તળાવો, માંડવી નગરપાલિકા વિસ્તારમાં તાપી નદીનો ૧૫૦૦ મીટર લંબાઈ ધરાવતો પટ વિસ્તાર, બલાલતીર્થ, વરેઠ, નાનીચેર મોટી ચેર, રતનીયા, તરસાડા, વાઘનેરા, રૂપણ, કાકડવા, ખેડપુર, વરજાખણ, જાખલા, કોસાડી, ઉન, ઉમરસાડી, કમલાપોર, ગવાછી, પીપરીયા, પાટણા, વરેલી સહિતના ગામોમાં તાપી નદી તટે આવેલા સ્થળોએ તેમજ વરેહ નદીના તટે આવેલા પીચરવાણ, આમલી, સોલી, કરવલી, કીમડુંગરા, ફુલવાડી, ગોડધા, સાલૈયા, મોરીઠા, વલારગઢ,ગોડસંબા, અમલસાડી, નંદપોર, બોરી, ગોદાવાડી, ખરોલી, ગવાછી, વરેલી, પીપરીયા ગામોના તટે સહેલાણીઓ-જનતાને પાણીમાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

  1. તાંત્રિક વિધિના નામે એક વેપારી ઠગાયો, 13 લાખની છેતરપિંડીની ફરિયાદ નોધાઈ - Cheats in the name of tantric in Rajkot
  2. આજથી આચાર સંહિતા પૂર્ણ, હવે સરકારી જાહેરાતો અને કાર્યક્રમો કરી શકાશે - The code of conduct

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.