સુરત: જિલ્લાના લિંબાયત અને ચોકબજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500ની છેતરપિંડી મામલે લિંબાયત પોલીસે આરોપી દેવડ ઉર્ફ ડેવીડ જીતેન્દ્રભાઈ શિંદેને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે સોનાની 2 વીંટી, 1 મોપેડ સહીત કુલ રૂપિયા 92 000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ લિંબાયત અને ચોકબજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2.68.500 ની ખરીદી કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટનું એડીટીંગ કરેલું ઓનલાઇન પેમેન્ટનું પેજ જ્વેલર્સને બતાવી છેતરપિંડી કરી હતી.
આરોપી વિરુદ્ધ 12 ગુનાઓ નોંધાયા: જે મામલે લિંબાયત અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. લીંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. તે ઉપરાંત પકડાયેલ આરોપીએ સલાબતપુરામાંથી મોપેડની પણ ચોરી કરી હતી. એમ લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરીને 3 અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 12થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સુરતના લિંબાયત અને ચોકબજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500ની છેતરપિંડી મામલે તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મોપેડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
આરોપીએ તરકીબ લગાવીને છેતરપિંડી કરી: લિંબાયત પોલીસે આરોપી દેવડ ઉર્ફ ડેવીડ જીતેન્દ્રભાઈ શિંદેને ઝડપી પડ્યો છે. આરોપી પાસેથી પોલીસે સોનાની 2 વીંટી, 1 મોપેડ સહીત કુલ રૂપિયા 92 000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બાબતે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો 1 ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં, આરોપીએ લિંબાયતના મદીના મસ્જિદ પાસે આવેલ એક જ્વેલર્સની દુકાનમાં ગયો હતો. ત્યાંથી તેણે સોનાની 2 વીંટી ખરીદી હતી. જ્યાં તેણે ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. પરંતુ પેમેન્ટ કરવા માટે તેણે એડિટિંગ કરેલું ઓનલાઇન પેમેન્ટનું પેજ ફરિયાદીને બતાવીને કહ્યું હતું કે, તમારું પેમેન્ટ થઈ ચૂક્યું છે. એમ કહીને આરોપી ત્યાંથી જતો રહ્યો હતો.
આરોપી જ્વેલર્સને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરી: આરોપીએ આજ ઓનલાઈન પદ્ધતિથી ચોક બજાર વિસ્તારમાં આવેલ એક જ્વેલર્સને ટાર્ગેટ કરી ત્યાં પણ કેટલાક રૂપિયાનું ઘરેણાં ખરીદીને તેની સાથે છેતરપિંડી કરી હતી. બંને જ્વેલર્સના વેપારીઓને એવું લાગ્યું હતું કે, પેમેન્ટ આવી ગયું છે. પરંતુ તેઓને બાદમાં માલૂમ પડ્યું હતું કે, તેમના ખાતામાં પૈસા આવ્યા નથી. પણ તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેઓએ તાત્કાલિક પોતાની દુકાનનું સીસીટીવી ચેક કર્યું હતું. આરોપીએ મોઢા ઉપર રૂમાલ પહેરીનેં આવ્યો હતો એટલે આરોપી ઓળખમાં આવી શક્યો ન હતો. બંને જ્વેલર્સના વેપારીઓએ લિંબાયત અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ: સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ મોપેડ ચોરીનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે લિંબાયત ચોક બજાર અને સલાબતપુરા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે લિંબાયત પોલીસે ટેકનીકલ સર્વલેન્સ આધારે આરોપી દેવડ ઉર્ફ ડેવીડ જીતેન્દ્રભાઈ શિંદેને ઝડપી પાડ્યો છે. આમ પોલીસે આરોપીની ધરપકડ કરી ત્રણ અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 12થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.