બનાસકાંઠાઃ પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે આજે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડીવાયએસપી ડો. જે. જે. ગામીતની અધ્યક્ષતામાં તમામ અરજદારોને મોબાઈલ, રોકડ રકમ અને વાહનો સહિતનો તમામ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના વડગામ, છાપી, પોલિસ સ્ટેશન તેમજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિવિધ અરજદારો દ્વારા મોબાઈલ, રોકડ રકમ સહિત પોતાના વાહનોની ચોરી થઈ હોવાની ફરિયાદો નોંધવામાં આવી હતી. આ ફરિયાદો બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આ મુદ્દામાલ શોધવા માટે તજવીજ હાથ ધરી હતી. જે બાદ તે મુદ્દામાલ મળી જતા આજે તમામ અરજદારોને બોલાવી તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે.
ડીસા પોલીસે પણ લોકોને 15.55 લાખની મત્તા પાછી અપાવીઃ ડીસા પોલીસ દ્વારા પણ વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા અને ખોવાયેલા મુદ્દામાલ અને કીમતી સામાન્ય અરજદારોને પરત કરવામાં આવ્યા છે છેલ્લા ઘણા દિવસોથી અરજદારો દ્વારા તેમના માલ સામાનને લઈ પોલીસ મથકે અરજી અથવા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઇ પોલીસ દ્વારા તપાસ કરી મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો છે. જો કે જે અરજદારોનો મુદ્દામાલ મળી આવ્યો છે તે અરજદારોને આજે પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા અને એક સાથે તમામ અરજદારોને તેમનો મોબાઈલ સહિતનો કીમતી સામાન પરત આપી તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ પોલીસે કર્યો છે. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી એક વર્ષમાં 93 મોબાઈલ સહિત 15 લાખ 55 હજારથી વધુનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે ત્યારે આજે વધુ એક વાર ડીસા ઉત્તર પોલીસે પાંચમી વખતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાય 15 મોબાઇલ સાથે 2 લાખ 675નો મુદ્દામાલ અરજદારોને બોલાવીને તેમને પરત આપ્યો હતો.
હજુ જેમને પોતાની વસ્તુઓ મળી નથી તે પોલીસનો સંપર્ક કરેઃ આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યા બાદ પોલીસ દ્વારા અરજદારોને પોતાના ચોરી થયેલા કે ખોવાયેલા મુદ્દામાલ અને કિંમતી સામાન અંગે પોલીસને જરૂરી જાણકારી આપવા માટે પણ અપીલ કરી છે જેથી કરીને પોલીસ તેમનો મુદ્દા માલ પરત અપાવવામાં તેમને મદદ કરી શકે તેમજ જે લોકોને હજુ પણ મુદ્દા માલ મળ્યો નથી તેવા લોકો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેવું પણ ડીવાયએસપીએ જણાવ્યું હતું.
પાલનપુર ડીવાયએસપી કચરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં 30 જેટલા અરજદારોને 14 લાખ 35 હજાર 827 રૂપિયાનો મુદ્દામાલ પરત આપ્યો હતો. ડીવાયએસપી ડો.જે.જે. ગામીતની અધ્યક્ષતામાં 24 મોબાઇલ 5 બાઈક, 1 ટ્રેક્ટર સહિત 69 હજારની રોકડ રકમ 30 જેટલા અરદારોને પરત આપવામાં આવી હતી ત્યારે પોલીસની પ્રશંનિય કામગીરીને લઈ અરજદારોને તમામ મુદ્દામાલ પરત મળતા તેમણે પોલીસનો આભાર માન્યો હતો.
જોકે પોતાના પરસેવાની કમાણી થકી વસાવેલા કિંમતી માલ સામાન પોલીસની અથાગ મહેનત બાદ પરત મળતા અરજદારો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા બીજીતરફ પોલીસ પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમો થકી જિલ્લાના લોકો વચ્ચે વિશ્વાસની નવી કેડી કડારવામાં સફળ નિવડી છે. અયુબ પરમાર ઈટીવી ભારત બનાસકાંઠા.