ETV Bharat / state

શિક્ષક દિને ભાવિ શિક્ષકો રસ્તા પર, ગુજરાત સરકારે આપી લોલીપોપ - Teachers Protest in Gandhinagar - TEACHERS PROTEST IN GANDHINAGAR

ગુજરાત સરકારના કેટલાક નિર્ણયોને લઈને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં ઠેરઠેર વિવિધ મામલાઓને લઈને શિક્ષકો અને વિદ્યાસહાયકોના આંદોલનો સામે આવી ચુક્યા છે. હાલમાં શિક્ષક દિવસે પણ ભાવિ શિક્ષકો રોડ પર ઉતર્યા છે. જાણો શું છે સમગ્ર મામલો - Teachers Protest against Gujarat Govt. on Teachers' Day 2024

શિક્ષક દિને ભાવિ શિક્ષકો રસ્તા પર
શિક્ષક દિને ભાવિ શિક્ષકો રસ્તા પર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 4:19 PM IST

શિક્ષક દિને ભાવિ શિક્ષકો રસ્તા પર (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ફરી એકવાર ટેટ-ટાટ ઉમેદવારોએ ધામા નાખ્યા છે. શિક્ષકોની ભરતી તાત્કાલિક શરૂ કરવાની માંગણી સાથે મોટી સંખ્યામાં ભાવિ શિક્ષકો ગાંધીનગર ઉમટી પડ્યા છે. આજે શિક્ષક દિનના દિવસે ભાવિ શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે. ચ.3 થી ઘ.3 ના રસ્તા પર ટેટ ટાટ ઉમેદવારો ધરણાં પર બેઠા છે. શિક્ષકોને રસ્તા પર જોઈને ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે એક રસ્તો બંધ કરાવ્યો છે. ઉમેદવારોએ શિક્ષણ મંત્રી અને મુખ્ય મંત્રી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે.

શિક્ષક દિને ભાવિ શિક્ષકો રસ્તા પર
શિક્ષક દિને ભાવિ શિક્ષકો રસ્તા પર (Etv Bharat Gujarat)

24700 શિક્ષકોની ભરતીની જાહેરાતનું શું થયું? વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજે શિક્ષક દિવસ છે. શિક્ષક દિવસે શિક્ષકો સડક ઉપર ઉતર્યા છે. પરંતુ ગુજરાતની રાજ્ય સરકારે ભાવિ શિક્ષકોને સડક ઉપર આવવા માટે મજબૂર કર્યા છે. સાડા ત્રણ માસ પહેલા ગુજરાત સરકાર દ્વારા 24,700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે ભરતીની જાહેરાત કરતા આંદોલન સમાપ્ત કરવામાં આવ્યું હતું. સરકારે જાહેરાત કરી બાદ પણ હજી સુધી ભરતીની પ્રક્રિયા શરૂ થઈ નથી. તેથી અમે આજે રસ્તા પર ઉતાર્યા છીએ. શિક્ષણ મંત્રીના વિસ્તારમાં 107 એવી શાળાઓ છેકે જ્યાં ફક્ત એક શિક્ષકથી ચાલે છે. જે શિક્ષણ મંત્રી પોતાને વિસ્તારની શાળાનો ઉદ્ધાર ન કરી શકતા હોય તે શિક્ષણ મંત્રી રાજ્યની શાળાઓનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે તે મોટો પ્રશ્ન છે.

ભૂતકાળમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરાયું હતું. આંદોલન બાદ કેબિનેટની મિટિંગમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શૈક્ષણિક વર્ષ 2024-25માં રાજ્યભરની સરકારી પ્રાથમિક, સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડરને આખરી ઓપ અપાયો હતો. ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કરવાની સરકારે જાહેરાત કરી હતી.

કેવી હતી ભરતીની વાતો?: મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો હતો. આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે. તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.

આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે. જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.

ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.

TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.

આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યૂ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.

વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં.

રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.

આ નોટિફિકેશનનું શું થયું? આજે થયેલા આંદોલન અંગે યુવરાજસિંહે વધુમાં કહ્યું હતું કે, તે સમયે આંદોલન સમાપ્ત કરવા જે નિવેદનો કરાયા હતા તે અંગે શું થયું. આ ભરતી અંગેના વાયદાઓ ચાલ્યા પરંતુ ક્યા હુઆ તેરા વાયદા, તૂને કહા થા હમ ભરતી લાયેંગે. તમે તાયફાઓમાં વ્યસ્ત છો, સાહેબ સિંગાપોરમાં ઢોલ વગાડવામાં વ્યસ્ત છે. શિક્ષણમંત્રી પૂર ગયા પછી ફૂડ પેકેટ વિતરણમાં વ્યસ્ત છે. ત્યારે શિક્ષણ અંગે વિચારશે કોણ. ખુદ શિક્ષણમંત્રીના જ વિસ્તારમાં 107 શાળાઓ 1 શિક્ષક પર ચાલે છે. આ જે નોટિફિકેશન જાહેર કરાયું હતું. તેનું શું થયું અમે તે અંગે જાણવા માગીએ છીએ.

  1. મળો સરકારી શાળાના એ મહિલા આચાર્યને, જેણે શાળાની સાથે શિક્ષણની પણ કરી કાયાપલટ - Teachers Day 2024
  2. વલસાડ પોલીસની ઉમદા કામગીરી : માસ્ટરમાઈન્ડ "ચેક ચોર" અને આધેડની હત્યાનો આરોપી ઝડપાયો - Valsad Crime

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.