ભાવનગર: સુરત બાદ હીરામાં રાજ્યમાં બીજા નંબરે આવતો જિલ્લો એટલે ભાવનગર જિલ્લો. હાલમાં બજેટ જાહેર થઈ રહ્યું છે. એવા સમયગાળા દરમિયાન જિલ્લાના મરણપથારીએ પડેલા હીરા ઉદ્યોગ માટે સરકારે રાહત ખબર આપી છે. જે અનુસાર કાચા હીરા ઉપર કોઈ ટેક્સ લગાવવામાં આવશે નહીં. આ મુદ્દે ભાવનગર ડાયમંડ એસોસિએશને તેમનો મતને રજૂ કર્યો છે.
ભાવનગરમાં હીરા ઉદ્યોગણમાં કેટલાને રોજગારી: ભાવનગર શહેર અને જિલ્લામાં હીરા ઉદ્યોગ સાથે મોટી સંખ્યામાં પછાત વર્ગના લોકો જોડાયેલા છે. ત્યારે ભાવનગર શહેરમાં અને જિલ્લામાં અંદાજે 1 લાખથી ઉપર લોકો હાલ રોજીરોટી મેળવી રહ્યા છે. જોકે એક દાયકા પહેલાં અહીં 2 લાખથી વધુ લોકોને રોજીરોટી મળતી હતી. હાલમાં હીરા ઉદ્યોગની હાલત કફોડી છે. ભાવનગરથી પલાયન કરીને ઘણા મોટા હીરાના ઉદ્યોગકારો સુરત પોહચી ગયા છે.
બજેટમાં મળેલી રાહતને પગલે એસોસિએશનનો મત: ભાવનગર શહેરમાં ડાયમંડ એસોસિએશન દ્વારા હાલમાં કેન્દ્ર બજેટને પગલે પોતાનો મત વ્યક્ત કર્યો છે. જોકે ભાવનગર અને સુરતમાંથી હીરા તૈયાર થઈને વિદેશોમાં ઈમ્પોર્ટ થતા હોય છે. ત્યારે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં બજેટમાં કાચા હીરા વહેચતી વિદેશી કંપનીઓને વેચાણ ઉપર ભારતમાં કોઈ ટેક્સ લાગવાનો નથી. એટલે હીરા ઉદ્યોગ માટે કોઈ ખાસ ફેર પડતો નથી. જ્યારે ટેકસની રાહત એમ કહી શકાય કે, હીરા ઉદ્યોગ માટે હાલ ઓક્સિજન સમાન છે.