ETV Bharat / state

Govt School's Wall Collapsed: તાપીના ઉખલદાની પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી, 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉખલદા ગામે પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં ધોરણ 2માં અભ્યાસ કરતા કુલ 3 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Tapi Songadh Ukhalda Primary School Wall Collapsed 3 Students Injured

તાપીના ઉખલદાની પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2024, 7:54 PM IST

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

તાપીઃ સોનગઢના ઉખલદા ગામની પ્રાથમિક શાળામાં સવારે દિવાલ ધસી પડવાની ઘટના ઘટી હતી. આ ઘટનામાં શાળાના 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેય ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે વ્યારા હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓમાં ઝીલ ચૌધરી, દીપ ચૌધરી, યશવીર ચૌધરીનો સમાવેશ થાય છે.

સવારે બનેલ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ
સવારે બનેલ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ

શા માટે દિવાલ ધસી પડી?: ઉદલખા પ્રાથમિક શાળાનું બાથરુમ જર્જરિત અવસ્થામાં હતું. આ બાથરુમની દિવાલ આજે સવારે ધસી પડી હતી. જો કે શાળા તરફથી બાળકોને તે તરફ જવાની મનાઈ ફરમાવાઈ હતી. જો કે વાલીઓનું કહેવું છે કે, જર્જરિત બાથરૂમને તોડી પાડવા માટે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા. શાળા નજીક એક જર્જરિત પાણીની ટાંકી પણ આવેલી છે. જેનું સમારકામ કરવાની તાતી જરુરિયાત છે. જો સમયસર સમારકામ નહિ કરાય તો મોટી હોનારત થવાનો ભય રહેલો છે.

પ્રાથમિક શાળાના બાથરુમની દિવાલ ધસી પડી
પ્રાથમિક શાળાના બાથરુમની દિવાલ ધસી પડી

આજે ઉખલદા પ્રાથમિક શાળામાં બાથરૂમની દિવાર તૂટી પડી હતી. જેમાં 3 છોકરાઓને ઈજા પહોંચી હતી. 1 વિદ્યાર્થીને વધારે વાગ્યું છે તેને એકલવ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે. જ્યારે 2 બાળકોને વ્યારાની રેફરલ હોસ્પિટલ માં રાખવામાં આવ્યા છે. શાળાની બાજુમાં પાણી ટાંકી પણ તૂટી પડે એમ છે પરંતુ સરકાર એમા કંઈ કરતી નથી...સન્મુખ ચૌધરી(વાલી, ઉદલખા, સોનગઢ)

આજે જે ઘટના બની તેમાં એ જગ્યા પર ન જવા માટે બાળકોને અગાઉથી સૂચના આપવામાં આવી હતી. તે જગ્યા પર પહેલા બાળકો જતા ન હતાં અત્યાર સુધી શાળામાં જે નવું બાથરૂમ બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે બાળકોને થોડું પગમાં વાગ્યું તેથી અમે તાત્કાલિક સારવાર માટે લઈ ગયા અને એક્સરે કરાવ્યો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી...હરીશભાઈ(આચાર્ય, ઉદલખા પ્રાથમિક શાળા, સોનગઢ)

  1. રાજકોટની સરકારી શાળા જર્જરિત હાલતમાં જોવા મળી, વિદ્યાર્થીઓ માટે જોખમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.