પોરબંદર: બળેજ તથા માધવપુર તથા વર્તુ નદીમાં મોજે ફટાણા ખાતે ગેકાયદેસર ચાલતા ખનન પર રેવન્યુ વિભાગ તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી કુલ- ૧૬ ચકરડી મશીન, ૧-હિટાચી મશીન, ૧-પથ્થર ભરેલ ટ્ર્ક, ૧-ડમ્પર, ૩-ટ્રેક્ટર, ૨-જનરેટર સહીત અંદાજે રકમ રૂ. એક કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને લાગુ પોલિસ સ્ટેશનમાં જમાં કરાવેલ છે. જેમાં તા.૨૩/૦૫/૨૦૨૪ના રોજ બાતમીના આધારે સાંજના સમયે પ્રાંત અધિકારી તથા તેમની ટીમ દ્વારા વર્તુ નદીમાં ફટાણા ગામની સીમમાં રેડ પાડી લીઝ વિસ્તારની બહાર ચાલતા, ૧-હિટાચી મશીન, તથા ૧-ડમ્પર, જપ્ત કરી બગવદર પોલિસ સ્ટેશન ખાતે જમાં કરાવેલ છે.
તા.૨૪/૦૫/૨૦૨૪ના રોજ બળેજ ખાતે પ્રાંત અધિકારી અને તેમની ટીમ તથા મામલતદાર પોરબંદર( ગ્રામ્ય) અને તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે રાત્રીના સમયે ખાનગી વાહનમાં દરોડા પાડી ૩-ચકરડી મશીન, ૧-ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે તેમને લાગૂ પોલીસ સ્ટેશનમાં જમાં કરાવેલ છે.
તા.૨૬/૦૫/૨૦૨૪ના રોજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય) અને તેમની ટીમ તથા ખાણ ખનીજ શાખા પોરબંદરની સંયુક્ત ટીમ દ્વારા મોજે બળેજ ખાતે ગેરકાયસેદર ચાલતી ખાણોમાં રેડ પાડી કુલ-૧૦ ચકરડી મશીન અને ૧- જનરેટર જપ્ત કરી લાગુ પોલિસ સ્ટેશનમાં જમાં કરાવવામાં આવેલ છે.
તા.૨૭/૦૫/૨૦૨૪ના મામલતદાર પોરબંદર ગ્રામ્ય તથા તેમની ટીમ દ્વારા માધવપુર ગામમા સરકારી જમીનમાં ગેરકાયદેસર ચાલતી ખાણમાં રેડ પાડી, ૧- પથ્થર ભરેલ ટ્ર્ક, ૧-ટ્રેક્ટર, ૩-ચકરડી, ૧-જનરેટર જપ્ત કરી લાગુ પોલિસ સ્ટેશનમાં કબજો સોપેલ છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટર પોરબંદરની યાદીમાં જણાવાયું છે.
2.લોકસભા ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી રજૂઆત - Loksabah Election 2024