ETV Bharat / state

લંપટ સ્વામી નારાયણ સ્વરૂપદાસના આગોતરા જામીન મંજૂર, સંસ્થાના મેનેજરની રેગ્યુલર જામીન અરજી ફગાવાઈ - Swami narayan swarup das bail - SWAMI NARAYAN SWARUP DAS BAIL

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખીરસરા સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરૂકુળના બે સંતો અને સંચાલક સામે નોંધાયેલ પોલીસ ફરિયાદમાં કોર્ટે સ્વામી નારાયણસ્વરૂપદાસના આગોતરા જામીન મંજૂર કર્યા છે. જ્યારે મેનેજર મયુર કાસોદરીયાના રેગ્યુલર જામીનની અરજીને રદ કરી છે. જાણો શું હતો સમગ્ર મામલો...

ઉપલેટાના ખીરસરા ગુરુકુળમાં દુષ્કર્મ અને ગર્ભપાતના પ્રકરણ,
ઉપલેટાના ખીરસરા ગુરુકુળમાં દુષ્કર્મ અને ગર્ભપાતના પ્રકરણ, (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 9:25 AM IST

ઉપલેટાના ખીરસરા ગુરુકુળમાં દુષ્કર્મ અને ગર્ભપાતના પ્રકરણ, (Etv Bharat Gujarat)

રાજકોટ: ઉપલેટા તાલુકાના ખીરસરા ગુરૂકુળ દુષ્કર્મ પ્રકરણમાં જેતપુરના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ લીલાભાઈ ચુડાસમાએ નારાયણસ્વરૂપદાસ સ્વામીની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે જ્યારે સંસ્થાના મેનેજર મયુર કાસોદરિયાની રેગ્યુલર જામીન અરજી પણ રદ કરેલી છે.

સ્વામી નારાયણસ્વરૂપદાસના આગોતરા જામીન મંજૂર કરતી ધોરાજી કોર્ટ
સ્વામી નારાયણસ્વરૂપદાસના આગોતરા જામીન મંજૂર કરતી ધોરાજી કોર્ટ (Etv Bharat gujarat)

આ બાબતે જેતપુરના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ લીલાભાઈ ચુડાસમા સમક્ષ બે જામીન અરજીઓ મૂકવામાં આવેલી હતી જેમાં મેનેજર મયુર કાસોદરિયાની ધરપકડ થઈ ગઈ છે, ત્યારે આ બાબતમાં તેમની રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી આ સાથે નારાયણસ્વરૂપદાસ સ્વામીની આગોતરા જામીન અરજી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી.

સંસ્થાના મેનેજર મયુર કાસોદરિયાની રેગ્યુલર જામીન અરજી રદ
સંસ્થાના મેનેજર મયુર કાસોદરિયાની રેગ્યુલર જામીન અરજી રદ (Etv Bharat gujarat)
નામદાર અદાલતે તપાસ કરનાર અધિકારીના સોગંદનામાં રજૂ થયેલા વીડિયો ક્લિપ અને તપાસના કાગળ જોતા મેનેજર મયુર કાંસોદરિયા ભોગ બનનાર મહિલાને તેડવા મુકવા તથા અન્ય વ્યવસ્થા કરવા ગયેલા હોય તથા ગર્ભપાત વખતે દવાઓ આપવા પણ ગયેલા હોય તે હકીકતને દલીલને ધ્યાને લઈ અને મેનેજર મયુર કાસોદરિયાની રેગ્યુલર જામીન અરજી રદ કરેલી છે. આ સાથે સ્વામિ નારાયણસ્વરૂપદાસ સામે ભોગ બનનારના કોઈ વિશેષ આક્ષેપો નથી અને બનાવ વખતે તેમની હાજરી નથી કે તપાસના કાગળો ઉપરથી બનાવમાં તેમનું કોઈ ઇન્વોલ્વમેન્ટ પ્રાઇમાફેસી દેખાતું નથી ત્યારે આ હકીકતને ધ્યાનમાં લઈને તપાસના કામે સ્વામી નારાયણસ્વરૂપદાસની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની કોઈ જરૂરિયાત પ્રાઇમ ફેસી જણાતી નથી તેવું માનીને સ્વામી નારાયણસ્વરૂપદાસના આગોતરા જામીન મંજૂર કરેલા છે જ્યારે મયુર કાસોદરિયાના રેગ્યુલર જામીન અરજીને કોર્ટે ના મંજૂર કરી છે.
સ્વામી નારાયણ ગુરૂકુળ ખીરસરા
સ્વામી નારાયણ ગુરૂકુળ ખીરસરા (Etv Bharat gujarat)

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત શૈક્ષણિક સંસ્થાના બે સ્વામી તેમજ એક સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં આ બનાવમાં દુષ્કર્મ, ગર્ભપાત સહિતની બાબતોની પોલીસ ફરિયાદ નોંધાય અને ત્યારબાદ થયેલી કાર્યવાહીમાં શરૂઆતથી જ પોલીસની કામગીરીઓ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા.

આ બાબતમાં ફરી વખત હજુ પણ પોલીસની કામગીરીઓ ઉપર અને તપાસની કામગીરીઓ ઉપર શંકાઓ ઉદ્ભવી રહી છે અને સાથે આ બાબતમાં યોગ્ય અને કડકાઈ રીતે કાર્યવાહી ન થતી હોય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આ બનાવમાં એવા ભૂતકાળની અંદર પણ પોલીસ ફરિયાદ નોંધાઈ અને માહિતીઓ છુપાવવમાં આવી રહી હતી ત્યારથી જ પોલીસની કામગીરી ઉપર લોકોએ શંકા ઊભી કરી હતી તેમ પુનઃ કોર્ટ કાર્યવાહીમાં અને અન્ય તપાસની કામગીરીમાં પણ પોલીસની ઢીલી નીતિ ચાલતી હોય તેવા લોકોએ સવાલો ઉભા કર્યા છે.

  1. સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સામે પોલીસ ફરિયાદ બાદ, પીડિત યુવતીએ મીડિયા સમક્ષ વ્યથા જણાવી - Rajkot Swami Narayan Saint Issue
  2. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની વધુ એક લંપટ લીલા, યુવતી સાથે ખોટા લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યાનો ઘટસ્ફોટ - Accusation of the Swami of Upleta

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.