ETV Bharat / state

સુરત: સાયબર ક્રાઈમના આરોપમાં બિલ્ડર અને તેના બે પુત્રોની ધરપકડ, પોલીસને 497 સિમ, 29 ચેકબુક અને 16 લાખ રોકડા મળ્યા - SURAT CYBER CRIME

સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સફિયા મંઝિલ બિલ્ડિંગ પર દરોડો પાડ્યો હતો અને માલિક મકબૂલ અને તેના બે પુત્રો કાસિફ અને માઝની ધરપકડ કરી હતી

સુરત પોલીસ કમિશનરની તસવીર
સુરત પોલીસ કમિશનરની તસવીર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2024, 10:15 PM IST

સુરત: પોલીસે સુરતમાં દરોડામાં સફિયા મંઝીલ બિલ્ડિંગના માલિક અને તેના બે પુત્રોની, સાયબર ક્રાઇમના ગુનામાં ધરપકડ કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના માલિક, મકબૂલની તેના બે પુત્રો કાસિફ અને માઝ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસને 29 ચેકબુક, 497 સિમકાર્ડ અને 16 લાખ રોકડા મળ્યા
ANI સાથે વાત કરતા ગેહલોતે કહ્યું, "સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સફિયા મંઝિલ બિલ્ડિંગ પર દરોડો પાડ્યો હતો અને માલિક મકબૂલ અને તેના બે પુત્રો કાસિફ અને માઝની ધરપકડ કરી હતી." આ ઉપરાંત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, કુલ 10 બેંક પાસબુક રિકવર કરવામાં આવી છે, જેમાં 8 બચત ખાતાની પાસબુક, 29 અલગ-અલગ બેંકની ચેક બુક, 38 ડેબિટ બેંક કાર્ડ, 497 સિમ કાર્ડ, બે પૈસા ગણવાના મશીનો અને છેતરપિંડી આચર્યા બાદ તેમના પાસે રહેલા 16 લાખ 95 રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દુબઈ અને થાઈનું 1 લાખનું ચલણ પણ મળી આવ્યું હતું.

આરોપીનો પુત્ર દુબઈમાં ચલાવતો હવાલા રેકેટ
મકબૂલનો ત્રીજો પુત્ર, જે વોન્ટેડ છે અને ચોથી વ્યક્તિ મહેશ દેસાઈ દુબઈમાં 'હવાલા રેકેટ' ચલાવે છે. આ બંને મકબૂલને પૈસા મોકલતા હતા. મકબૂલનું કામ ક્રિપ્ટોકરન્સી ધરાવતા લોકોને લૂંટવાનું અને તેમને રોકડ આપવાનું હતું. આમાંથી અંદાજે 10 ટકાનો નફો મેળવ્યો હતો અને મળેલા પૈસાને દુબઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કામ દ્વારા છેલ્લા બે વર્ષમાં 100 કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા છે. મકબૂલના ચીન અને દુબઈની બેંકોમાં પણ એકાઉન્ટ છે. તેની પાસે કેટલીક મિલકતો પણ છે." આ લોકોનું નેટવર્કિંગ સમજવા માટે તપાસ હાલમાં ચાલી રહી છે. અન્ય બે આરોપીઓને પકડવા માટે સેન્ટ્રલ એજન્સીઓ પણ જોડાશે.

આ પણ વાંચો:

  1. રાજકોટના સોની વેપારી સાથે 2.56 કરોડની ઠગાઈ: આરોપીઓ સોનું લઈને ફરાર, જાણો કેવી રીતે બની આ ઘટના...
  2. દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઈને દાંતમાં દુખાવો થતાં સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.