ETV Bharat / state

સુરતની ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વેન્સમાં હવે 'ગાડીવાલા આયા... કચરા નિકાલ' ગીત નહી સંભળાય, જાણો કેમ ? - Surat SMC - SURAT SMC

સુરત શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વેન્સમાં હવે 'ગાડીવાલા આયા... કચરા નિકાલ' સાંભળવા મળશે નહીં. હવેથી આ વેન્સમાં મતદાન જાગૃતિ અંગે સંદેશો સાંભળવા મળશે. વધુ મતદાન થાય તે માટે સુરત મહા નગર પાલિકાની તમામ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વેન્સમાં મતદાન જાગૃતિ અંગે સંદેશા સંભાવવામાં આવશે. Surat SMC

હવે 'ગાડીવાલા આયા... કચરા નિકાલ' સાંભળવા મળશે નહીં.

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 7:18 PM IST

હવે 'ગાડીવાલા આયા... કચરા નિકાલ' સાંભળવા મળશે નહીં.

સુરતઃ શહેરમાં સવારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વેન્સમાં 'ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ...' ગીત સાંભળતા હતા. જો કે હવે તેમાં મતદાર જાગૃતિ માટેની ઓડિયો ક્લીપ સાંભળવા મળશે. હવે મતદાનના દિવસ એટલે કે 7મે સુધી ખાસ ઓડિયો કલીપ સાંભળી શકશો.

વધુ મતદાનની અપીલઃ લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે પૈકીનો એક પ્રયત્ન છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વેન્સમાં મતદાર જાગૃતિ માટેની ઓડિયો ક્લીપ પ્લે કરવી. જેનાથી આ વેન્સ જે પણ વિસ્તારોમાં જશે તેમાં રહેતા મતદાતાઓને મતદાન અંગે માહિતી અને પ્રેરણા મળી રહે. આ નિર્ણય પાછળ મુખ્ય ઉદ્દેશ મતદાતાઓમાં મતદાન અંગેની જાગૃતિ ફેલાવવાનો છે.

ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને મતદાન અંગે જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની 1048 જેટલી વેન્સમાં મતદાન જાગૃતિ અંગે ખાસ ઓડિયો ક્લીપ સાંભળાવવામાં આવશે. જેથી સુરત શહેરમાં જ્યાંથી પણ આ વેન્સ પસાર થશે ત્યાં રહેતા મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ આવશે. જેને લીધે મતદારો 7મેના મતદાન કરવા પ્રેરાશે...શાલિની અગ્રવાલ(મ્યુનિસિપલ કમિશ્નર, સુરત)

હોર્ડિંગ્સ દ્વારા પણ મતદાનની અપીલઃ સમગ્ર શહેરમાં આશરે 57 જેટલી આઉટડોર એલઈડી લગાડવામાં આવશે. આ મુદ્દે શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજ, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર હોર્ડિંગ્સ દ્વારા પણ મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવામાં આવશે. જેના માટે આશરે 57 જેટલી આઉટડોર એલઈડી લગાડીને મતદાનની અપીલનું ડિસ્પ્લે કરવામાં આવશે.

  1. Surat News: કતારગામ સ્વિમિંગ પૂલની ફીમાં ઝીંકાયેલા વધારાનો સ્વિમર્સે કર્યો વિરોધ
  2. Surat News : તાપી નીર મિનરલ વોટર પ્રોજેકટ સાથે તૈયાર સુરત મનપા, પાણીમાંથી ફરીવાર પાણીદાર કમાણી કરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.