સુરત: શહેરની રાજ ટેક્સટાઈલ માર્કેટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કેટલાંક લોકો લાકડીઓ અને ઢીંકાપાટુ વડે કામદાર પર હુમલો કરતા દેખાઈ રહ્યાં છે. આરોપ છે કે માર્કેટ બનાવનાર બિલ્ડર અને માર્કેટ મેનેજરે અન્ય લોકો સાથે મળીને એક કામદાર સાથે મારપીટ કરી હતી. આ મામલો શહેરના પૂના ગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજ ટેક્સટાઈલ માર્કેટનો છે. અહીં કેટલાક લોકોએ પીડિત કામદારને લાકડીઓ વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો. પીડિત કાપડ માર્કેટમાં પાર્સલ લિફ્ટર તરીકે કામ કરે છે. રાજ ટેક્સટાઇલ માર્કેટ બનાવનાર બિલ્ડર મુકેશ નાહટા અને માર્કેટ મેનેજર રાકેશ જૈન સહિત અન્ય લોકોએ તેને માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડરે પૈસા ચૂકવ્યા હતા અને હુમલો કરવા માટે ગુંડાઓને બોલાવ્યા હતા.
મજૂર સાથે બર્બરતાનો વીડિયો વાયરલ: બીજી તરફ આ ઘટનાને લઈને માર્કેટમાં કામ કરનાર અન્ય મજૂરો પણ હડતાળ પર ઉતરી ગયા હતા. જ્યારે સુરત કપડા વેપારી સંગઠન ફોસ્ટાએ પણ આ બાબતની નોંધ લીધી હતી અને પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે FIR નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ વીડિયો વાયરલ થયાં બાદ પોલીસ પમ એક્શનમાં આવી હતી.
પીડિત કામદારે જણાવી બબાલનું કારણ: પીડિત કામદાર શિવ બાબુ તિવારીએ જણાવ્યું હતુ કે, અમે પાર્સલ લિફ્ટર તરીકે કામ કરીએ છીએ. ગઈકાલે અમે બિલ લેવા ગયા હતા. અમને ફોન આવ્યો કે તમારા બે પાર્સલ બળી ગયા છે. જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે કેન્ટીન પાસે બે પાર્સલ સળગી ગયા હતા. ત્યાં ચાર લોકો બેઠા હતા. જેમાં બિલ્ડરો નટુભાઈ, મુકેશ નાહટા, લચ્છુ, કપિલ અને દુર્ગેશ હતા. જ્યારે લોકોએ પૂછ્યું કે અહીં પાર્સલ કોણે રાખ્યું છે તો તેઓએ કહ્યું કે અમે રાખ્યા છે. જ્યારે તેણે કહ્યું કે આ પાર્સલ મૂકવાની જગ્યા નથી ત્યારે તેણે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તેમણે વિરોધ કર્યો તો તેઓએ માર મારવાનું શરૂ કર્યું. લગભગ અડધા કલાક સુધી તેને લોખંડના સળિયા અને જે કાંઈ હાથમાં આવ્યું તેના વડે માર મારવામાં આવ્યો હતો.
4 લોકો સામે FIR: સુરત પોલીસના એસીપી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થયા બાદ અમે તપાસ હાથ ધરી હતી આ વચ્ચે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક વેપારીઓએ પણ આ અંગે જાણકારી આપી હતી. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.