સુરત : વેલેન્ટાઇન્સ ડેને લઈને મહિના પહેલા તૈયારીઓ થતી જોવા મળે છે અને તેમાં પણ ખાસ કરીને ગુલાબના ફૂલ, ટેડીબિયર, બુકે અને ચોકલેટની ડિમાન્ડમાં ધરખમ વધારો નોંધાય છે. પરંતુ આ વર્ષે Valentine's Day 2024 પર બજારમાં વિદેશી ફૂલોથી સજજ બુકેની ડિમાન્ડ જોવા મળી રહી છે. થાઈલેન્ડ સહિતના અન્ય દેશમાંથી આવતા ફૂલોનો ઉપયોગ કરીને હજારો રૂપિયાના બુકે પ્રેમી - પ્રેમિકા, પતિ - પત્ની બનાવડાવી રહ્યા છે.
200થી વધુ બુકેના ઓર્ડર : પહેલાના સમયમાં પણ એકબીજાને ફૂલો આપી પ્રેમ વ્યકત કરાતો હતો. એટલું જ નહીં તે સમયે કોઈ સામેથી તો કોઈ પુસ્તકમાં પોતાનું ગુલાબ રાખી પ્રેમનો ઈઝહાર કરતા હતા. ત્યારે આજની યુવા પેઢી માટે પણ ફૂલો એવરગ્રીન છે. આજે પણ ઘણા લોકો રેડ રોઝ આપી પોતાના પ્રેમ દર્શાવે છે તો તેની સામે ઘણા યુવાઓ એવા પણ છે કે જે ખાસ બુકે તૈયાર કરાવીને પોતાના પ્રેમને બતાવે છે. જેને લઈને બજારમાં દેશી વિદેશી એમ લાખો રૂપિયાના દરેક પ્રકારના ફૂલનો સ્ટોક કરીને અવનવા બુકેના ઓર્ડર પુરા કરવામાં આવી રહ્યા છે. લોકો રૂ. 200 થી શરૂ કરીને 1 લાખ સુધીના બુકે પણ તૈયાર કરાવે છે. લોકો કિંમત પ્રમાણે 1 ફૂટથી લઈને 15 ફૂટ સુધીના બુકે તૈયાર કરાવી રહ્યા છે. ત્યારે 30 વર્ષ થી પાર્લે પોઈન્ટ વિસ્તારમાં બુકે બનાવતા વેપારીને 200 થી વધુ બુકેના ઓર્ડર મળ્યા છે.
બેંગ્લોર, પૂણેથી આવતા 15 પ્રકારના ગુલાબ અને તેની સાથે અલગ અલગ વિદેશી ફૂલો, ગુલાબ, ગ્રીનરી, ટેડીબિયર, બલૂન વગેરે મૂકીને તૈયાર કરવામાં આવેલા આકર્ષક બુકે યુવાઓની પસંદ બન્યા છે. વેલેન્ટાઇન ડેને લઈને સૌ કોઈ તેમના પાર્ટનર માટે ક્રિએટિવ અને ઈનોવેટિવ ગિફ્ટ આપવાનું વિચારતા હોય છે. જેને લઈને આ વર્ષે કોમ્બો બુકેના ઓર્ડર વધુ મળી રહ્યા છે. રેગ્યુલર ફ્લાવર બુકે, બોક્સ બુકે , બાસ્કેટ બુકેમાં દેશી વિદેશી ફૂલો, ટેડીબિયર , ચોકલેટ અને બલૂનને સેટ કરીને અમે બુકે બનાવ્યા છે. જેટલા અલગ અલગ દેશોમાંથી ખાસ વિદેશી ફૂલો મંગાવવામાં આવ્યા છે. અન્ય દિવસોમાં ગુલાબની કિંમત 20 થી 25 રૂપિયા હોય છે જ્યારે આજના દિવસે 50 થી 60 રુપિયા છે...વિકી ભાઈ (ફૂલ વિક્રેતા)
વિદેશી ફૂલોના ભાવ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,જેમાં ખાસ કરીને થાઈલેન્ડથી હાઈજીંજર (રૂ.800 /નંગ) , એનથોરિયમ (રૂ.150/નંગ) , ક્યુલિપ્સ (રૂ.400/નંગ), લીલિયમ (રૂ.300/નંગ) , નેમોનીયમ (રૂ.100/નંગ) વગેરે ફૂલ મંગાવ્યા છે. કિંમત પ્રમાણે અલગ અલગ સાઈઝના બુકે બનાવાઈ છે. રૂ. 200 રૂપિયાથી શરૂ કરીને લાખો રૂપિયા સુધીના બુકે બને છે.
વેલેન્ડાટઇન ડે પર પ્રતિક્રિયા : અનિતા ગુપ્તાએ કહ્યું કે વેલેન્ટાઈન ખૂબ જ ખાસ છે, લગ્નને સાડા ત્રણ વર્ષ થઈ ગયા છે, લોકો કહે છે કે લગ્નમાં જેમ જેમ વધુ સમય પસાર થાય છે તેમ તેમ પ્રેમ ઓછો થવા લાગે છે. પરંતુ આ પ્રેમને ઓછો થવા દેવો જોઈએ નહીં, તેથી 365 જે અમે પ્રેમને જાહેર નથી કરી શકતાં તેથી અમે વેલેન્ટાઈન ડે પર અમારો પ્રેમ વ્યક્ત કરીએ છીએ. સામાન્ય દિવસોમાં ફૂલોની કિંમત ઓછી હોય છે પરંતુ આજે તે ખૂબ જ વધારે છે, તેમ છતાં મેં મારા પતિ માટે સરપ્રાઈઝનું આયોજન કર્યું છે, કાર અને ઘરની સજાવટ કરી છે, ભેટો ખરીદી છે જેથી આજનો દિવસ ખાસ બની શકે.