સુરતઃ સીમકાર્ડ ખરીદતા ગ્રાહકોને ખબર જ નથી કે તેમના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને અન્ય સીમકાર્ડને એક્ટિવેટ કરી વેચવામાં આવી રહ્યા છે. સુરત સારોલી પોલીસે જે 3 આરોપીઓની ધરપકડ કરી છે તેઓ સીમકાર્ડ ખરીદવા માટે આવનાર ગ્રાહકોના જરૂરી ડોક્યુમેન્ટસ અને 2 વાર ફિંગર પ્રિન્ટ પણ મેળવી લેતા હતા. આ મોડસ ઓપરેન્ડીથી આરોપીઓ છેતરપિંડી કરતા હતા.
2000 રુપિયામાં વેચતાઃ આરોપીઓ આ પ્રી એક્ટિવેટેડ સીમ કાર્ડ માત્ર 2000 રૂપિયામાં વેચી દેતા હતા. જેનો ઉપયોગ ઓનલાઈન ગેમ, ક્રિકેટના સટ્ટા સહિત ઠગાઈ માટે વાપરવામાં આવતા હતા. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સરોલી પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી ચંદુ પાસેથી 272, ઓમ પ્રકાશ પાસેથી 200 અને અન્ય આરોપી પંકજ પાસેથી 200 પ્રી એક્ટિવેટેડ સીમ કાર્ડ મળી આવ્યા છે. આ લોકો મુંબઈથી ગેરકાયદેસર રીતે સીમકાર્ડ ખરીદીને સુરતમાં વેચતા હતા. મુંબઈના મુખ્ય આરોપી મુકેશ તેમજ ભગવાન પાસેથી તેઓએ માત્ર 750 રૂપિયામાં સીમકાર્ડ લાવ્યા હતા અને સુરતમાં 1100 રૂપિયાથી લઈ ₹2,000 માં વેચતા હતા. આ લોકો 672 સીમકાર્ડ વેચીને 2.68 લાખ રૂપિયા કમાવાના હતા.
5000 પ્રી એક્ટિવેટેડ સીમકાર્ડ વેચ્યાઃ ઉલ્લેખનીય છે કે આરોપીઓએ અત્યાર સુધીમાં 5,000થી પણ વધુ સીમકાર્ડ વેચ્યા હોવાની જાણકારી પોલીસને મળી છે. આરોપીઓ ગ્રાહકોને બાયોમેટ્રિક એરર જણાવીને ફિંગર પ્રિન્ટ 2 વખત લેતા હતા. મુંબઈના ભગવાન અને મુકેશ પાસેથી આ લોકો સીમકાર્ડ ખરીદતા હતા. સીમકાર્ડ ખરીદતા ગ્રાહકોને ખબર જ નથી કે તેમના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને અન્ય સીમકાર્ડને એક્ટિવેટ કરી વેચવામાં આવી રહ્યા છે. સુરત સારોલી પોલીસે જે 3 આરોપીઓની ધરપકડ કરી છે તેઓ સીમકાર્ડ ખરીદવા માટે આવનાર ગ્રાહકોના જરૂરી ડોક્યુમેન્ટસ અને 2 વાર ફિંગર પ્રિન્ટ પણ મેળવી લેતા હતા. આ મોડસ ઓપરેન્ડીથી આરોપીઓ છેતરપિંડી કરતા હતા.