ETV Bharat / state

Surat News : કેન્સરના ફોર્થ સ્ટેજમાં બોર્ડની પરીક્ષા આપી રહી છે અંજલિના અંસારી, કેન્સરને માત આપી સીએ બનવાની પ્રબળ ઈચ્છા

ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે સુરતની અંજલિના અન્સારીની પરીક્ષા સામાન્ય પરીક્ષા નથી, પણ જીવનમૃત્યુની પરીક્ષા છે. એસ્ટ્રોસાયટોમા કેન્સરના ચોથા સ્ટેજમાં અસહ્ય પીડા વચ્ચે તે પરીક્ષા આપી રહી છે. જાણો તેના સંઘર્ષની વાત.

Surat News : કેન્સરના ફોર્થ સ્ટેજમાં બોર્ડની પરીક્ષા આપી રહી છે અંજલિના અંસારી, કેન્સરને માત આપી સીએ બનાવી પ્રબળ ઈચ્છા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 13, 2024, 2:28 PM IST

Updated : Mar 13, 2024, 7:31 PM IST

અસહ્ય પીડા વચ્ચે પરીક્ષા આપતી વિદ્યાર્થિની

સુરત : અન્સારી અંસારી કેન્સરના ચોથા સ્ટેજમાં છે તેમ છતાં દૃઢ નિશ્ચય સાથે તે બોર્ડની પરીક્ષા આપી રહી છે. અંજલિના અન્સારીએ અસહ્ય પીડા અને કીમોથેરાપી સામે હાર માની નથી. તે દરરોજ પેઈન કિલર અને કેન્સરની દવાઓ ખાઈ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છે. 2 મહિના પહેલા જ અંજલિના અન્સારીને ખબર પડી કે તે કેન્સરથી પીડિત છે. અસહ્ય પીડા છતાં પણ અંજલિના અન્સારીએ હાર ન માની અને બોર્ડની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. અંજલિના અન્સારીને પૂર્ણવિશ્વાસ છે કે તે એક દિવસ કેન્સરને માત આપીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશે.

એસ્ટ્રોસાયટોમા કેન્સર : ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, વિદ્યાર્થીઓએ આખું વર્ષ બોર્ડની પરીક્ષા માટે મહેનત કરી છે. જેમાં સુરતની અંજલિના અન્સારી પણ છે જે પરીક્ષા માટે અંજલિના અન્સારીએ એક વર્ષ તૈયારી કરી હતી. તેને પરીક્ષાના બે મહિના પહેલા જ ખબર પડી કે તેને એસ્ટ્રોસાયટોમા કેન્સર છે. અંજલિના અન્સારી તેના માતાપિતાને પગના દુખાવાની ફરિયાદ કરતી હતી. શરૂઆતમાં ડોક્ટરોએ કહ્યું હતું કે કેલ્શિયમ ઓછું હોઈ શકે છે. પરંતુ બાદમાં જ્યારે વિગતવાર રિપોર્ટ આવી તો જાણવા મળ્યું કે તે એસ્ટ્રોસાયટોમા કેન્સરના બીજા સ્ટેજમાં છે. અંજલિના અન્સારીને સુરતમાં કીમોથેરાપી આપવામાં આવી રહી હતી. પરંતુ તેના શરીર પર તેની કોઈ અસર થતી ન હતી. જેના કારણે માતાપિતા ખૂબ જ ચિંતિત હતાં અને તેઓએ મુંબઈમાં કીમોથેરાપી કરાવવાનું શરૂ કર્યું હતું.

દવા લેતાં લેતાં પરીક્ષા આપી : 12 કોમર્સ અભ્યાસ કરતી અંજલિના અન્સારીને બે મહિના પહેલાં જ ફોર્થ સ્ટેજનું એસ્ટ્રોસાઇટોમા કેન્સર ડિટેક્ટ થયું હતું. અંજલિનાએ મેડિકલ ટીમની હાજરી વચ્ચે પરીક્ષા આપી રહી છે. પરીક્ષા પહેલા તેને અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. દુખાવો સહન ન થતાં તેણે રડતાંરડતાં અને દવા લેતાંલેતાં પરીક્ષાની તૈયારીઓ કરી છે. એટલું જ નહીં, પરીક્ષા સમયે જ અંજલિના કિમોથેરાપી લેવાની હતી પરંતુ પરીક્ષાને ધ્યાનમાં રાખી તે કીમો લેવા માટે મુંબઈ ગઈ નહોતી.

સખત પીડા હોવા છતાં, હું દરરોજ પરીક્ષા આપવા જઉં છું. પરીક્ષા પહેલા, હું પેઇન કિલર લઉં છું, હાડકાં ખૂબ દુખે છે. પણ હું કેન્સરને માત આપીશ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીશ. તૈયારીઓ તો બધી કરી છે પણ ખબર નથી શું થશે...અંજલિના અન્સારી (કેન્સર પેશન્ટ વિદ્યાર્થિની )

બે મહિના પહેલા જ ખબર પડી કે તેને કેન્સર છે. તે બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહી હતી. અમે ખૂબ જ ચિંતિત થઈ ગયા. હાલ કેન્સરની સારવાર ચાલી રહી છે પરંતુ આ વચ્ચે તેને જણાવ્યું કે હું પરીક્ષા આપીશ. તેણે કહ્યું કે કોઈપણ સંજોગે હું પરીક્ષા છોડવા માંગતી નથી. તેની ઈચ્છા જોઈ અમે સપોર્ટ કરી રહ્યા છીએ. તેનેએસ્ટ્રોસાઇટોમા કેન્સર છે. સારવાર શરૂ થઈ ત્યારે બીજા સ્ટેજમાં હતું જે વધીને હાલ ડોક્ટરો જણાવી રહ્યા છે કે ચોથા સ્ટેજમાં છે. સારવાર ચાલી રહી છે પરંતુ તેની ઉપર કીમો અસર કરી રહ્યો નથી. અમે મુંબઈ જઈને પણ સલાહ લીધી છે હવે ઉપરવાળાની ઈચ્છા...મોહમ્મદ અન્સારી (અંજલિનાના પિતા )

શું છે એસ્ટ્રોસાઇટોમા કેન્સર : એસ્ટ્રોસાઇટોમા કેન્સર એ માનવ મસ્તિષ્કમાં ઉત્પન્ન થતું એક કેન્સર છે. જેના કારણે માનવ મસ્તિષ્કના એસ્ટ્રોસાઇટ્સ વિકસીને કેન્સરની અને અવસાદની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એસ્ટ્રોસાઇટોમા કેન્સરમાં વિશેષ રીતે હાડકા દુઃખાવો થાય છે, કારણ કે એનો પ્રભાવ માનવ મસ્તિષ્કના વિવિધ ભાગો પર પડતો હોય છે અને શરીરના વિવિધ ક્ષેત્રોમાં અને માનસિક સ્વાસ્થ્ય પર પરિણામ પડે છે.

  1. Ewings Sarcoma Cancer Surgery: જામનગરના 14 વર્ષીય અંકિતને મળ્યું નવજીવન, રેર કેન્સર "ઇવીંગ્સ સાર્કોમાં"ની કરાઈ સફળ સર્જરી
  2. Balasinor Police : પરીક્ષાર્થીની વ્હારે આવી બાલાસિનોર પોલીસ, પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું

Last Updated : Mar 13, 2024, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.