ETV Bharat / state

સુરતમાં સ્વાઈન ફ્લૂએ માથું ઉચક્યું, એક મહિનામાં 7 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું - Surat Swine flu - SURAT SWINE FLU

ચોમાસાના વાદળછાયા વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો છે. સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના સાત કેસ નોંધાયા છે.

સુરતમાં સ્વાઈન ફ્લૂએ માથું ઉચક્યું
સુરતમાં સ્વાઈન ફ્લૂએ માથું ઉચક્યું (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 8, 2024, 6:40 PM IST

સુરતમાં સ્વાઈન ફ્લૂએ માથું ઉચક્યું, એક મહિનામાં 7 કેસ (ETV Bharat Reporter)

સુરત : હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે રાજ્યભરમાં ભારે રોગચાળો વકર્યો છે. જેમાં સ્વાઈન ફ્લૂથી શરદી-તાવ અને ઉધરસના અનેક કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં એક 24 વર્ષીય મહિલાને સ્વાઈન ફ્લુ થઈ જતા દાખલ કરવામાં આવી છે.

સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ : સુરતની મહિલાને પ્રેગ્નન્સી દરમિયાન સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાયા હતા. જોકે, પ્રસુતિ જરૂરી હોવાથી બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. એક મહિનાની અંદર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં 7 કેસ નોંધાયા છે. જેેમાં એક આધેડનું મોત પણ થઈ ચૂક્યું છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

સગર્ભાને સ્વાઈન ફ્લૂ : સુરત સિવિલ હોસ્પિટલમાં એક મહિલા સ્વાઈન ફલૂના લક્ષણો સાથે દાખલ થઈ હતી. પ્રસુતાની પ્રિકોશન સાથે પ્રસુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતા આઈસીયુમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી. મહિલાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તેનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલા હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

  1. તાપી નદીમાં "મોતની છલાંગ", સુરતના ત્રણ યુવકોએ કરી આત્મહત્યા
  2. ચાંદીપુરા વાયરસને લઈ સિવિલ સજજ, 15 ડોકટરોની ટીમ 24 કલાક ઉપલબ્ધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.