સુરતઃ જિલ્લા એસઓજીએ ફટાકડાનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતું ગોડાઉન ઝડપી પાડ્યું છે. કોઈપણ જાતની ફાયર સેફટી કે એનઓસી વગર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યા હતા. પોલીસે ગોડાઉન ભાડે રાખી ફટાકડાનો સંગ્રહ કરનાર ઈસમની ધરપકડ કરી છે. પોલીસે દરોડા દરમ્યાન તપાસ કરતા ગોડાઉન ભાડે રાખી ફટાકડાનો સંગ્રહ કરનાર વિરલકુમાર પટેલ દ્વારા કોઈ પણ જાતની ફાયર સેફ્ટી કે એનઓસી વગર લોકો ના જીવ જોખમ માં મુકાય તે રીતે આ ફટાકડા નો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે થી 48.60 લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ કામરેજ તાલુકાના કઠોર ગામે આંબોલી ચાર રસ્તા નજીક આવેલા એક ગ્રુપમાં બાતમીના આધારે સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફાર્મ હાઉસની અંદર પતરાનો શેડ ઉભો કરી ગોડાઉન ઉભું કરવામાં આવ્યું હતું. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમ્યાન તપાસ કરતા ગોડાઉન ભાડે રાખી ફટાકડાનો સંગ્રહ કરનાર વિરલકુમાર પટેલ દ્વારા કોઈ પણ જાતની ફાયર સેફ્ટી કે એનઓસી વગર લોકો ના જીવ જોખમ માં મુકાય તે રીતે આ ફટાકડા નો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે થી 48.60 લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત ગ્રામ્ય SOG પી.આઈ. બી.જી ઈશરાની એ જણાવ્યું હતું કે, કામરેજના કઠોર ગામની સીમમાં એક ઈસમે મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કર્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે રેડ કરી આ જથ્થો કબજે કરવામાં આવ્યો છે. એક ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.