સુરત: ગત રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં ઉધના વિસ્તારમાં આવેલા અંજના સ્થિત અમન સોસાયટીમાં એક શખ્સ ત્રણ સગીરાની છેડતી કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. જેમાં આરોપીએ એક પછી એક એમ ત્રણ સગીરાઓને જકડી લઇ અશ્લીલ હરકતો કરવાની કોશિશ કરી હતી. આ હિચકારું કૃત્ય કરનાર 19 વર્ષીય લૈંગિક મેનિયાક(સેક્સ મેનિયાક)ને પોલીસે દબોચી લીધો હતો. ઝડપાયેલા નૈમુદ્દીન ઉર્ફે જબ્બારે યુવતીઓને જોતા જ ઉત્તેજીત થઈ જતો હોવાનું કબૂલ્યું હતું. એટલું જ નહિ તે જ દિવસે તેણે ઘટનાસ્થળેથી માંડ 800 મીટર દૂર વધુ બે યુવતીઓને પણ છેડતી કર્યાનું કબૂલ્યું હતું.
3 સગીરાની જાહેરમાં છેડતી: મંગળવારે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં લૈંગિક મેનિયાક(સેક્સ મેનિયાક)ની હરકતોથી લોકો ભયભીત થયા હતા. પહેલાં મોપેડ પર બેસેલી સગીરાને અડપલાં કર્યા ત્યારબાદ તે યુવતીની પાછળ દોડયો હતો. યુવતી છટકી જતાં ડાબી તરફથી આવતી બીજી બે યુવતીઓને જકડી લીધી હતી અને તેમની છેડતી કરી હતી.
આરોપીએ કરી ચોંકાવનારી કબૂલાત: રવિવારે બનેલી આ ઘટનાના સીસીટીવી વાયરલ થતાં જ પોલીસ દોડતી હતી. મામલો ગંભીર એટલા માટે હતો કે પોલીસ જ્યારે તેને ટ્રેક કરવા અલગ અલગ સોસાયટીમાં આવેલા સીસીટીવી ચેક કર્યા ત્યારે આ યુવતીઓની જ્યાં છેડતી કરવામાં આવી હતી. ત્યાંથી માંડ 800 મીટર આગળ ગયા બાદ તેણે બીજી બે યુવતીઓની પણ છેડતી કરી હતી. લૈંગિક મેનિયાકની આ રીતે ખુલ્લો ફરતો હોવાથી સ્થાનિક મહિલા અને યુવતીઓમાં ગભરાટ જોવા મળી હતી.
યુવતીઓને જોઈ ઉત્તેજીત થઈ જતો: ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈએ બુધવારે ઉન પાટિયા તિરુપતિ નગરમાં એક કારખાનામાંથી 19 વર્ષીય નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર (મૂળ રહે. બંધટોળા ગામ, જિ. કટિયાર, બિહાર)ને ઝડપી લીધો હતો. આ શખ્સે જ પાંચેય યુવતીઓની છેડતી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીએ પોતે (સેક્સ મેનિયાક) હોવાની કબૂલાત કરી હતી. પોતે પગપાળા જતો હોય તે સંજોગોમાં પોતાની સામે કોઈ યુવતી આવે તો તે ઉત્તેજીત થઈ જતો હતો અને અશ્લીલ હરકત કરી બેસતો હતો. તેવું ઝોન 2ના ડિસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું.
700 CCTV ચકાસ્યા: DCP એ વધુમાં કહ્યું કે આરોપીને પકડવા ઉધના પોલીસે રાઉન્ડ ધી ક્લોક 24કલાક મહેનત કરી હતી. ઉધના તથા ઝોન- 2 વિસ્તારના પાંચ-પાંચ કર્મીની પાંચ ટીમો બનાવવામાં આવી હતી. 10 કિમી વિસ્તારમાં 700 કેમેરા ચકાસ્યા હતા. 24 કલાકને અંતે આરોપીના ઘર સુધી પહોંચી હતી. ઘરે પહોંચવા અલગ અલગ રિક્ષાઓ કરી હોવા છતાં હાથ ફેયર હોય તે રીતે ડાબો હાથ રાખવાની સ્ટાઇલ તેની યુનિક ઓળખ બની હતી.
આ પણ વાંચો: