ETV Bharat / state

સુરતમાં વર્ક પરમિટ વિઝા કઢાવી આપવાના બહાને 21 લાખ પડાવ્યા, એક આરોપીની ઘરપકડ - SURAT CRIME NEWS

સુરતમાં વર્ક પરમિટ વિઝા કઢાવી આપવાના બહાને રૂપિયા 21 લાખની છેતરપિંડીના મામલામાં ઉધના પોલીસે એક આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસે એક આરોપીનીલ કરી ઘરપકડ
સુરત પોલીસે એક આરોપીનીલ કરી ઘરપકડ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2024, 10:53 PM IST

સુરત: સુરતમાં વર્ક પરમીટ વિઝા કઢાવી આપવાના બહાને રૂપિયા 21 લાખની છેતરપિંડીની ઘટના બની હતી. જેમાં ઉધના પોલીસે એક આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરિયાદીને વર્ક પરમીટ વીઝા કઢાવી આપવાના બહાને પૈસા પડાવ્યા હતા. જે બાદ આરોપીને ગોળ-ગોળ ફેરવી ફોન બંધ કરી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં આરોપી વિરુદ્ધમાં ગત 5 ઓક્ટોબરના રોજ છેતરીપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસે આરોપી ચિરાગ જયેશભાઇ સિહોરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

કેવી રીતે બની આ ઘટના: આ બાબતે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે,'ઉધના પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે વિઝા પરમિટ અપાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. જે મામલે પોલીસે તપાસ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ બનાવમાં ફરિયાદીને સૌ પ્રથમ વખત આરોપી ગૌરાંગ શિહોરા નામના વ્યક્તિ સાથે મુલાકાત થઇ હતી. ગૌરાંગ શિહોરા અમદાવાદ ખાતે KBC ઈમિગ્રેશન નામની ફર્મ ચલાવે છે. જે વર્ક પરમિટ અને વિઝા પરમિટ માટે પ્રોસેસ કરે છે. તે વ્યક્તિ સાથે સંપર્ક થયો અને સંપર્ક થયા બાદ તે વ્યક્તિને વર્ક પરમિટ વિઝા કઢાવી આપવા માટે રૂપિયા 21 લાખ આપ્યા હતા.

સુરતમાં વધુ એક છેતરપિંડીની ઘટના (Etv Bharat Gujarat)

વિઝા કઢાવી આપવાના બહાને 21 લાખ પડાવ્યા: આ ઉપરાંત ફરિયાદી એવું માનતો હતો કે આજ વ્યક્તિ છે જે વિઝા અપાવશે. આ વિઝા યુકે અને લંડનના વર્ક પરમિટ માટેના વિઝા હતા. તે ઉપરાંત આરોપીએ ફરિયાદીને રેસ્ટોરન્ટમાં જોબ આપવાની પણ બાહેંધરી આપી હતી. આ ઘટનામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ખાલી એક આરોપી નહિ પરંતુ વધુ બે આરોપીઓ સામેલ છે તેવુ જાણવા મળ્યું હતું. જેમાં એક આરોપીનું નામ ગૌરાંગ છે જેઓ વડોદરામાં પણ વર્ક પરમિટ અને વિઝા પરમિટ માટે પ્રોસેસ કરે છે. તેની સાથે અન્ય એક આરોપી ઉત્સવ પટેલ જે પેટલાદનો છે. તે પણ વર્ક પરમિટ અને વિઝા પરમિટ માટે પ્રોસેસ કરે છે અને એની સાથે તેની પત્ની કામિની પણ એમાં સામિલ છે. જેમાં હાલ પોલીસે ત્રણ આરોપીઓમાંથી ચિરાગ શિહોરાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. અને ગૌરાંગ જે હાલ દુબઈ જતો રહ્યો છે. જેની પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

  1. 10 વર્ષથી બંધ કોડીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરી થશે શરૂ, શેરડીનો પાક ઉગાડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
  2. ચૂંટણી પહેલા વાવમાં ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.