ETV Bharat / state

Womens Under 23: સુરતની રાજવીએ વિમેન્સ અન્ડર 23માં 10 વિકેટ લીધી, છોકરાઓ સાથે ગલીમાં ક્રિકેટ રમીને એક્સપર્ટ બની - Used to Play Cricket With Boys

21 વર્ષિય રાજવી પટેલના પરિવારમાં આજ સુધી કોઈએ ક્રિકેટ રમ્યું નથી, પરંતુ આ પટેલ પરિવારમાંથી આવેલી રાજવીએ અંડર 23માં 4 મેચમાં 10 વિકેટ લઈ લોકોને આશ્ચર્ય કરી દીધા હતા. પોતાની શેરી અને પાર્કિંગ એરિયામાં છોકરાઓને ક્રિકેટ રમતા જોઈ રાજવીને ક્રિકેટ રમવાની ઈચ્છા થઈ. ધો.10માં ક્રિકેટ રમવાની શરુઆત કરીને આજે રાજવી અન્ડર 23માં શાનદાર પ્રદર્શન સુધી પહોંચી ગઈ છે. Surat Cricket Rajvi Patel

સુરતની રાજવીએ વિમેન્સ અન્ડર 23માં 10 વિકેટ લીધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 1:47 PM IST

Updated : Mar 6, 2024, 2:52 PM IST

4 મેચમાં 10 વિકેટ

સુરતઃ શહેરની રાજવી પટેલે ધો. 10થી ક્રિકેટ રમવાની શરૂઆત કરી અને માત્ર 3 વર્ષમાં તે અન્ડર 20માં કેપ્ટન બનનાર અને અન્ડર 23માં શાનદાર પ્રદર્શન કરનાર મહિલા ખેલાડી બની ગઈ છે. અત્યારે રાજવી પટેલ અંડર 20માં તમામ મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે પ્રેરણારુપ બની રહી છે.

અન્ડર 20ની વિમેન્સ ક્રિકેટ કેપ્ટનઃ માત્ર 21 વર્ષની ઉંમરે રાજવી પટેલ અંડર 20 ગુજરાત ક્રિકેટ ટીમની કેપ્ટન બની ચૂકી હતી. હવે તેણી વિમન્સ અન્ડર 23 ગુજરાત ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર પ્લેયર તરીકે ટીમને મજબૂત કરી રહી છે. જ્યારે કોઈ છોકરી ક્રિકેટ રમવાનું શરૂ કરે છે તો તેની પાછળ ચોક્કસ કોઈ વાર્તા હોય છે. આવી જ વાર્તા રાજવી પટેલની પણ છે. રાજવી છોકરીઓ સાથે નહીં પણ છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. રાજવી જે સોસાયટીમાં રહેતી હતી, ત્યાં છોકરાઓ તેમના ઘરની સામે પાર્કિંગ એરિયામાં ગલી ક્રિકેટ રમતા હતા. આ જોઈને રાજવીની પણ ક્રિકેટ રમવાની ઇચ્છા થઈ અને ત્યાંથી રાજવીએ ક્રિકેટની શરૂઆત કરી. તે રોજ છોકરાઓ સાથે ગલી ક્રિકેટ રમતી. ધીમે ધીમે તેણીને સમજાયું કે તેણી છોકરાઓ કરતા વધુ સારી ક્રિકેટ રમી શકે છે. તેણે આ વાત તેના પરિવારને જણાવી. પરિવારના દરેક લોકો તેને પ્રોફેશનલ ક્રિકેટ શીખવવા માટે સંમત થયા અને આ રીતે રાજવીના પ્રોફેશનલ ક્રિકેટ સફરની શરૂઆત થઈ.

છોકરાઓ સાથે ગલીમાં ક્રિકેટ રમીને એક્સપર્ટ બની

શરુઆતમાં અવઢવ હતીઃ રાજવીએ જણાવ્યું હતું કે, પરિવારના સભ્યોએ તેને ક્રિકેટ રમવાની મંજૂરી આપી. જ્યારે મેં શરૂઆતમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે મને લાગ્યું કે છોકરીઓ માટે ક્રિકેટ મુશ્કેલ હશે. છોકરી કેવી રીતે ક્રિકેટ રમી શકશે? આટલી મોટી બેગ લઈને આટલા લાંબા સમય સુધી પ્રેક્ટિસ કેવી રીતે કરી શકશે? પણ મને ક્રિકેટમાં એટલો રસ હતો કે હું આ બધું કરી શકી. હું 10માં ધોરણમાં હતી ત્યારે છોકરાઓ સાથે શેરી ક્રિકેટ રમીને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. જ્યારે મારી પ્રથમ પસંદગી થઈ અને મેચ રમીને પાછી આવી ત્યારે મારી પાસે બોર્ડની પરીક્ષા આપવા માટે માત્ર એક મહિનાનો સમય મળ્યો હતો. હું ગુજરાતની અંડર 20ટીમમાં કેપ્ટન પણ રહી ચૂકી છુ અને તાજેતરમાં અંડર 23માં 4 મેચમાં 10 વિકેટ લીધી છે. હું ભારતીય ટીમનો ભાગ બનવા માંગુ છું.

સુરતનું ગૌરવઃ સુરત માટે ગર્વની વાત છે કે સુરતની દીકરી રાજવી પટેલ વુમન્સ અન્ડર-23માં રમી રહી છે. તેણે વન ડે ટૂર્નામેન્ટ 2023-24માં સારું પરફોર્મન્સ આપીને સુરત અને ગુજરાતનું માન વધાર્યું છે. ગુજરાત વર્સેસ મુંબઈની મેચમાં તેણીએ 5 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી વનડે મેચમાં કર્ણાટકની સામે 4 ઓવરમાં 13 રન આપી 1 વિકેટ લીધી હતી. જ્યારે ત્રિપુરાની સામે 3 ઓવરમાં 15 રન આપી 3 વિકેટ ઝડપી હતી. મણિપૂરની સામે રમાયેલી મેચમાં તેણે 9 ઓવેરમાં 12 રન આપી 4 વિકેટ લીધી હતી. રાજવીએ આ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી 10 વિકેટ લીધી છે.

  1. Odisha Woman Cricketer Found Dead: મહિલા ક્રિકેટરની લાશ ઝાડ પર લટકતી મળી, કોચ પર હત્યાનો આરોપ
  2. સુરતની નવી સિદ્ધિ, BCCIએ ટૂર્નામેન્ટ માટે શહેરની 5 મહિલા ક્રિકેટરની કરી પસંદગી

Last Updated : Mar 6, 2024, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.