સુરત : CP અનુપમસિંહ ગહલૌતની સુરત શહેરમાં વરણી થયા બાદ પોલીસ બેડામાં બદલીની અટકળો હતી. હવે ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ ચાલી રહેલ તરેહ-તરેહની ચર્ચા અને અટકળો વચ્ચે કમિશ્નરે રાંદેર PI અતુલ સોનારાની SOG માં, મહિલા PI મીનાબા ઝાલાની સરથાણામાં, તો ભેસ્તાન PI ગઢવીની પાંડેસરામાં નિયુક્તિ કરી હતી. બદલીના હુકમના પગલે કહીં ખુશી કહીં ગમનો માહોલ છવાયો હતો.
41 PI ની આંતરિક બદલી : સુરત શહેર પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહલૌતની વરણી બાદ શહેરમાં પોલીસ ઇન્સ્પેકટરની બદલીના ભણકારા વાગી રહ્યા હતા. દરમિયાન ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતા જ બદલીની અનેક અટકળો વચ્ચે પોલીસ કમિશ્નરે મંગળવારે બપોરે એકસાથે 41 પોલીસ ઇન્સ્પેકટરની બદલીના હુકમ કર્યો હતો. નોંધપાત્ર કહીં શકાય એવી બદલીમાં રાંદેર PI અતુલ સોનારાને SOG માં મૂકવામાં આવ્યા છે, હવેથી SOG માં બે PI ફરજ બજાવશે.
સુરત પોલીસ બેડામાં મોટા ફેરફાર : ટ્રાફિક શાખાના PI મીનાબા ઝાલાને સરથાણામાં નિમણૂંક અપાઈ છે. AHTU ના કે.વી. બારીયાને ઈકો સેલના ત્રીજા PI તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભેસ્તાન PI હિતેશ ગઢવીને પાંડેસરા પોલીસ મથકનો હવાલો સોંપાયો છે. પુણાના સેકન્ડ PI એસ.આર. વેકરિયાની સારોલી, ટ્રાફિક શાખાના એચ.એસ. આચાર્યની ગોડાદરા, એચ.એસ. ચૌહાણની મહિધરપુરામાં, જે.આઈ. પટેલની વેસુમાં, લિવ રિઝર્વમાં રહેલા કે.ડી. જાડેજાની સલાબતપુરામાં, સાયબર સેલના જી.એમ. હડિયાની અઠવામાં, સલાબતપુરાના બી.આર. રબારીની ખટોદરામાં નિમણૂક કરાઈ હતી.
સ્પેશ્યલ બ્રાંચના નવા પીઆઈ : આ ઉપરાંત, સ્પેશિયલ બ્રાંચના PI એન.એચ. બ્રહ્મભટ્ટને અલથાણ, લિવ રિઝર્વ પી.એન. વાઘેલાને સચિન તેમજ જે.બી. વનારને અમરોલીના સિનિયર PI તરીકે મૂકવામાં આવ્યા હતા. કંટ્રોલ રૂમના PI એમ. ઝેડ. પટેલને ઉત્રાણ, લિવ રિઝર્વ આર.જે. ચૌધરીને રાંદેર, અઠવાના ડી.જી. રબારીને જહાંગીરપુરા, એરપોર્ટ ઈમિગ્રેશનના વી.એલ. પરમારને હજીરા, એન.વી. ભરવાડને ડુમસ અને લિવ રિઝર્વ વી.એલ. પટેલને ભેસ્તાન પોલીસ મથકનો હવાલો સોંપાયો છે.
વિજિલન્સ રેડ નડી ? ગોડાદરાના PI જે. સી. જાદવને પુણામાં સેકન્ડ PI, મહિધરપુરાના જે.બી. ચૌધરીને એરપોર્ટ ઇમિગ્રેશન, અલથાણના એન.કે. ડામોરને ટ્રાફિક, પાંડેસરાના કામળીયાને સ્પે.બ્રાંચ, સચિનના આર. આર. દેસાઈને સાયબર સેલમાં મુકવામાં આવ્યા છે. ઉત્રાણના એ.ડી. મહંતને IUCAW, જહાંગીરપુરાના પી.ડી.પરમારને કંટ્રોલ રૂમ, હજીરાના જી.એસ. પટેલને ટ્રાફિક શાખા, ટ્રાફિકના એચ.કે. ભરવાડને વિશેષ શાખા, મિસિંગ સેલના પી.જે. સોલંકીને AIITU માં બદલી અપાઈ છે. બદલીના આ દૌરમાં કેટલાક PI ને વિજિલન્સ રેડ નડી ગઈ હોવાનું જાણવા મળે છે.