ETV Bharat / state

અંધશ્રદ્ધાએ લીધો માસુમ બાળકનો જીવ: સાપ કરડ્યો પણ હોસ્પિટલની જગ્યાએ લઈ ગયા મહારાજના મંદિરે - Superstition took the child life

ભરૂચ જીલ્લાના આમોદ પંથકમાં પરીવારજનોની અંધશ્રદ્ધાએ માસુમ બાળકનો જીવ લીધો હતો. આમોદમાં માસુમ બાળકને સાપ કરડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાના બદલે પરીવારજનો તેને ભાથીજી મહારાજના મંદિરે લઇ જઇ 2 કલાક સુધી બેસાડી રાખતા બાળકનો જીવ ગયો હતો. જાણો. Superstition took the child life

અંધશ્રદ્ધાએ લીધો માસુમ બાળકનો જીવ
અંધશ્રદ્ધાએ લીધો માસુમ બાળકનો જીવ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 8:57 PM IST

સાપ કરડ્યો પણ હોસ્પિટલની જગ્યાએ લઈ ગયા મહારાજના મંદિરે (Etv Bharat Gujarat)

ભરૂચ: કહેવાય છે કે અંધશ્રદ્ધા એ માણસના મનની એવી માન્યતા છે કે જે જ્ઞાન પર આધારીત હોતી નથી, પરંતુ તે લોકવાયકા પર આધારીત હોય છે. શ્રદ્ધા માણસને તારે છે અને અંધશ્રદ્ધા માણસને ડુબાડે છે. ભરૂચના આમોદ પંથકમાં પણ કંઇક આવું જ થયુ છે. વાત કંઇક એવી છે કે, ભરૂચ જીલ્લાના આમોદ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે નીકળતા સરીસૃપ એવા સાપે માસુમ બાળકને કરડી ગયો હતો. પરીવારજનોને બાળકને સાપ કરડ્યો હોવાની જાણ થતાં તેવો હેબતાઇ ગયા હતા અને સાપના કરડવાથી બાળકના શરીરમાં પ્રસરી રહેલ ઝેર (વિષ)ની અસર ખતમ કરવા તેઓ બાળકને લઇ દોડી ગયા હતા.

બાળકને હોસ્પિટલના બદલે ભાથીજી મહારાજના મંદિરે લઇ ગયા: જોકે સામન્ય રીતે આવા કિસ્સામાં જેને સાપ કરડ્યો હોય તેવા દર્દીઓને લોકો હોસ્પિટલમાં લઇ જતા હોય છે પણ આમોદમાં આ મસુમ બાળકના પરીવારજનો તેને હોસ્પિટલ લઇ જવાના બદલે ભાથીજી મહારાજના મંદિરે લઇ ગયા હતા. હવે તેઓ કયાં વિચાર સાથે ? અને કેમ લઇ ગયા ? તે કહેવું મુશ્કેલ છે પણ તેઓ સાપના કરડવાથી ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ન લઇ જઇને તેને ૨ કલાક સુધી મંદિર બહાર બેસાડી રાખતા બાળકની તબિયત લથડતાં તેને સારવાર મળે તે પહેલાં જીવ ગુમાવ્યો હતો. આ અંગેનો એક વિડિયો જે ત્યાં હાજર કોઇકે પોતાના મોબાઈલના કેમેરામાં કંદોરતા અંદર માસુમ બાળક નાદુરસ્ત હાલતમાં દેખાય છે.

આ અંગેનો વિડિયો વાયરલ થતા તબીબો અને સામાજિક કાર્યકરોએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધામાં ઘટાડો થયો છે પણ શિક્ષણ અને ટેકનોલોજી આજે પણ છેવાડાના વિસ્તારોમાં ન પહોચતા લોકો આજે પણ "અંધશ્રદ્ધા" રાખી તબીબી સારવારને બદલે અન્ય દેશી અથવા તાંત્રિક પધ્ધતિથી ઇલાજ કરાવે છે ત્યારે ધાર્મિક આસ્થા અને અંધવિશ્વાસની વચ્ચેનો તફાવત સમાજમાં સ્ફટિક સ્પષ્ટ હોવો જોઈએ."

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો: ઘટના અંગેનો વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આમોદ પોલીસે સ્મશાનની કબરમાંથી મૃત બાળક અરુણ કાંતિભાઈ રાઠોડનું મૃતદેહને બહાર કાઢી પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. આમોદ મામલતદાર વિનોદ જરીવાલાની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમોદ પોલીસે મૃતકના પિતા કાંતિભાઈ ચુનીલાલ રાઠોડ અને ભુવા તરીકે કામ કરતા મૃતક બાળકના કાકા સંજય ભાઈ ચુનીલાલભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે મૃતકના કાકા અને મૃતકના પિતા વિરૃદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. ભ્રષ્ટાચારીઓએ તો હદ વટાવી: રાજકોટમાં સ્મશાને મોકલતા લાકડાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપ - Crematorium SCAM Rajkot
  2. દ્વારકામાં અતિવૃષ્ટિને પગલે લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસની માંગ, કલેકટર કચેરીએ આપ્યું આવેદનપત્ર - demand to declare green drought

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.