ETV Bharat / state

મોડાસીયા કડવા સમાજના લોકો દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન, મોબાઈલ અને ટીવી થી દુર રાખી રમતો રામડાઈ - summer campion for children - SUMMER CAMPION FOR CHILDREN

સાબરકાંઠામાં મોડાસીયા કડવા પાટીદાર દ્રારા બાળકો માટે સમર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ છે. બાળકોને મોબાઈલ અને ટીવી થી દુર રાખી કોથરા કુદ, લીંબુ ચમચી, દોડ, કબ્બડી, ખોખો, ગીલ્લીદંડા જેવી રમતો રમાડાય છે. Summer Campion

મોડાસીયા કડવા પાટીદાર દ્રારા બાળકો માટે સમર કેમ્પ નુ આયોજન
મોડાસીયા કડવા પાટીદાર દ્રારા બાળકો માટે સમર કેમ્પ નુ આયોજન (Etv Bharat gujarati)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 2:11 PM IST

સાબરકાંઠા: મોડાસીયા કડવા પાટીદાર દ્રારા બાળકો માટે સમર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવાનુ અને દિકરીઓમ માટે આત્મરક્ષાની તાલીમ પણ આપવામાં આવી રહી છે. બાળકોને મોબાઈલ અને ટીવી થી દુર રાખી રમતો રમાડાય છે.

મોડાસીયા કડવા પાટીદાર દ્રારા બાળકો માટે સમર કેમ્પ નુ આયોજન (etv bharat gujarati)

ત્રિદિવસીય સમર કેમ્પ: દરેક સમાજ પોતાના સમાજના બાળકો આગળ વધે અને સારુ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે પ્રયાસો કરતા હોય છે, ત્યારે મોડાસીયા કડવા પાટીદાર સમાજ દ્રારા બાળકો માટે ત્રીદિવસીય સમર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ છે. પહેલા આ કેમ્પ ૨૦૦ બાળકો થી શરૂ કર્યો હતો જે ૨૦૨૪ માં ૧૧૦૦ થી વધુ બાળકો સુધી પહોંચ્યો છે, જેમાં ૧૦૦ થી વધુ શિક્ષકો, ૧૦૦ વધુ સ્વયંસેવકો સહિત ૧૦૦ જેટલા સમાજના અન્ય હોદ્દોદારો સતત ત્રણ દિવસથી આ કેમ્પ નુ આયોજન કરી રહ્યા છે. વહેલી સવાર ના ૬ વાગ્યાથી આ સમર કેમ્પ યોજાય છે જેમાં બાળકોને આઉટડોર, ઈન્ડોર, સેલ્ફ ડિફેન્સ, અને ક્રીએટીવી પણ શીખવાડવામાં આવે છે. આ ત્રણ દિવસના સમર કેમ્પમાં ૪ વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીના બાળકો આવે છે. જેમને શિક્ષકો દ્રારા જ તમામ પ્રકારની તાલીમ અપાય છે. જૂની અને સમજુ રમતો અહી બાળકોને રમાડવામાં આવે છે જેમાં બાળકો પણ મજાથી ભાગ લે છે. આ કેમ્પ માં બાળકોની બુદ્ધિક્ષમતા વધે તે માટે સમાજના જ શિક્ષકો દ્રારા સતત શિક્ષણ અપાય છે બુદ્ધિ નો વિકાસ થાય તે માટે ડ્રોઈંગ, પેપર ક્રાફ્ટ સહિત ની ઇન્ડોર રમત, પરિક્ષા ને લઈ માર્ગદર્શન, રમત- ગમ્મત પણ સમાજના શિક્ષત લોકો કરાવીને માર્ગદર્શન આપતા હોય છે.

મોબાઇલની દુનિયાથી દૂર: આ સમર કેમ્પ નો ખાસ ઉદ્દેશ એ છે કે, બાળકો મોબાઇલ અને ટીવી માં વધુ સમય પસાર કરે છે અને તેમની આંખો પણ બગાડે છે ત્યારે અહિ સતત ત્રણ દિવસ મોબાઈલ અને પરિવાર થી દુર રખાય છે સાથે વિવિધ રમતો કે જે પહેલા રમાતી હતી કોથળા કુદ, લીંબુ ચમચી, દોડ, કબ્બડી, ખોખો, ગીલ્લીદંડા સહિતની જે પહેલા રમતો રમાતી હતી તે રમતો અને સંક્રુતિ અત્યારના બાળકો ભુલી ગયા છે તે રમાડાય છે તો ખાસ કરીને દિકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ ની તાલીમ પણ અહિ અપાય છે જેમાં કરાટે, જુડો, યોગ અને કોઈ વ્યક્તિથી કઈ રીતે બચવુ સહિત અન્ય માર્ગદર્શન પણ અપાય છે... જેના કારણે દિકરા દિકરીઓ આ કેમ્પ ની મજા માણે છે તો, સાથે સાથે પીઝા બર્ગર જેવી ખાણીપીણી થી દુર રાખીને શુદ્ધ ભોજન એ પણ કઠોળ સાથે સવારે શુદ્ધ સાત્વિક નાસ્તો, ફુટ, વિવિધ પ્રકારના જ્યુસ પણ અપાય છે જે બાળકો હાલ ખાતા પીતા નથી અને સાથે સાથે શરીર પણ મજબુત બનાવી રહ્યા છે જેથી બાળકોને સ્વસ્થ રહે... કેમ્પ માં ત્રણ દિવસ પસાર કર્યા બાદ બાળકો કેમ્પ વધુ લંબાય તેવી પણ માંગ કરી રહ્યા છે.. તો સાથે ઘરે જઈને પણ કેમ્પમાં આવેલ બાળકો મોબાઈલ કે ટીવી થી દુર રહી અહિ રમેલ રમતો પોતાના મિત્રો સાથે રમી રહ્યા છે.

બાળકોએ માણી કેમ્પની મજા: મોડાસીયા કડવા પાટીદાર સમાજે આ અનોખુ કામ કરીને અન્ય સમાજને એક સંદેશો આપ્યો છે કે, જેમાં બાળકોને સ્વ રક્ષણ, શિક્ષણ, માર્ગદર્શન અને મોબાઈલ ની દુનિયા થી દુર રાખીને બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે કામ કરાઈ રહ્યુ છે જેમાં બાળકોને પણ આ કેમ્પ ગમી રહ્યો છે અને વધુ દિવસો સુધી ચાલે તેવી માંગ પણ કરી રહ્યા છે.

  1. "મા તે મા બીજા બધા વગડાના વા" વૃદ્ધાશ્રમમાં "મધર્સ ડે" નિમિત્તે સંતાનોને કાગડોળે રાહ જોતી માતાઓ - mothers day
  2. ઉનાળાની આકરી ગરમીના દિવસોમાં પક્ષીઓ માટે ચણ અને પીવાના પાણીની વ્યવસ્થા કરતા જૂનાગઢના પરસોત્તમભાઈ - Birds Care

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.