કચ્છ: સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકી કાંકરીચાળાની ઘટના હજુ શાંત પડી નથી. ત્યાં કચ્છ માંથી પણ આવી એક ઘટના સામે આવી છે. 0અસામાજિક તત્વો દ્વારા ભુજના નખત્રાણામાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરી પરત ફરેલા યુવકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા સાથે લોકોને જાહેર અપીલ પણ કરી હતી.
ગણેશ ભક્તો પર અસામાજીક તત્વોએ પથ્થર ફેંકયા: ગઈકાલે મોડી સાંજે ભુજથી ગણેશ વિસર્જન માટે ગયેલા ગણેશ ભક્તો પર અસામાજીક તત્વોએ પથ્થર ફેંકયા હતા. જો કે સદનશીબે કોઈને આ ઘટનામાં ઈજા પહોંચી નથી પરંતુ પથ્થર કારમાં લાગતા કારમાં નુકસાન પહોંચ્યુ હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર તપાસ અર્થે પહોંચી હતી. સાથે હિન્દુ યુવા સંગઠન ભારત અને વીએચપી જેવા સંગઠનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
પોલીસની અપીલ બાદ બનેલો આ બનાવ ચિંતાજનક: નખત્રાણા તાલુકાના કોટડા(જ) માં ગણેશ મૂર્તિ પર પથ્થર ફેંકાયા બાદ વધુ એક મામલાથી દોડધામ મચી હતી. પોલીસ તપાસ બાદ મામલો વધુ સ્પષ્ટ થશે. માંડવીમાં ગણેશ વિસર્જન માટે ગયેલા ગણેશ ભક્તો પરના હુમલાના સમાચારના પગલે તેમના સગા સંબધીઓ અને પરિવારમાં પણ ઉચાટ ફેલાયો હતો. સ્થાનિક પોલીસ સાથે મહત્વની બ્રાન્ચ પણ આ કિસ્સામાં તપાસ કરી સ્થિતી પર નજર રાખશે. જો કે પોલીસ તથા સરકારની કડક કાર્યવાહીની સૂચના તથા કચ્છ પોલીસની અપીલ બાદ પણ બનેલા આ બનાવ ચિંતાજનક છે.
10 થી 12 લોકોએ પથ્થરમારો કર્યો: ભુજથી માંડવી પોર્ટ પર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ યુવક પૂજન રાજગોરે જણાવ્યું હતું કે, ભુજથી 4થી 5 ગ્રુપ ગણેશ વિસર્જન માટે માંડવી આવ્યા હતા. મૂર્તિનું વિસર્જન કરીને પરત ગાડી તરફ ફર્યા હતા. ત્યારે પાછળ રહેતા રહેવાસીઓ દ્વારા 10 થી 12 લોકો જેમાં નાના છોકરા અને મહિલાઓ પણ લાઈનમાં ઉભા હતા અને તેઓએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થતાં યુવકો ખસી ગયા હતા પરંતુ ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે વિસ્તારમાંથી પથ્થરમારો થતો હતો, ત્યાં યુવકો જતા લોકો ભાગી ગયા હતા. ત્યાર બાદ પોલીસ આવીને વધુ તપાસ હાથ ધરી હતી.
ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, 'હરહંમેશ હિન્દુઓના તહેવારો પર યોજના બનાવી ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવતો હોય છે અને પથ્થરમારો કરવામાં આવતો હોય છે. ત્યારે કાયદો વ્યવસ્થા કડક બનાવીને આવા લોકો સામે કાયદેસરના પગલાં જાહેરમાં ભરવા જોઇએ.
આ પણ વાંચો