ETV Bharat / state

ચોમાસાનું આગમન થતાં સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વિજળી ગુલની ફરિયાદો, અધિકારીઓની મીટીગ યોજાઈ - PGVCL Meeting About Rain Problum

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 2:19 PM IST

ચોમાસાની શરુઆત થતા જ સૌરાષ્ટ્રના કેટલાય મહાનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ફરિયાદો ઉઠતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે ઉચ્ચ અધિકારીઓને બેઠક બોલવામાં આવી હતી., PGVCL Meeting About Rain Problum

વિજળી ગુલની ફરિયાદો બાબતે અધિકારીઓની મીટીગ યોજાઈ
વિજળી ગુલની ફરિયાદો બાબતે અધિકારીઓની મીટીગ યોજાઈ (Etv Bharat Gujarat)

સૌરાષ્ટ્ર: ચોમાસાની શરુઆત થતા જ સૌરાષ્ટ્રના કેટલાય મહાનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ફરિયાદો ઉઠતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા પોતે ફિલ્ડમાં ઉતર્યા છે. તેમણે અલગ અલગ વિભાગો સાથે બેઠકો યોજીને મેન્ટેનન્સ રિવ્યુ અને ફોલ્ટ રેક્ટીફિકેશન કામગીરીનું ક્લોઝ મેનેટરીંગ કરવાની સુચનાઓ આપી હતી. પીજીવીસીએલના એમ.ડી. એ અંજાર અને ભૂજના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

12 જિલ્લાઓના અધિક્ષક ઈજનેરોને આપી સૂચના: મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્માએ સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓના અધિક્ષક ઈજનેરોને ચોમાસા દરમિયાન વીજ પુરવઠો જાળવવા માટે ક્લોઝ મોનિટરિંગ કરવાની સૂચનાઓ આપેલ છે. તથા વિશેષ મુખ્ય ઈજનેરોને આ મામલે જિલ્લાઓની ફાળવણી કરેલ છે, જેમાં દરેક અધિક્ષક ઈજનેરને મેઈનટેનન્સ રિવ્યુ કરવા, ફોલ્ટ રેક્ટીફિકેશન એક્ટિવિટીનું ક્લોઝ મોનિટરિંગ કરવા અને દરેક અધિક્ષક ઈજનેરને પોતાના જિલ્લાની સઘન મુલાકાત કરવાની તાકીદ કરવામાં આવી હતી. પીજીવીસીએલના દરેક જિલ્લાના અધિકારીઓને, જિલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં રહેવાની સૂચના પણ કરવામાં આવેલી હતી.

મટીરિયલ મેનેજમેન્ટ બાબતે દરેક અધિક્ષક ઈજનેરે પોતાને સોપેલ વિસ્તારનો રેગ્યુલર રિવ્યુ કરવા જણાવ્યું હતું અને પૂરતા મટિરિયલની આપૂર્તિ તપાસવાનું જણાવ્યું હતું. આ અંગે મુખ્ય ઈજનેરને મટિરિયલ અંગે સૂચના આપવામાં આવી હતી. તેમજ વીજ પુરવઠો જાળવવા પૂરતા મટીરિયલની વ્યવસ્થા જાળવવા તાકીદ કરવામાં આવી હતી.

વધુમાં વધુ સારી સેવાઓ મળે: આ ઉપરાંત સિસ્ટમ ઇમ્પ્રુમેન્ટ પ્રોજેક્ટ્સ અને આર.ડી.એસ.એસ. (RDSS)યોજના હેઠળ એમ.વી.સી.સી. (MVCC) કેબલને અગ્રિમતાના ધોરણે ઉપયોગમાં લેવી અને વીજ પુરવઠો જાળવવા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત મેનેજિંગ ડિરેક્ટર દ્વારા તમામ વર્તુળ કચેરીઓની તબક્કાવાર સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ વીજ ગ્રાહકોની ફરિયાદો નોંધવા માટે ફોલ્ટ સેન્ટરો તથા કસ્ટમર કેર સેન્ટરના ટોલ ફ્રી નંબર 19122 ઉપરાંત વોટ્સએપ સેવાઓની માહિતી ગ્રાહકો સુધી પહોંચાડવા આદેશ આપ્યો હતો. ગ્રાહકોને વધુમાં વધુ સારી સેવાઓ આપવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવા જરૂરી સૂચનો પણ આપ્યા હતા. જે અનુસંધાને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વિગતે પરિણામલક્ષી ચર્ચાઓ કરી હતી.

અંજાર અને ભૂજની ફરિયાદનું નિરાકરણ: મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ખાસ વીજ પુરવઠા અંગેની ફરિયાદોનું નિવારણની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી અને તેમાં અંજાર વર્તુળ કચેરીની 13 અને ભૂજની 19 પેટા વિભાગીય કચેરીઓની ફરિયાદ નિવારણ પધ્ધતિની સમિક્ષા કરી હતી. તેમાં પૂરતો મેનપાવર અને પૂરતું મટીરિયલની ખાતરી કરવા સૂચનાઓ આપી અને ફોલ્ટનો ઝડપીમાં ઝડપી નિરાકરણ થાય તે મુજબ આયોજન કરાવ્યું હતું. તેમજ ભુજ ખાતે સ્થળોની મુલાકાત કરી સાચી પરિસ્થતિનો તાગ પણ મેળવ્યો હતો અને જરૂરી કેટલાક સુચોનો પણ કર્યા હતા.

  1. સૌરાષ્ટ્રના સૌથી મોટા 5 દિવસના લોકમેળાની તૈયારી શરૂ, વહીવટીતંત્ર લાગ્યું કામે - Rajkot Collector Prabhav Joshi
  2. રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબાર યોજાયો, વ્યાજખોરો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવાશે - Peoples court against moneylenders

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.