નવસારીના ચીખલીમાં વિદેશી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપાઈ, વલસાડથી સુરત તરફ જઈ હતી ટ્રક - Navasari SMC Raid - NAVASARI SMC RAID
નવસારી જિલ્લાના ચીખલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. જેમાં લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે. જાણો સમગ્ર માહિતી..., Navasari SMC Raid
Published : Sep 25, 2024, 6:20 PM IST
નવસારી: ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં હાઇવેના માધ્યમથી ગુજરાતમાં બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂની સપ્લાય કરવામાં આવે છે. તહેવારો આવતા જ દારૂની માંગ વધવા લાગે છે. જેને પગલે બુટલેગરો દારૂની સપ્લાય વધારતા હોય છે. દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો અવનવા અખતરા કરતા હોય છે, પરંતુ પોલીસ પણ સક્રિય બની મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે તેઓને પકડી પાડતી હોય છે.
કુલ 21 લાખ 62 હાજરનો મુદ્દા માલ જપ્ત: નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટી સંખ્યામાં દમણ બનાવટનો દારૂ દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં સપ્લાય થતો હોય છે. જેને રોકવા માટે સ્થાનિક પોલીસ સહિત સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સક્રિય રહે છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી પાસે પોલીસે રેડ કરીને દારૂની 10,848 બોટલ જેની કિંમત રૂ. 11,52,960 છે સાથે વાહન મળી કુલ 21 લાખ 62 હાજરનો મુદ્દા માલ ઝડપી પડ્યો છે.
આરોપીની કરાઈ ધરપકડ: SMCને બાતમી મળી હતી કે, ચીખલી ચાર રસ્તા પાસેથી એક વાહન વલસાડથી સુરત તરફ જઈ રહ્યો છે. જેના આધારે બાતમી વાળો ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી 11,52,960 ની કિંમતની 10,848 દારૂની બોટલ મળી આવી હતી. ટ્રકનો ડ્રાઇવર દેવેન્દ્રસિંહ ઉર્ફે મીની રમેશ તોમરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ દારૂ મંગાવનાર અને ટ્રકના માલિક સહિત 4 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં છે. દારૂનો કેસ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: