ETV Bharat / state

કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની શક્તિસિંહે મુલાકાત લીધી - State President Shaktisinh Gohil

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 9:17 PM IST

કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ કચ્છ પહોંચ્યા હતા અને વરસાદથી વધુ માત્રામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તાર માંડવી અને અબડાસાની મુલાકાત લેવામાં આવી રહી છે.તો અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે પણ નુકસાની અંગે વાતચીત કરી હતી. FLOOD SITUATION IN MANDVI

કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની શક્તિસિંહે મુલાકાત લીધી
કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની શક્તિસિંહે મુલાકાત લીધી (Etv Bharat gujarat)

કચ્છ: ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ કચ્છ પહોંચ્યા હતા અને વરસાદથી વધુ માત્રામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તાર માંડવી અને અબડાસાની મુલાકાત લેવામાં આવી રહી છે.તો અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે પણ નુકસાની અંગે વાતચીત કરી હતી.

શકિતસિંહ ગોહિલે નુકસાની અંગે માહિતી મેળવી: પ્રદેશ પ્રમુખ શકિ્તસિંહ ગોહિલે કચ્છ કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરીને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે માહિતી મેળવી હતી. શકિતસિંહ ગોહિલ કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે. શકિતસિંહ ગોહિલ 2 દિવસ માટે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે ચિતાર મેળવ્યો હતો.

આપત્તિના સમયે લોકોની મદદ કરવી જોઈએ: સરકાર દ્વારા આવી આપત્તિના સમયે લોકોની ઉદાર હાથે મદદ કરે તે ખૂબ જરૂરી છે. કોંગ્રેસની સરકાર સમયે પણ વર્ષ 1982માં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી. ત્યારે જેનું જે નુકસાન થયું તેને પૂરું વળતર કોંગ્રેસની સરકારે આપ્યું હતું. તે સમયે જે લોકોના ઝુંપડા પડી ગયા હતા. તેવા લોકોને પાકા મકાનો બંધાવીને આપ્યા હતા જે આજે પણ હજુ ઊભા છે. જે માલધારીઓના પશુઓ અતિવૃષ્ટિમાં ચાલ્યા ગયા તેમને પણ પૂરતું વળતર આપવું જોઈએ. જે ખેડૂતોને તેમના પાકમાં નુકસાની થઈ છે. તેને પણ વળતર આપવું જોઈએ.

5000 રૂપિયામાં શું થાય?: આજે ભાજપની સરકાર અસરગ્રસ્તો પાસે 1 ફોર્મ ભરાવી રહી છે. જેમાં કપડાં અને ઘરવખરીના 2500 રૂપિયા અને ઘરની બીજી નુકસાનીના બીજા 2500 રૂપિયા અપાય છે. જે લોકોનું સર્વસ્વ ખરાબ થયું છે. તેમનું 5000 રૂપિયામાં કંઈ ભલું થાય ખરું? ત્યારે સરકાર દ્વારા માનવતાની દ્રષ્ટીએ ઉદાર હાથે મદદ કરવી જોઈએ. ખેડૂતોના ખેતરમાં વરસાદ અને પવનના કારણે કપાસ, તલ, એરંડા જેવા પાકોને નુકસાની થઈ છે. ત્યારે તેમને પૂરું વળતર મળવું જોઈએ. તાત્કાલિક સર્વે કરીને વ્હોટ્સએપના માધ્યમથી પુરાવા મેળવીને સહાય ચૂકવવી જોઈએ.

સરકાર માનવતાની દ્રષ્ટીએ લોકોને પૂરતી સહાય કરે: અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા લોકોને કેશડોલ્સ એટલે કે રોકડની સહાય રોજે રોજની મળવી જોઈએ. તેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટમાં છે. પરંતુ સરકાર એમ જણાવે છે કે, સરકારે જે લોકોનું સ્થળાંતર કર્યું છે. તેવા લોકોને જ કેશડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્યના વિવિધ જીલ્લાઓમાં થયેલ નુકસાની અંગેની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેઈલ મારફતે પણ કરવામાં આવી છે. આશા છે કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકાર માનવતાની દ્રષ્ટીએ લોકોને પૂરતી સહાય આપે.

શહેરના સ્થાનિકોની પીડા: સ્થાનિક રહેવાસી ધ્યાની રાજગોરે જણાવ્યું હતું કે, 4 દિવસ તેમનું ઘર 5 ફૂટ ડૂબેલું રહ્યું અને ઘરમાં પાણી ઘુસ્યા હતા. તેમજ પાણીના ટાંકામાં પણ પાણી ઘૂસ્યા હતા. ઘરવખરીમાં ઘરના દરવાજા, સોફા અને લાકડાના ફર્નિચરને નુકસાની પહોંચી છે. 4 દિવસમાં એક જ વખત આર્મીની ટીમ જ્યારે રેસ્ક્યું કરવા આવી ત્યારે ફૂડ પેકેટ આપ્યા હતા. પરંતુ દૂધ અને પાણીની ખૂબ જ તકલીફ હતી તો નગરપાલિકા દ્વારા પાણી ઉલેચવાનું શરૂ કરાયું છે. પણ પંપ પણ ખૂબ ધીમા છે માટે ખૂબ ઝડપથી કામગીરી કરે તેવી અપેક્ષા છે નહીં તો વધારેમાં વધારે રોગચાળો ફેલાય તેવી ભિતી છે.

શહેરની દુકાનોમાં નુકસાની: સ્થાનિક રોલિંગ શટરનું કામ કરતા વેપારીએ જણાવ્યું હતું કે, દુકાનમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા હતા. જેના કારણે રોલિંગ શટરના પાઈપોને નુકસાની પહોંચી છે અને પાઇપને કાટ લાગ્યો છે. 50 એક કિલો જેટલો લોખંડનો જથ્થો નુકસાનીમાં ગયો છે. ગયા વખતે પણ વાવાઝોડા સમયે દુકાનમાં નુકસાની થઈ હતી. પરંતુ સર્વે કર્યા બાદ પણ હજુ સુધી સહાય ચૂકવવામાં આવી નથી.

3.25 લાખનો માલ પલળી ગયો: અનાજ અને કેટલફીડના વેપારી અમિત મહેતાએ જણાવ્યું કે, દુકાનમાં 4-4 ફૂટ પાણી ભરાયા હતા. જેના કારણે અનાજની બોરિયો પલળી ગઈ હતી તેમજ પશુઓ માટેનું જે ખડ ભુસો હતો. તે પણ પલળી ગયો હતો. જેથી અંદાજિત 3.25 લાખ જેટલા રકમને નુકસાની થઈ હોવાનું જણાવ્યું હતું. તેમાં સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

15 લાખના કેળાના બગીચામાં નુક્સાની: માંડવી તાલુકાના ગામડાઓમાં આવેલ વાડી વિસ્તારોમાં પણ નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને પપૈયા, કેળા, દાડમના પાકોનો સોથ વળી ગયો છે. ફળોના પાક છે તેના ઝાડ પડી જાય છે. જેને દૂર કરવા માટે પણ ખર્ચો લાગશે. ખેડૂતોને 15 લાખ સુધીની નુકસાની થઈ છે. ત્યારે સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવા આવે તેવી માંગ છે.

આ પણ વાંચો:

  1. રાજકોટમાં 9 લાખની ચોરીને અંજામ આપનારા 3 આરોપીઓને પોલીસે ઝડપ્યા - Arrest of thieves
  2. ચાર-પાંચ દિવસ વિરામ બાદ બનાસકાંઠામાં ફરી જામ્યો વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - Rain again in Banaskantha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.