ETV Bharat / state

સિનિયર સિટીઝનોને રેલવે ટિકિટમાં ડિસ્કાઉન્ટની માંગ ફરી દોહરાવાઇ, જુનાગઢ રેલવે વિભાગને જાણ કરાઇ - SENIOR CITIZENS DISCOUNT - SENIOR CITIZENS DISCOUNT

કોરોનાકાળ દરમિયાન તમામ પ્રકારની રેલ્વે સુવિધાઓ ચોક્કસ સમય માટે બંધ કરવામાં આવી હતી. જોકે હવે રેલવે પ્રવાસ પૂર્વવત થઇ ગયો છે. ત્યારે જુનાગઢના સિનિયર સિટીઝનો રેલવેમાં મળતી સવલતો ફરી શરુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

સિનિયર સિટીઝનોને રેલવે ટિકીટમાં ડિસ્કાઉન્ટની માંગ ફરી દોહરાવાઇ, જુનાગઢ રેલવે વિભાગને જાણ કરાઇ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 7:54 PM IST

રેલવે ટિકિટમાં ડિસ્કાઉન્ટની માંગ

જુનાગઢ : કોરોના સંક્રમણ કાળ દરમિયાન તમામ પ્રકારની રેલવે સુવિધાઓ ચોક્કસ સમય માટે બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાનું સંક્રમણ ખૂબ ઘટી જતા રેલવેનો પ્રવાસ અને યાત્રી સુવિધાઓ ફરી એક વખત પૂર્વવત કરવામાં આવી છે. પરંતુ કોરોના કાળ થી બંધ કરવામાં આવેલી સિનિયર સિટીઝનો માટેની રેલવેમાં મળતી તમામ સવલતો આજે પણ બંધ છે. જેને ચાલુ કરવામાં આવે તેવી જુનાગઢથી માંગ ઉઠી રહી છે.

રેલવેમાં સિનિયર સિટીઝનોને આપો રાહત : કોરોના સંક્રમણ કાળ દરમિયાન યાતાયાત અને ખાસ કરીને રેલવે સેવાઓ ખૂબ જ પ્રભાવિત જોવા મળી હતી. આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સમગ્ર દેશનું રેલવે નેટવર્ક બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોના સંક્રમણ સમયગાળો પૂર્ણ થતા રેલવેની તમામ સુવિધાઓ ફરી એક વખત પૂર્વવત કરવામાં આવી છે. પરંતુ આજે પણ રેલ્વે વિભાગમાં સિનિયર સિટીઝનોને મળતી સવલતો હજુ પણ શરૂ થવા પામી નથી. જેને લઈને જૂનાગઢના સિનિયર સિટીઝનો દ્વારા રેલવે વિભાગ તાકીદે કોરોના સંક્રમણ પહેલા સિનિયર સિટીઝનો માટે જે સુવિધાઓ રેલવેની તમામ ટ્રેનોમાં હતી તે ફરીથી પૂર્વવત્ કરે તેવી માંગ કરાઈ રહી છે.

ટિકિટમાં સહાય અપાય : કોરોના સંક્રમણ પૂર્વે રેલવેની તમામ ટ્રેનોમાં સિનિયર સિટીઝનો માટે વિશેષ સવલતો આપવામાં આવતી હતી જેમાં પ્રત્યેક મહિલા સિનિયર સિટીઝનને ટિકિટ પર 60 ટકા અને પુરુષ સિનિયર સિટીઝનને 50 ટકા જેટલી રાહત આપવામાં આવતી હતી. આ સિવાય અન્ય કેટલીક સહાય પણ રેલવેની મુસાફરી દરમિયાન સિનિયર સિટીઝન પ્રવાસીઓને આપવામાં આવતી હતી. કોરોનાકાળ દરમિયાન પેસેન્જર ટ્રેનના તમામ ભાડાંઓ એક્સપ્રેસ ટ્રેનના કરી દેવામાં આવ્યાં હતાં. થોડા દિવસ પૂર્વે તેમાં ફેરફાર કરીને પેસેન્જર ટ્રેનનું ભાડું કોરોના સમય પહેલા જે હતું તેને પૂર્વવત કરી દેવામાં આવ્યું છે, પરંતુ સિનિયર સિટીઝનો માટે ટિકિટમાં મળતું ડિસ્કાઉન્ટ આજે પણ બંધ છે. જેને તાકીદે શરૂ કરવામાં આવે તેવી માંગ જૂનાગઢના સિનિયર સિટીઝનો કરી રહ્યા છે.

રેલ્વે વિભાગને કરાઈ છે જાણ : સિનિયર સિટીઝનોને ટિકિટમાં જે ડિસ્કાઉન્ટ મળતું હતું તે ફરીથી પૂર્વવત થાય તે માટેની માંગ પણ જૂનાગઢમાંથી અવારનવાર રેલવે પ્રધાનને કરવામાં આવી છે. પીયુષ ગોયલ બાદ અશ્વિની વૈષ્ણવને પણ આ જ પ્રકારે સિનિયર સિટીઝનોને રેલવે ટિકિટમાં મળતું ડિસ્કાઉન્ટ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. પરંતુ હજુ સુધી સિનિયર સિટીઝનોને મળતા ડિસ્કાઉન્ટમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જે તાકીદે પૂર્ણ કરીને દેશના લાખો સિનિયર સિટીઝનો કે જે રેલવેમાં મુસાફરી કરવાને પ્રાથમિકતા આપે છે તેને ધ્યાને રાખીને સહાય શરૂ કરવઃની માગ ઉઠી જ છે.

સિનિયર સિટીઝનને મળતું ડિસ્કાઉન્ટ ક્યારથી બંધ : વર્ષ 2019 પૂર્વે સિનિયર સિટીઝનોને રેલવે મુસાફરીમાં તમામ લાભો આપવામાં આવતા હતાં. સિનિયર સિટીઝનને ડિસ્કાઉન્ટ આપવાનો અંતિમ નિર્ણય રેલવે બોર્ડ નવી દિલ્હી કરી શકે છે.

  1. Supreme Court : વરિષ્ઠ નાગરિકોને સુપ્રીમ ઝટકો, રેલ ભાડામાં છૂટ પુનઃસ્થાપિત કરવાની માંગ ફગાવી
  2. Uttarayan 2024: ઉત્તરાયણ પર્વે જૂનાગઢમાં સિનિયર સિટીઝનો માટે યોજાઈ અનોખી સ્પર્ધા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.