ETV Bharat / state

ચોમાસા દરમિયાન આવી રીતે મપાય છે વરસાદ ! જાણો પદ્ધતિ - rain measuring instrument

ચોમાસા દરમિયાન વરસાદ પડતા જ સમાચાર માધ્યમમાં આટલા મિલીમીટર કે આટલા ઇંચ વરસાદ જે તે શહેર કે વિસ્તારમાં પડ્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થતા હોય છે, પરંતુ તમને ખબર છે વરસાદને માપવાનું સાધન કઈ રીતે કામ કરે? તેને ક્યાં લગાવવામાં આવે? તે કેટલા ભાગનું બનેલું હોય છે? આ તમામ માહિતી વરસાદના માપવાને લઈને તમારા માટે મહત્વની બની રહેશે. જુઓ કઈ રીતે વરસાદનું માપન વરસાદ માપક યંત્રમાં થાય છે. rain measuring instrument

જાણો કઈ રીતે મપાય છે ચોમાસા દરમિયાન વરસાદ
જાણો કઈ રીતે મપાય છે ચોમાસા દરમિયાન વરસાદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 8, 2024, 9:53 AM IST

Updated : Aug 8, 2024, 4:04 PM IST

સાદા વરસાદ માપક યંત્રમાં તમામ કામગીરી માટે કોઈ કર્મચારીની હાજરી અનિવાર્ય બનતી હોય છે (Etv Bharat Gujarat)

જુનાગઢ: ચોમાસા દરમિયાન વરસાદ પડતા જ સમાચાર માધ્યમોમાં જે તે વિસ્તારમાં આટલા મિલી મીટર કે આટલા ઇંચ વરસાદ પડ્યો તેવા સમાચારો સતત આવતા હોય છે. વરસાદને પણ માપવા માટેના સાધનો બનાવવામાં આવ્યા છે. જેમાં પણ બે પ્રકાર છે, એક સાદું વરસાદ માપક યંત્ર અને બીજું સ્વયં સંચાલિત વરસાદ માપક યંત્ર. સાદા વરસાદ માપક યંત્રમાં તમામ ડેટા જે તે કર્મચારી દ્વારા સ્વયં મેળવવાના થતા હોય છે તો સ્વયં સંચાલિત વરસાદ માપક યંત્ર વરસાદના તમામ ડેટા ગ્રાફ મારફતે આપોઆપ પૂરા પાડતા હોય છે.

માપક યંત્રમાં ગ્રાફની મારફતે વરસાદની ટકાવારી અને વરસાદની તીવ્રતા આપોઆપ નોંધાઈ જતી હોય
માપક યંત્રમાં ગ્રાફની મારફતે વરસાદની ટકાવારી અને વરસાદની તીવ્રતા આપોઆપ નોંધાઈ જતી હોય (Etv Bharat Gujarat)

સાદુ વરસાદ માપક યંત્ર: સાદુ વરસાદ માપક યંત્ર પાંચ ભાગોમાં વિભાજીત કરીને બનાવવામાં આવે છે. જેમાં ગરણી સંગ્રાહક બાહ્યક સિલિન્ડર અને યંત્રને ઉભા રાખવા માટે બનાવવામાં આવેલો કોન્ક્રીટનો બેઝ આ પ્રકારનું સાદું વરસાદ માપક યંત્ર આકાશ નીચે ખુલા વિસ્તારમાં ગોઠવવામાં આવે છે. જેમાં પાંચ ઇંચની ગોળાઈ ધરાવતી ગરણી રાખવામાં આવે છે. જેમાં વરસાદના પ્રત્યેક ટીપા ગરણી મારફતે સંગ્રાહકમાં સંગ્રહ થાય છે. ત્યારબાદ વરસાદના પાણીને મેઝરીંગ સિલિન્ડરમાં નાખવાથી દિવસ દરમિયાન કેટલો વરસાદ પડ્યો તેની ચોક્કસ વિગતો હવામાન ખાતાને પ્રાપ્ત થતી હોય છે.

સ્વયં સંચાલિત વરસાદ માપક યંત્ર કોઈ પણ વ્યક્તિની ગેરહાજરીમાં પણ કામ કરી શકે
સ્વયં સંચાલિત વરસાદ માપક યંત્ર કોઈ પણ વ્યક્તિની ગેરહાજરીમાં પણ કામ કરી શકે (Etv Bharat Gujarat)

સ્વયમ સંચાલિત વરસાદ માપક યંત્ર: સ્વયં સંચાલિત વરસાદ માપક યંત્રમાં વિશેષ પ્રકારે વરસાદની સાથે કયા સમયે વરસાદ અતિ તીવ્ર વેગ સાથે પડેલો છે તેની વિગતો પણ નોંધાય છે. આવા વરસાદ માપક યંત્રમાં ગ્રાફની મારફતે વરસાદની ટકાવારી અને વરસાદની તીવ્રતા આપોઆપ નોંધાઈ જતી હોય છે. ત્યારબાદ સ્વયં સંચાલિત વરસાદ માપક યંત્રમાં એકઠુ થયેલું વરસાદનું પાણી આપોઆપ નીકળી જતું હોય છે. સાદા વરસાદ માપક યંત્રમાં તમામ કામગીરી માટે કોઈ કર્મચારીની હાજરી અનિવાર્ય બનતી હોય છે, તો સ્વયં સંચાલિત વરસાદ માપક યંત્ર કોઈ પણ વ્યક્તિની ગેરહાજરીમાં પણ કામ કરી શકે છે. ગ્રાફમાં એકત્ર થયેલા ડેટાને અભ્યાસ કરવાથી દિવસ દરમિયાન કેટલો વરસાદ પડ્યો અને કયા સમયે વરસાદની તીવ્રતા સૌથી વધારે કે સૌથી ઓછી જોવા મળી હતી તેની વિગતો પણ સ્વયં સંચાલિત વરસાદ માપક યંત્રમાંથી મળી આવે છે.

  1. આંકડા ધોધની મજા માણવા ગયેલા સહેલાણીઓ ફસાયા, પોલીસે 1200 જેટલા લોકોનું કર્યું રેસ્ક્યુ - 1200 passengers were rescued
  2. ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાયા, તાપી નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરાયા - Tapi Ukai Dam Surat

Last Updated : Aug 8, 2024, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.