મહીસાગર: મહીસાગરમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતા ચાર લોકોને પોલીસે દબોચ્યાં છે. સંતરામપુરના વાંકાનાડા પાસેથી શંકાસ્પદ MD ડ્રગ્સ સાથે ચાર લોકોને મહીસાગર પોલીસે ઝડપી પાડ્યા છે. મધ્યપ્રદેશ તરફથી કારમાં ચાર લોકો શંકાસ્પદ MD ડ્રગ્સ લઈ અને ગુજરાતમાં આવ્યા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે વાંકાનાડા પાસે ચેકિંગ દરમિયાન ગાડીમાં તપાસ કરતાં શંકાસ્પદ MD ડ્રગની પડીકી મળી આવી હતી. સંતરામપુર પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ દરમ્યાન અંદાજે પચ્ચાસ ગ્રામ જેટલું MD ડ્રગ્સ અંદાજીત રૂપિયા 4,40,000 અને કાર વિગેરે મળીને રુપિયા 5,25,000 નો કુલ મુદ્દામાલ કબજે કર્યું છે.
પોલીસને મળી હતી સચોટ માહિતીઃ સંતરામપુર પોલીસ દ્વારા ગઈકાલે નાઈટ કોમ્બિંગ હોઈ, સંતરામપુર PI અને પોલીસ સ્ટાફની વિવિધ ટીમો રચીને સંતરામપુર અને તાલુકાના વિવિધ વ્યુહાત્મક સ્થળે પોલીસ પોઈન્ટ પર સ્ટાફ મુક્યો અને ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, આ કોમ્બિંગ નાઈટ દરમ્યાન સંતરામપુર પોલીસને મળેલ બાતમીના આધારે સંતરામપુર બાયપાસ રોડ પરથી મધ્યપ્રદેશ તરફથી ફોર વ્હીલ કાર MP 43CA 6368 ની સંતરામપુર વાકાનાડા તરફ પુર ઝડપે આવતાં શંકા જતાં પોલીસે કારને રોકવા ઇશારો કર્યો અને કાર ઊભી રાખીને અંદર બેઠેલા ઈસમોની પુછપરછ કરતા, તે કારમાં રાખેલું MD ડ્રગ્સ આશરે પચ્ચાસ ગ્રામ જેટલું મળી આવ્યું હતું. પોલીસે કારમાં સવાર ડ્રાયવર સહિત ત્રણ વ્યકિતઓને અને કાર તેમજ ડ્રગ્સને કબજે લઈને શંકાસ્પદ ડ્રગ્સ અંગે FSL ને રિપોર્ટ કરતાં FSL દ્વારા આ ડ્રગ્સની ચકાસણી કરીને પકડવામાં આવેલું ડ્રગ્સ પ્રતિબંધિત MD ડ્રગ્સ હોવાનો રિપોર્ટ સંતરામપુર પોલીસને આપતા પોલીસે આ બનાવમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
મહીસાગર એએસપી વિવેક ભેડાના જણાવ્યા અનુસાર, ગઇકાલે રાત્રે રિસપેકટેડ આઈજી સરની સૂંચના અનુસાર અમોએ એક કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ તેમજ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એવામાં સંતરામપુરના વાકાનાડા વિસ્તારમાં એક અમારો પોઈન્ટ છે, તો ત્યાં પીએસઆઇ તેમજ જીઆરડી અમારા પોલીસના સભ્યો હોય છે એ પેટ્રોલિંગ કરતાં હતા, તો એ દરમ્યાન એક સ્વિફ્ટ ડિઝાયર કાર આવેલી હતી, અને તેની અંદર ચાર ઇસમો હતા અને તેની અંદર ચેકિંગ કરતાં તેની અંદર શંકાસ્પદ મળી આવ્યાનું જણાઈ આવ્યું હતું. તેમની પૂછપરછ કરતાં ચહેરા શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. તો આગળ તપાસ કરવામાં આવી તો તેમની પાસે એમડી પદાર્થ છે, વાઈટ કલરનો રહેલો છે. તો આગળની કાર્યવાહી કરવા માટે અમોએ રિસપેકટેડ ગેજ્હેટેડ ઓફિસરને બોલાવેલા અને FSL અધિકારીઓને બોલાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. સાથે સાથે પદાર્થ જે 44.6 ગ્રામ જેટલો મળી આવ્યો અને આરોપીઓનું ઇન્વિસ્ટિગેસન શરૂ કરી દેવામાં આવ્યું છે. જે ચાર આરોપીઓ છે તેમના નામ છે, કૈલાસ ચંદ્ર ગોપાલદાસ પરમાર, અરબાજ ઉર્ફે સોનું એઝાજ હિંમતખાન પઠાણ, દીપકભાઈ રાધેશ્યામ અને રોશન ઝાકિર હુસેન મકરાણી ચારેય મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાંથી આવી રહ્યા હતા. અને તેઓ ગુજરાતમાં આ ડ્રગ્સની સાથે આવીને તેનું વેચાણ કરવાના હતા, તો આગળ પણ અમે એની ફોરવડ લિન્ક અને આ ડ્રગ્સ ક્યાથી આવેલું છે એની તપાસ અમે કરવા જઈ રહ્યા છે.