અમદાવાદ: અમદાવાદ શહેરના આંગણે ફરી એકવાર 'સંગીત સંકલ્પ' સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. આજે શુક્રવારે સાંજે 8:30 વાગ્યાથી શહેરના મીઠાખળી ખાતે આવેલા લાયન્સ હોલમાં સંગીત પ્રેમીઓ માટે ઓપનિંગ સેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ છે કે અમદાવાદમાં 'સપ્તક' સાથે મળીને છેલ્લા 29 વર્ષથી 10 દિવસના 'સંગીત સંકલ્પ સપ્તાહ'નું આયોજન દર વર્ષે કરવામાં આવી આવતું હોય છે.
સંગીત સંકલ્પ સમારોહ અન્ય કાર્યક્રમથી કેવી રીતે અલગ?
સંગીત સંકલ્પ દ્વારા એવા નવા કલાકારોને મંચ પ્રદાન કરવામાં આવે છે, જેઓ પોતાના ઘર, શહેર અને વિસ્તાર સુધી સીમિત રહી જાય છે. તો સ્ટેજ પર વારંવાર કેટલાક નામાંકિત કલાકારોને સાંભળવાથી, સંગીતની વિવિધતા અને સર્જનાત્મકતા ઓછી થતી જાય છે. ત્યારે નવા કલાકારોના તક મળવાથી તેમાં નિરંતર નવું આવતું રહે છે. આ સમજણ હેઠળ દેશના 40-50 શહેરોમાં છેલ્લા 35 વર્ષથી ‘સંગીત સંકલ્પ’ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. 2016થી અમેરિકાના લોસ એન્જલસમાં પણ કાર્યક્રમો શરૂ થયા છે.
35-40 કલાકારો અમદાવાદમાં પ્રદર્શન કરશે
દર વર્ષે દેશના અલગ-અલગ ભાગોમાંથી 35-40 નવા કલાકારો અમદાવાદ આવે છે અને શ્રોતાઓ આવીને તેમનો ઉત્સાહ વધારે છે. જોકે આ પહેલો એવો સંગીત સંકલ્પ સમારોહ હશે જેમાં તેના સ્થાપક મુકેશ ગર્ગ અને અમદાવાદમાં સંગીત સંકલ્પના અધ્યક્ષ અને સપ્તક સંસ્થાના સહ-સંસ્થાપક મંજૂ નંદન મહેતા હયાત નથી. આ વખતનો સંગીત સપ્તાહ આ બંને વિભૂતિઓને સમર્પિત છે. સાથે જ 19 ઓક્ટોબરે ડો. મુકેશ ગર્ગ અને મંજૂ મહેતાને શ્રદ્ધાંજલિ આપીને યાદ કરવામાં આવશે.
સંગીત સંકલ્પ સમારોહના 10 દિવસમાં કયા કલાકારો સ્ટેજ પર દેખાશે તે જોવા અહીં ક્લિક કરો
10 દિવસમાં મંચ પર અલગ-અલગ કલાકારો દેખાશે
10 દિવસ સુધી ચાલનારા આ સંગીત સપ્તાહમાં પહેલા દિવસે પ્રાંશુ પાઠક, ધવન ત્રિવેદી, રાધિકા પરીખ, માતંગ પરીખ, વેદાંત ત્રિવેદી, અભિષેક ગુપ્તા, વિશાલ ગોરી, ગુલામ હસન ખાન, દ્વિજ ગાંધર્વ, સુમિત મિશ્રા સહિતના કલાકારો પરફોર્મ કરશે. સંગીત સપ્તાહમાં વાયોલિન, તબલા, વોકલ, હાર્મોનિયમ, સિતાર, સરોદ, વાંસળી, કીબોર્ડ સહિતના વાદ્યો વગાડતા જોવા મળશે. સંકલ્પ સપ્તાહના દસમા અને અંતિમ દિવસને ખાસ બાળોત્સવ તરીકે ઉજવાય છે. જેમાં શાસ્ત્રીય સંગીતના બાળ કલાકારોની ઉસ્તાદી જોવા માટે લોકો આવતા હોય છે.
આ પણ વાંચો: