ETV Bharat / state

UPSCની પરીક્ષામાં ઝળક્યા સુરતના બે તેજસ્વી તારલા, 43મો રેન્ક મેળવનાર અંજલી ઠાકુરનું કલેક્ટર બનવાનું સપનું - UPSC Exam result 2024 - UPSC EXAM RESULT 2024

UPSC પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, ત્યારે સુરતના બે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં બાજી મારી છે, જેમાં સુરતની અંજલી ઠાકુરે 43મો રેન્ક અને સુરતના જેનીલ દેસાઈએ 490મો રેન્ક મેળવ્યો છે. જાણો કોણ છે આ તેજસ્વી તારલા અને કેવી રીતે કરી તૈયારી ?

UPSCની પરીક્ષામાં ઝળક્યા સુરતના બે તેજસ્વી તારલા

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 8:21 PM IST

સુરત: પાંડેસરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અજય ઠાકુર મૂળ બિહારના વતની છે અને તેમની દીકરી અંજલી ઠાકુરે UPSCની પરીક્ષા પાસ ક્લિયર કરી ચૂકી હતી, પરંતુ તેની એક જ જીદ હતી કે કલેકટર બનવું અને પોતાની જીદ પૂર્ણ કરવા માટે તેને ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી અને આખરે તેને દેશભરમાં 43મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. હાલ તે દિલ્હીમાં ટ્રેનિંગ લઈ રહી છે. પોતાના રેન્કથી સંતુષ્ટ નહોતી જેથી તેણે ફરીથી પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. અંજલીએ વિચાર્યું હતું કે જ્યાં સુધી સારો રેન્ક નહીં મળે ત્યાં સુધી તે નોકરી કરશે અને સાથોસાથ પરીક્ષા પણ આપશે.

કેવી રીતે કરી પરીક્ષાની તૈયારી: અંજલીએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં પુસ્તકો રાખવા માટે પણ જગ્યા નહોતી. પોતાના બેડની અંદર તે પુસ્તકો મૂકતી હતી. સ્ટડી રૂમ ના હોવાના કારણે તે કલાકો લાઇબ્રેરીમાં જઈને ભણતી હતી. સોશિયલ મીડિયાથી દૂર રહેતી હતી. ક્લાસીસમાં મોંઘા મટીરીયલ મળતા હતા જેથી તેણે પોતે જ મટીરીયલ તૈયાર કર્યા હતા. વર્ષ 2022માં UPSCમાં તેનું સિલેક્શન થયું હતું. કોરોના સમયે તે સેલ્ફ સ્ટડી કરી પ્રિલીમ્સ અને મેઈન્સ પાસ કરી પરંતુ ઇન્ટરવ્યૂમાં રહી ગઈ. જ્યારે વર્ષ 2022માં તેણે ફરીથી પરીક્ષા આપી અને ફાઈનલ સિલેક્શન થઈ ગયું.

કોણ છે જેનીલ દેસાઈ: UPSCની પરીક્ષામાં 490 રેન્ક મેળવનાર જેનીલ દેસાઈ સુરતમાં રહે છે, તેણે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ થી મેકેનિકલ એન્જિનિયરિંગ કરી છે. એન્જિનિયરિંગની સાથો સાથ તેણે યુપીએસસીની પરીક્ષા પણ આપવા માટેની તૈયારીઓ કરી હતી. જેનીલ દેસાઈ મૂળ અમરેલી જિલ્લાના જીરા ગામના વતની છે તેમનો પરિવાર વર્ષોથી સુરતમાં રહે છે. જેનીલના પિતા એમ્બ્રોઇડરીના વેપાર સાથે સંકળાયેલા છે.

જેનીલનું સપનું: જેનીલે જણાવ્યું હતું કે બે એટેમ્પટમાં તેણે UPSCની પરીક્ષા પાસ કરી છે. પ્રથમ પ્રયાસમાં તે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો નહોતો, જોકે બીજા અટેમ્પમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો. ત્રીજી વાર સતત પ્રયાસ કર્યો અને મહેનત પણ કરી અને આખરે ત્રીજી વાર સફળતા મળી હતી. યુપીએસસીની પરીક્ષા સાથે જેનીલે વન વિભાગની પણ પરીક્ષા આપી હતી, જેમાં તે પાસ થઈ ગયો હતો. જેનીલનું સપનું કલેકટર બનવાનું હતું. આ માટે તેણે ફરીથી UPSCની પરીક્ષાની તૈયારી કરી હતી. હાલ જેનીલ દેહરાદુન છે અને વન વિભાગની ટ્રેનિંગ કરી રહ્યા છું. સતત કલાકો ભણ્યા બાદ આ મહેનત સફળ થઈ છે. સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ પર ખાસ નજર રાખતો હતો.

  1. UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યુ - FINAL RESULTS OF UPSC
  2. શાબાશ ! ભરૂચના જીતાલી ગામના આદિવાસી પરિવારની દિકરી બની ડે.કલેકટર, જાત મહેનત જિંદાબાદ આને કહેવાય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.