ETV Bharat / state

વડોદરાના માંજલપુરના રહીશોએ મનપાની ઓફિસે કર્યો રોષ વ્યક્ત, મનપા કમિશ્નરની ગાડીનો ઘેરાવ કરાયો - Public anger against the system

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 7:15 PM IST

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમા આવેલ સનસીટી સોસાયટીના રહીશોને પૂરના સંકટ સમયે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે તંત્ર પર ગુસ્સે થયેલી જનતાએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને પાલિકા પહોંચીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. Public anger against the system

વડોદરાના માંજલપુરના રહીશોએ મનપાની ઓફિસે કર્યો રોષ વ્યક્ત
વડોદરાના માંજલપુરના રહીશોએ મનપાની ઓફિસે કર્યો રોષ વ્યક્ત (Etv Bharat gujarat)

વડોદરા: શહેરના માંજલપુરની સનસીટી સોસાયટીના રહીશોને પૂરના સંકટ સમયે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમના વિસ્તારમાં પૂરનાં પાણી પણ એક સપ્તાહ સુધી ઓસર્યા નહોતા. જેને કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે. તેથી તંત્ર પર ગુસ્સે થયેલ જનતાનો મોરચો કિર્તીસ્તંભથી પગપાળા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા પાલિકાની કચેરી ખાતે પહોંંચીને રોષ વ્યક્ત કર્યો હતો.

પાલિકાના સુરક્ષા કર્મીઓ દ્વારા ગેટ બંધ કરાયો: વડોદરા શહેરના લોકોને પૂરમાં ભારે નુકસાન થયું છે. જેને લઇને લોકો રોષે ભરાયા છે. એટલું જ નહીં પરંતુ મોંઘવારીના સમયમાં કુદરતી પૂરમાંથી ફરીથી બેઠા થતાં લોકોને વર્ષો વીતી જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સનસીટી સોસાયટીમાં પૂરના પાણી એક સપ્તાહ સુધી ઓસર્યા નહોતા. જેને કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે. આ સોસાયટીના પૂર પીડિતોનો મોરચો કિર્તીસ્તંભથી પગપાળા બેનરો, સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરીએ પહોંચતા પાલિકાના સુરક્ષા કર્મીઓ દ્વારા ગેટ બંધ કરી દીધો હતો.

પૂરપીડિતોએ કમિશ્નરનો કર્યો ઘેરાવો: જાણવા મળતી માહિતી મુજબ પાલિકા કચેરીના ગેટ બહાર લોકોએ હોબાળો મચાવ્યો હતો. રોડ ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે જ મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની ગાડી આવતા પૂરપીડિતોએ કમિશ્નરનો ઘેરાવો કર્યો હતો. બાદમાં કમિશ્નર દિલીપ રાણાએ 5 આગેવાનોને પોતાની ઓફિસમાં બોલાવી રજૂઆત સાંભળવા જણાવ્યું હતું. ત્યાંર બાદ સ્થાનિકોની વાત શાંતિથી સાંભળી હતી. ત્યાર બાદ કમિશ્નરે મશીનો કામે લગાડી દીધાં છે અને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેવી બાંહેધરી આપી હતી. જેને લઇને લોકોનો રોષ શાંત થયો હતો.

કુદરતી પૂરમાં કરોડોનું નુકસાન: વડોદરા શહેરમાં ગત તા. 26 થી 29 ઓગસ્ટ દરમિયાન ઐતિહાસિક પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી હતી. જેમાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં એવા પણ અનેક વિસ્તારો હતા. જ્યાં અગાઉ ક્યારેય પૂરના પાણી પ્રવેશ્યા ન હતા. પરંતુ આ વર્ષે આવેલા પૂરમાં એવા અનેક વિસ્તારોમાં પ્રથમવાર પૂરના પાણી પ્રવેશ્યા છે. સમગ્ર શહેરમાં વરસાદી પાણીના નિકાલ કરતી ભૂખી કાંસ, મત્સ્યા કાંસ, રૂપારેલ કાંસ તથા હાઇવેના સમાંતર બહાર કોતરો સુધી જતી કાંસો ઉપરના દબાણો અને વિશ્વામિત્રી નદીના કુદરતી પૂરમાં કરોડોનું દબાણોને કારણે શહેરમાં પૂરપ્રકોપ આવ્યું છે. જેમાં શહેરના લોકોને કરોડોનું નુકસાન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:

  1. રાજકોટમાં સ્મશાન લાકડા કૌભાંડ મામલે કોંગ્રેસે મ્યુનિસિપલ કમીશ્નરને રજૂઆત કરી - Corruption in Rajkot Corporation
  2. જૂનાગઢ પર ફરી એક વખત પાકિસ્તાનનો હાસ્યાસ્પદ દાવો, ભારત પર કબજો કર્યાનો આક્ષેપ - Ridiculous statement of Pakistan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.