ETV Bharat / state

રિન્યુએબલ એનર્જી સમિટનું સમાપન, "2030 સુધી ગ્રીન હાઈડ્રોજનમાં 8 લાખ લોકોને રોજગાર મળશે"- ઉપરાષ્ટ્રપતિ - Renewable Energy Summit - RENEWABLE ENERGY SUMMIT

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત રિન્યુએબલ એનર્જી સમિટનો આજે છેલ્લો દિવસ હતો. સમિટના સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા. Renewable Energy Summit

રિન્યુએબલ એનર્જી સમિટનું સમાપન, 2030 સુધી ગ્રીન હાઈડ્રોજનમાં 8 લાખ લોકોને રોજગાર મળશે
રિન્યુએબલ એનર્જી સમિટનું સમાપન, 2030 સુધી ગ્રીન હાઈડ્રોજનમાં 8 લાખ લોકોને રોજગાર મળશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2024, 7:20 PM IST

રિન્યુએબલ એનર્જી સમિટનું સમાપન, 2030 સુધી ગ્રીન હાઈડ્રોજનમાં 8 લાખ લોકોને રોજગાર મળશે (Etv Bharat Gujarat)

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આયોજિત રિન્યુએબલ એનર્જી સમિટનો આજે છેલ્લો દિવસ હતો. સમિટના સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જનમેદનીને સંબોધન કર્યું હતું. ચાલો જાણીએ મહાનુભાવોએ સંબોધનમાં શું જણાવ્યું.

સમિટમાં 3 લાખ કરોડના MOU થયા: સમિટના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત રેન્યુએબલ એનર્જી કેપિટલ છે. જ્યોતિગ્રામ યોજનાથી ગામડામાં 24 કલાક વીજળી મળી છે. તાત્કાલિન મુખ્યમંત્રી મોદીએ ગુજરાતમાં પ્રથમ સોલાર પાર્ક બનાવ્યો હતો. સૌની યોજના અને સુજલમ સુફલામ યોજનાથી ગામડે ગામડે પાણીની વ્યવસ્થા થઈ છે. 9460 MV હાઇડ્રો પાવર માટે 9 હજાર કરોડના MOU થયા છે. સમિટમાં રાજ્યમાં 3 લાખ કરોડના MOU થયા છે.

3 દિવસીય રિન્યુએબલ એનર્જી સમિટનું સમાપન: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, 3 દિવસીય રિન્યુએબલ એનર્જી સમિટનું આજે સમાપન છે. 3 દિવસ RE સમિટમાં આગળ વધવા આપણે ચિંતન અને મનન કર્યું છે. દુનિયામાં સતત વધતા ભૌતિકવાદને કારણે પર્યાવરણને નુકસાન થયું છે. ઠંડા પ્રદેશો આજે ગરમ થઈ ગયા છે. ઠંડા પ્રદેશોમાં હીટ વેવ અને દાવાનળ ફાટી રહ્યા છે. વિકાસથી પ્રકૃતિનું શોષણ ન થવું જોઈએ. સૂર્ય, જળ, હવા, વાયુ, ધરતી વગર જીવન સંભવ નથી. સૂર્ય દેવતા નારાજ થતા ઓઝોન પડ ફાડી નાખ્યું છે. શહેરોમાં સ્વચ્છ હવા નથી મળતી. લોકોમાં વાયુ પ્રદૂષણ જન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે.

RE સેક્ટરમાં અનેક સ્ટાર્ટઅપ શરુ થયા: જળ પ્રદૂષણને કારણે પાણીની બોટલો ખરીદીને પીવી પડે છે. હાર્ટ એેટેક, કિડની, લીવર વગેરે રોગ વધી ગયા છે. આપણે રિન્યુએબલ એનર્જી મારફતે પ્રકૃતિનો વિનાશ કર્યા વગર વિકાસ કરવાનો છે. RE માં તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ ખૂબ કામ કર્યું છે. RE સેક્ટરમાં અનેક સ્ટાર્ટઅપ શરૂ થયા છે. ઓક્સિજન અને હાઇડ્રોજનમાંથી ગ્રીન હાઇડ્રોજન બનશે. આજે ભારતના લોકોએ સૂર્ય કિરણ, પવન, પાણીને વિકાસનો આધાર બનાવ્યો છે. 2047 સુધી આપણે વિકસિત ભારત તરફ આગળ વધીશું.

લોકો રિન્યુએબલ એનર્જી સંદર્ભે સક્રીય: રિન્યુએબલ એનર્જી સમિટના સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે, ગુજરાતે ભારતને અને વિશ્વને રાહ બતાવી છે. ભારતને આઝાદી તરફ લઈ જવામાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે નવો વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો હતો. મુખ્યમંત્રીને અભિનંદન આપું છું. મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા છે. રિન્યુએબલ એનર્જીમાં રસ દાખવવો ફરજીયાત છે. જે આપણું ભાવી નક્કી કરવાનો છે. પર્યાવરણને બચાવવા માટે રિન્યુએબલ એનર્જીમાં પગલા ભરવા જ પડશે. પ્રાકૃતિક ફેરફારો બાદ લોકો રિન્યુએબલ એનર્જી સંદર્ભે સક્રીય થયા છે.

ઘર પર સોલાર પેનલ લાગશે: આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યુું કે, વૈશ્વિક કક્ષાએ અત્યારે ક્લાઈમેટ ચેંજ પર કામ થઈ રહ્યું છે. ભારતે ચેલેંજ ઉપાડી છે. પીએમ મોદી પહેલા ગ્લોબલ સાઉથ વિશે કોઈ ચર્ચા ન હતી. ભારત હવે જાગી ગયું છે. મેં પણ વિચાર્યું ન હતું કે લોકો માટે ઘર પર સોલાર પેનલ લાગશે અને તેનાથી વિજળી ઉત્પન્ન થશે. ભૂતકાળમાં આપણે સોલાર ઈક્વિપમેન્ટ આયાત કરતા હતા. 2030 સુધી હાઈડ્રોજનમાં પણ 6 લાખ કરોડનું રોકાણ અને 8 લાખ લોકોને રોજગાર મળશે. 1990માં સાંસદ તરીકે 50 ગેસ કનેક્શન અપાતા હતા. હવે 100 મિલિયન કનેક્શન અપાઈ ગયા છે.

સમિટ ધરતીને બચાવવા માટેનો મોટો હવન: તેમને વધુમાં જણાવ્યું કે, જમ્મુ કશ્મીરમાં એક સમયે રસ્તા પર 12 લોકો પણ દેખાતા ન હતા. ગત વર્ષે 2 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. પીએમ મોદીએ એક દાયકામાં જે કહ્યું એ કર્યું છે. ખાતમુહૂર્ત કર્યું એનું લોકાર્પણ પણ કર્યું છે. આ સમિટ ધરતીને બચાવવા માટેનો મોટો હવન છે જેમાં દરેકે આહુતિ આપવી જોઈએ.

આ પણ વાંચો:

  1. વલસાડ સિવિલ હોસ્પિટલમાં શ્વાન ફરતા હોવાનો વીડિયો વાયરલ, મુખ્ય સંચાલકે સુરક્ષામાં બેદરકારીની વાત કબૂલી - Stray dogs roam the Civil Hospital
  2. ફ્લેમિંગો જેવા દેખાતા પેઇન્ટેડ સ્ટોર્ક ભાવનગરના મહેમાન બન્યા, દરિયાકાંઠાના આ પક્ષીએ ભાવનગરની શોભામાં કર્યો વધારો... - Painted Stork In Bhavnagar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.