ETV Bharat / state

અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ મથકેથી અપાશે પરવાનગીઓ, કમિશનરે શું કહ્યું જાહેરનામામાં? - Ganesh Mahotsav 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 17, 2024, 10:36 PM IST

અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરની કચેરીની વિશેષશાખા તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગણેશ મહોત્સવ દરમિયનની શોભાયાત્રા, ડીજે, વિસર્જન સહિતની પરવાનગીઓ સ્થાનિક પોલીસ મથકેથી આપવા અંગે વાત કરવામાં આવી છે. - Ganesh Mahotsav 2024

ગણેશ મહોત્સવની અમદાવાદમાં તૈયારીઓ
ગણેશ મહોત્સવની અમદાવાદમાં તૈયારીઓ (Etv Bharat Gujarat)

અમદાવાદઃ ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી અપાશે. આ અંગે કમિશનર કચેરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ દિવસો દરમિયાન લોકોની ભીડ પણ ઉમટતી હોય છે અને તહેવારના સમયે લોકોની સુરક્ષા પણ પોલીસ માટે અગ્રીમ મહત્વની જવાબદારી બની જતી હોય છે.

શું કહ્યું છે આ જાહેરનામામાં?

ગણેશ મહોત્સવને લઈને જાહેરનામામાં કહેવાયું છે કે, ગણેશ વિસર્જન શોભાયાત્રા/સરઘસ એક કરતા વધારે ઝોન વિસ્તારમાંથી પસાર થનાર હોય તો સરઘસ અંગેની પરમીટ પોલીસ કમિશનરની કચેરી, વિશેષશાખા તરફથી આપવામાં આવશે. ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે.

સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજિયાત આપવાની રહેશે. ગણેશ સ્થાપના તથા વિસર્જનની પરમીટ મેળવવા આયોજકો જ્યારે પોલીસ સ્ટેશને જાય ત્યારે આયોજકો તથા સાથે જે તે વિસ્તારનાં વર્ચસ્વ ધરાવતી ૧૫ થી ૨૦ વ્યક્તિના નામ- સરનામાં આપવાના રહેશે. ગણેશ વિસર્જન કઈ તારીખે તથા કયા સ્થળે કરવામાં આવનાર છે તથા સરઘસના રૂટની વિગતો ફરજિયાતપણે આપવાની રહેશે.

  1. સસ્પેન્ડ કર્યાં છતાં છોટા ઉદેપુરની આ શાળામાં શિક્ષકો લાંબા સમયથી ગેરહાજરઃ જાણો તેમના નામ - Teacher bunking class
  2. ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે પ્રદર્શન - KOLKATA DOCTOR RAPE CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.