કચ્છ: કચ્છ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને રેશનકાર્ડ સાથે જોડી e-KYC કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી સપ્તાહથી 4.45 લાખ જેટલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવશે, તેમજ સમગ્ર કચ્છના 24 લાખથી વધુ અરજદારોને e-KYC સાથે લીન્ક કરવામાં આવશે.
2.5 લાખ લોકોની e-KYC કરવામાં આવી: કચ્છ જિલ્લામાં NFSA અને Non NFSAના કુલ 24 લાખ જેટલા કાર્ડ ધારકો છે. જે તમામમાં રાશનકાર્ડ સાથે આધારકાર્ડ જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 2.5 લાખ લોકોની e-KYC કરવામાં આવી છે. આગામી સમયમાં વ્યાપક ધોરણે ઝુંબેશ છેડીને કામગીરીને વેગવાન બનાવવામાં આવશે. આ માટે ગ્રામીણ વિસ્તારોમાં ટીમો મોકલીને કામગીરી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. તેમજ કેમ્પો પણ યોજવામાં આવી રહ્યા છે.
કોલેજના 4.45 લાખ જેટલા વિદ્યાર્થીઓનું e-KYC: તો સાથે જ શિષ્યવૃત્તિની કામગીરી માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને કોલેજના 4.45 લાખ જેટલા વિદ્યાર્થીઓનું e-KYC કરવાનું છે જેને પ્રાયોરિટી આપવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓની e-KYCની કામગીરી પૂર્ણ કરી તેમને શિષ્યવૃતિનો લાભ મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું.
રેશનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત: કચ્છમાં રેશનકાર્ડમાં દર્શાવાયેલી જનસંખ્યા મુજબ 24,31,822 નાગરિક હોવાનું સામે આવ્યું છે. જે કોઈ લોકો ભવિષ્યમાં સરકારી-બિનસરકારી લાભો મેળવવા ઈચ્છતા હોય તો તે લોકો માટે રેશનકાર્ડ આધારકાર્ડ સાથે જોડાયેલું હોવું ફરજિયાત છે. સરકારના પુરવઠા વિભાગ દ્વારા અપાતા સસ્તા અનાજ લેવાની પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને આધાર સાથે લિંક કરાવવું ફરજિયાત હોવાથી રેશનકાર્ડમાં કે.વાય.સી.વ્યવસ્થા કરવામાં આવી છે.
પરિવારના દરેક સભ્યોના નામ લિંક કરવા જરૂરી: e-KYC કરાવવાનો નિયમ હવે રેશનકાર્ડમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં કચ્છમાં પ્રત્યેક મામલતદાર કચેરી દીઠ 5,81,309 રેશનકાર્ડ નોંધાયેલા છે. જે તમામ રેશનકાર્ડ ઓનલાઈન હોવાથી તમામ કાર્ડધારકોમાં કુલ સંખ્યા 24,31,822 હોવાથી માત્ર કાર્ડની મુખ્ય વ્યક્તિ નહીં પરંતુ તેમાં સમાવિષ્ટ તમામ પરીવારના સભ્યોના નામને આધારકાર્ડ સાથે જોડી કે.વાય.સી. કરાવવાનું રહેશે. કચ્છના તાલુકાઓ ગાંધીધામ, માંડવી, ભચાઉ, અંજાર, રાપર, નખત્રાણા, અબડાસા, ભુજ (શહેર), ભુજ (ગ્રામ્ય), ખાવડા, મુંદરા અને લખપત એમ 13 મામલતદાર કચેરી હેઠળ 5,81,309 રાશનકાર્ડ નોંધાયેલા હોવાનું કચેરી ખાતેથી જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: