ETV Bharat / state

વલસાડ શહેરમાં ભગવાન જગન્નાથની 29 મી નગરયાત્રા નીકળી, માનવ મહેરામણ ઉમટ્યું - rath yatra 2024 - RATH YATRA 2024

વલસાડ શહેરના છીપવાડ બજાર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરથી આજે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની 29 મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાને આજે વલસાડ શહેરના વિવિધ વિસ્તારની નગરચર્યા નીકળ્યા હતા. તેમનેે નિહાળવા અને દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય રણછોડ માખણ ચોરના નારા સાથે વલસાડ મુખ્ય બજાર ગુંજી ઉઠ્યું હતું., 29th Rath Yatra of Lord Jagannath took place in Valsad city

વલસાડ શહેરમાં ભગવાન જગન્નાથની 29 મી નગરયાત્રા નીકળી
વલસાડ શહેરમાં ભગવાન જગન્નાથની 29 મી નગરયાત્રા નીકળી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 7, 2024, 8:24 PM IST

વલસાડ શહેરમાં ભગવાન જગન્નાથની 29 મી નગરયાત્રા નીકળી (Etv Bharat Gujarat)

વલસાડ: વલસાડના છીપવાડ બજાર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરેથી સતત 29માં વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બપોરે 12:30 ના ટકોરે વિશેષ પૂજા બાદ ભાવિક ભક્તોએ જય રણછોડ માખણ ચોરના નારા સાથે ભગવાનના રથના દોરડાઓ ખેંચ્યા હતા. અને ભગવાનને વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરાવી હતી.

સઘન સુરક્ષા વચ્ચે રથયાત્રા નીકળી: વલસાડના છીપવાડ બજાર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરેથી આજે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથનો રથ નીકળ્યો હતો. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વલસાડ જિલ્લા પોલીસે સઘન સુરક્ષા બજાવી હતી. વલસાડ શહેરના પોલીસ મથકના પી.આઈ, પીએસઆઇ, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિત પોલીસના મોટાભાગના જવાનો રથયાત્રાની સુરક્ષામાં જોડાયા હતા.

બપોરે 12:30 એ વિશેષ પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથના રથને માજી પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી અને વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટીના હસ્તે ભગવાનના રથને ખેંચી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ રથયાત્રાના દર્શનાર્થે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નાણામંત્રીએ ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કર્યા: ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ આજે વલસાડ ખાતે નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથ પાસે દર્શન કરી સુખ શાંતિ અને ગુજરાતની સમૃદ્ધિ અને અસ્મિતા જળવાઈ રહે તે અંગે પ્રાર્થના કરી હતી. સાથે સાથે સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના રાજકીય અગ્રણીઓએ પણ ભગવાનના દર્શન કર્યા હતા.

રથયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી: વલસાડમાં આવેલા જગન્નાથ મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા દાણા બજાર હનુમાન મંદિર થઈ કલ્યાણ બાગ ચાર રસ્તા, ગ્રામ્ય પોલીસ મથક થી ટાવર રોડ, શહીદ ચોક થઈને એમ.જી.રોડ અંબા માતા મંદિર, ગણેશ મંદિર થઈને ફરીને નિજ મંદિરે પહોંચી હતી. જ્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફણગાવેલા મગ અને ધાણીનો પ્રસાદ: ભગવાન જગન્નાથની નીકળેલી રથયાત્રામાં ભક્તો માટે પ્રસાદનું વિશેષ મહત્વ રહેલું છે. જેમાં ફણગાવેલા મગ, જાંબુ તેમજ ધાણી જેવા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આ વખતે પણ વલસાડમાં મોટી માત્રામાં ભગવાનનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. અને રથયાત્રા દરમિયાન દરેક વિસ્તારમાં આ પ્રસાદનું વિતરણ પણ દરેક માર્ગમાં આવતા ભાવિક ભક્તોને કરવામાં આવ્યો હતો. શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી, જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું

  1. જગન્નાથજીની રથયાત્રા LIVE, જય જગન્નાથ, અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા જગન્નાથ - LIVE RATH YATRA OF LORD JAGANNATH
  2. પાલનપુર શહેરમાં ભગવાન જગન્નાથની 53મી રથયાત્રા, ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્ચાએ - rath yatra 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.